Related Articles
* શ્રાદ્ધ માટે આ સમય જ કેમ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે?
* પિતૃઓનું ઋણ ચુકવવાનો સમય છે શ્રાદ્ધ પક્ષ
* આ વર્ષે ફરી પંચકમાં ગણેશ વિસર્જન અને શ્રાદ્ધ થશે..
- ભાદરવા માસમાં સૂર્ય જ્યારે કન્યા રાશિમાંથી પસાર થાય છે ત્યારે તે પિતૃલોકની નજીક હોય છે અને આ વખતે તે ‘શ્રદ્ધા’ નામના કિરણો છોડે છે
- જો પિતૃઓને તૃપ્ત કરવામાં ન આવે તો તે નિરાશ થઈને પાછા ચાલ્યા જતા હોવાની એક રૂઢિગત માન્યતા છે
આજથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ રહી છે. આકરા તડકા માટે જાણીતો ભાદરવો પિતૃતર્પણ માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે. સમગ્ર વિશ્વ મેષરાશિથી મીન રાશિમાં વહેંચાયેલું છે. દરેક રાશિઓ અને નક્ષત્રોમાંથી સૂર્ય અને ચંદ્ર સતત ફર્યા કરે છે. સૂર્ય જ્યારે અમુક રાશિમાંથી પસાર થાય છે ત્યારે તે પૃથ્વીલોક, ચંદ્રલોક, દેવલોક અને પિતૃલોક વગેરેના સંપર્કમાં આવે છે.
ભાદરવા માસમાં સૂર્ય જ્યારે કન્યા રાશિમાંથી પસાર થાય છે ત્યારે તે પિતૃલોકની નજીક હોય છે અને આ વખતે તે ‘શ્રદ્ધા’ નામના કિરણો છોડે છે. તેથી ભાદરવા માસના અંધારીય પક્ષમાં આપણા સ્વર્ગસ્થ પૂર્વજોની સ્મૃતિમાં અને તેમને સંતુષ્ટ કરવા આપણે શ્રાદ્ધ કરીએ છીએ. સૂર્ય અને ચંદ્રનો સંબંધ પિતૃલોક સાથે છે.
દૂધ ચંદ્રની આઈટમ હોવાથી પિતૃઓને તૃપ્ત કરવા દૂધપાક અને દૂધની બનાવટનો શ્રાદ્ધમાં વિશેષ ઉપયોગ થાય છે. કાગવાસ પણ દૂધ અને ભાતના મિશ્રણથી નાખવામાં આવે છે. વડીલો કે સ્વજનોની જે મૃત્યુ તિથિ હોય તે તિથિના દિવસે શ્રાદ્ધપક્ષમાં પિતૃઓ સૂક્ષ્મ રીતે જે તે પરિવારમાં આવે છે પોતાના સગાસંબંધી અને પરિવાર તરફથી પિંડદાન, તર્પણ, નૈવેધ્ય, નમસ્કાર અને કાગવાસની તેઓ ઈચ્છા રાખે છે.
આ ઈચ્છા પૂરી થાય તો તેઓ આશીર્વાદ આપે છે અને તેઓને જો તૃપ્ત કરવામાં ન આવે તો તે નિરાશ થઈને પાછા ચાલ્યા જતા હોવાની એક રૂઢિગત માન્યતા છે. મૃત્યુ પામનાર કોઈ વડીલ કે આ’જન સાથેનો લૌકિક સંબંધ પુરો થઈ જાય છે પરંતુ તેમની સાથેનો સૂક્ષ્મ સંબંધ પુરો થતો નથી તેથી તેમનું ઋણ અદા કરવા માટે અને તેમની વંદના કરવા માટે જ આપણા ધર્મોએ શ્રાદ્ધને ખાસ મહત્વ આપ્યું છે.
Astrology (જ્યોતિષવિદ્યા)
Monday, September 12, 2011
બધું જ પોઝિટિવ થવા લાગશે,માત્ર આ સરળ ઉપાયથી
* કેવાં ફૂલ- છોડ ઘરમાં પોઝિટિવ એનર્જી લાવશે? જાણો આ વાસ્તુ ટિપ્સથી
* ઘરમાં પોઝિટિવ એનર્જીનો સંચાર કરે છે આવા છોડ
* શિવલિગ પર ચઢાવો દુધ અને ઘી, બધું પોઝિટિવ થશે
ઘર-પરિવારનાં સભ્યોમાં અને ઘરમાં રહેલી નકારાત્મકતાને કારણે ઘરમાં તણાવ અને કલેશ થાય છે. - ગૌમુત્રએ અતિ પવિત્ર વસ્તુ હોવાની સાથે નકારાત્મક ઊર્જાને સકારાત્મકતામાં ફેરવી દે છે.
જો તમે જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓથી ત્રસ્ત હોય, તમારાં ઘર-પરિવારનાં દરેક સભ્યો કોઇને કોઇ કારણસર માનસિક તણાવ અને કલેશ વેઠી રહ્યાં હોય તો આમાંથી છુટકારો મેળવવા અનેક ઉપાયો આપણાં શાસ્ત્રોમાં આપ્યા છે.
ઘર-પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે વિદ્વાનો અને જ્યોતિષિઓને ગૌમુત્રનો છંટકાવ કરવાનો અચુક ઉપાય આપવામાં આવ્યો છે.
આપણાં વડલાઓનાં સમયથી ગૌમુત્ર છાંટવાની પરંપરા ચાલી રહી છે. શાસ્ત્રો અનુસાર ગાયને પૂજનીય અને પવિત્ર અને માતા માનવામાં આવે છે અને આ જ કારણથી ગાયને મળનારી દરેક વસ્તુઓ પવિત્ર માનવામાં આવે છે.
જો તમારી કુંડળીમાં પણ ગ્રહદોષ હોય અને તમારા ઘરમાં પણ કોઇ વાસ્તુદોષ હોય અને તેનાં કારણે જો તમે મુશ્કેલીઓ અનુભવી રહ્યા હોય તો દરેક સોમવારે અને શુક્રવારે આખાં ઘરમાં થોડું ગૌમુત્ર છાંટવાથી ઘણાં પ્રકારનાં ગ્રહદોષ દુર થાય છે અને ઘરમાં સકારાત્મકતા ફેલાય છે.
* ઘરમાં પોઝિટિવ એનર્જીનો સંચાર કરે છે આવા છોડ
* શિવલિગ પર ચઢાવો દુધ અને ઘી, બધું પોઝિટિવ થશે
ઘર-પરિવારનાં સભ્યોમાં અને ઘરમાં રહેલી નકારાત્મકતાને કારણે ઘરમાં તણાવ અને કલેશ થાય છે. - ગૌમુત્રએ અતિ પવિત્ર વસ્તુ હોવાની સાથે નકારાત્મક ઊર્જાને સકારાત્મકતામાં ફેરવી દે છે.
જો તમે જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓથી ત્રસ્ત હોય, તમારાં ઘર-પરિવારનાં દરેક સભ્યો કોઇને કોઇ કારણસર માનસિક તણાવ અને કલેશ વેઠી રહ્યાં હોય તો આમાંથી છુટકારો મેળવવા અનેક ઉપાયો આપણાં શાસ્ત્રોમાં આપ્યા છે.
ઘર-પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે વિદ્વાનો અને જ્યોતિષિઓને ગૌમુત્રનો છંટકાવ કરવાનો અચુક ઉપાય આપવામાં આવ્યો છે.
આપણાં વડલાઓનાં સમયથી ગૌમુત્ર છાંટવાની પરંપરા ચાલી રહી છે. શાસ્ત્રો અનુસાર ગાયને પૂજનીય અને પવિત્ર અને માતા માનવામાં આવે છે અને આ જ કારણથી ગાયને મળનારી દરેક વસ્તુઓ પવિત્ર માનવામાં આવે છે.
જો તમારી કુંડળીમાં પણ ગ્રહદોષ હોય અને તમારા ઘરમાં પણ કોઇ વાસ્તુદોષ હોય અને તેનાં કારણે જો તમે મુશ્કેલીઓ અનુભવી રહ્યા હોય તો દરેક સોમવારે અને શુક્રવારે આખાં ઘરમાં થોડું ગૌમુત્ર છાંટવાથી ઘણાં પ્રકારનાં ગ્રહદોષ દુર થાય છે અને ઘરમાં સકારાત્મકતા ફેલાય છે.
Wednesday, August 31, 2011
ચંદ્ર-રાહુની યુતિ હશે તો તમારી સાથે કંઇક આવું બનશે
ચંદ્ર અને રાહુ જો બારમા સ્થાનમાં હોય તો જાતકને અતિ ખર્ચાળ બનાવે છે અને ક્યારેક જેલયાત્રા જેવા દુ:ખદ સંજોગોનું સર્જન કરે છે. ચંદ્ર અને રાહુ ત્રીજે ભાઇ-ભાંડુ અને પડોશીઓ સાથે નાહકના કજિયા કરાવે છે.
અંગ્રેજીમાં રાહુ અને કેતુને નોર્થ નોડ અને સાઉથ નોડ કહે છે અથૉત્ ઉત્તર અને દક્ષિણ દિશાના માર્ગીય છેદન બિંદુઓ તરીકે ઓળખાય છે. ચંદ્ર પર રાહુનો પડછાયો પડવાથી ચંદ્રના નૈસિર્ગક ગુણધર્મ છીનવાય છે. આવી યુતિવાળા જાતકોમાં મનોબળનો અભાવ વર્તાય છે.
દસમા સ્થાનમાં ચંદ્ર રાહુની યુતિ જાતકને અકર્મી બનાવી દુષ્કર્મ તરફ વાળે છે. ચંદ્ર રાહુની યુતિ જાતકને ક્યારેક અણધાર્યા લાભ આપે છે પરંતુ આવા લાભ બે નંબરી અને સમાજને માન્ય હોતા નથી.
ચંદ્ર નામના ઉપગ્રહને તમે અને અમે આરામથી જોઇ અને માણી શકીએ છીએ પરંતુ આવું વિધાન રાહુ માટે કરવું અઘરું અને અધૂરું પણ છે, કારણ કે રાહુ અને કેતુ આ બંને ગ્રહો છાયા ગ્રહો છે અને આ બંને ગ્રહો અન્ય ગ્રહોની માફક આકાશમાં તરતા પદાર્થો કે પીંડ નથી કે જેને નરી આંખે જોઇ શકાય. રાહુ અને કેતુ બંને પડછાયા છે અને આ પડછાયા જ્યારે સૂર્ય અને ચંદ્ર પર પડે ત્યારે ખગોળની દ્રષ્ટિએ તેને ગ્રહણ થયું કહેવાય.
જન્મકુંડળીમાં જ્યારે ચંદ્ર અને રાહુ સાથે સાથે હોય ત્યારે એક વાત નિશ્વિત છે કે તે જાતકનો જન્મ ગ્રહણ કાળ દરમિયાન થયો તેમ કહેવાય. ચંદ્ર સાથે રાહુ બેસે એટલે જ્યોતિષની સામાન્ય ભાષામાં મન સાથે રાક્ષસનું જોડાણ થયું એમ કહેવાય. આવા યોગના કારણે મન મેલું બને છે અને જીવનમાં માનસિક ભાર વધવાની સાથે આવા જાતકો માટે જીવન એક સંઘર્ષ બની જાય છે.
અંગ્રેજીમાં રાહુ અને કેતુને નોર્થ નોડ અને સાઉથ નોડ કહે છે અથૉત્ ઉત્તર અને દક્ષિણ દિશાના માર્ગીય છેદન બિંદુઓ તરીકે ઓળખાય છે. ચંદ્ર પર રાહુનો પડછાયો પડવાથી ચંદ્રના નૈસિર્ગક ગુણધર્મ છીનવાય છે. આવી યુતિવાળા જાતકોમાં મનોબળનો અભાવ વર્તાય છે. પરિણામે આવા જાતકો માનસિક નબળાઇના કારણે ક્યારેક વ્યસને કે કુટેવે ચડી જાય છે. પાગલખાનાની મુલાકાતો અગર સાઇકિયાટિક (માનસિક રોગના નિષ્ણાત)નાં પગથિયાં ચઢનારા જાતકોની કુંડળીમાં ચંદ્ર-રાહુના યોગ જોવા મળે છે. ચંદ્ર અને રાહુનો સાથ એટલે માનસિક વ્યાધિ અને ઉપાધિ. ચંદ્ર અને રાહુની યુતિ વિશે શાસ્ત્રો શું કહે છે? સુશ્લોક શતક ગ્રંથ અનુસાર-
ચંદ્રે રાહુયુતે જાતો રાજચોર ભયાતુર: !
અથૉત્ જન્મકુંડળીના બીજા ભાવમાં રાહુ-કેતુ ચંદ્ર સાથે બેસે તો જાતક રાજ્યનો ચોર અને ગુનેગાર બને છે. તુલા લગ્નની કુંડળીમાં આવી સ્થિતિનું નિર્માણ થાય તો ચંદ્ર દસમા (રાજ)સ્થાનનો માલિક બનતો હોઇ તુલા લગ્નમાં બીજા સ્થાનમાં આવી યુતિ અનિષ્ટકારી ગણાય. બીજા સ્થાનમાં આવી યુતિ વિશે નીચેનો શ્લોક જોઇએ.
ધને રાહૌ ધનચ્છેદં સ્વદશાંતર્દશાસુ ચ!
અથૉત્ ચંદ્ર રાહુ બીજા ધન સ્થાનમાં હોય અને જાતકને રાહુની દશા આવે તો ધનના ભાગલા અને કુટુંબમાં કલેશ અને વિચ્છેદ કરાવે છે. આવા સમયે કુટુંબ, ધન અને ભાઇ-ભાંડુ વચ્ચે કુસંપ થાય છે.
આપણા મહાન જ્યોતિષી કલ્યાણ વર્મા પોતાના ગ્રંથ સારાવલીમાં નીચે પ્રમાણે કહે છે.
લગ્ને રાહુયુતે ચંદ્ર મુર્ખપ્રકૃતિ કોપવાન!
અથૉત્ જન્મકુંડળીના લગ્ન સ્થાનમાં ચંદ્ર રાહુ બિરાજમાન હોય તો તેવો જાતક મૂર્ખ સ્વભાવનો હોય છે.
ચંદ્ર અને રાહુ જો બારમા સ્થાનમાં હોય તો જાતકને અતિ ખર્ચાળ બનાવે છે અને ક્યારેક જેલયાત્રા જેવા દુ:ખદ સંજોગોનું સર્જન કરે છે. ચંદ્ર અને રાહુ ત્રીજે ભાઇ-ભાંડુ અને પડોશીઓ સાથે નાહકના વાદવિવાદ અને કજિયા કરાવે છે. ચોથે મકાન, જમીન અને વાહનને લગતા સુખમાં ઓટ આપે છે. ક્યારેક આ યુતિ ચોથા સ્થાનમાં જીવનનાં તમામ સુખ છીનવી લે છે. ચોથા સ્થાને આ યુતિ માનવીના મનમાં અશાંતિ અને અજંપો પેદા કરે છે.
જન્મકુંડળીના સાતમા સ્થાનમાં આ યુતિ ભાગીદારો વચ્ચે વૈમનસ્ય અને દાંપત્યજીવનમાં ભારે કલેશ પેદા કરે છે. આઠમે આવી યુતિ માનવીને સંન્યસ્ત અને વૈરાગ્ય તરફ વાળે છે. પાંચમા સ્થાનમાં આ યુતિ જાતકને ક્યારેક આસ્થામાંથી ડગાવી એકદમ નાસ્તિક બનાવે છે અને વિદ્યા અભ્યાસમાં નિષ્ફળતા અપાવે છે. યુવા વર્ગને આ યુતિ પ્રેમમાં નિષ્ફળતા આપે છે. જન્મકુંડળીના છઠા સ્થાનમાં આ યુતિ નોકરીના સ્થળે ભારે ચિંતા અને કાર્યબોજ આપે છે. નવમે આ યુતિ વિદેશયાત્રાને નિષ્ફળ બનાવે છે અને વ્યક્તિને અંધશ્રદ્ધા તરફ ખેંચે છે.
દસમા સ્થાનમાં ચંદ્ર રાહુની યુતિ જાતકને અકર્મી બનાવી દુષ્કર્મ તરફ વાળે છે. ચંદ્ર રાહુની યુતિ જાતકને ક્યારેક અણધાર્યા લાભ આપે છે પરંતુ આવા લાભ બે નંબરી અને સમાજને માન્ય હોતા નથી. જો ચંદ્ર રાહુની યુતિમાં ચંદ્ર બળવાન હોય તો જાતક મન પર વિજય મેળવી સફળતાના માર્ગે આગળ વધે છે અને જો આ યુતિમાં રાહુ બળવાન હોય તો જાતક માનસિક રીતે સાવ જ નિર્બળ બને છે અને નિષ્ફળતાઓને વરે છે.
કબજિયાત-મસા અને આંતરડાની બીમારી માટે કયા ગ્રહો જવાબદાર છે?
જ્યારે આઠમા સ્થાનમાં મંગળ બેસે ત્યારે ગુદા અને મોટા આંતરડાથી ગુદાના રસ્તા (રેકટમ) વચ્ચે એક અનિયમિત અને બિનજરૂરી ગરમી પેદા કરે છે જેના કારણે આંતરિક અને બાહ્ય મસા થાય છે અગર તો ક્યારેક આ મંગળ હરસ ભગંદર જેવા રોગને પણ નિમંત્રે છે.
જ્યારે શનિ અહીં બેસે ત્યારે મોટા આંતરડાની ગુદા તરફ મળ ધકેલવાની પ્રક્રિયાને મંદ બનાવે છે, ઉપરાંત તેમાં અવરોધ પેદા કરે છે. પરિણામ સ્વરૂપ આંતરડા અને ગુદા માર્ગ દ્વારા મળનો નિકાલ થતો નથી અને કચરો જમા થતો જ રહે છે જેને આપણે કબજિયાત તરીકે ઓળખીએ છીએ.
ગમે તેવો મોટો ખેલંદો રાજકારણી હોય પરંતુ જો ગ્રહો તેને મસા આપે તો ખુરશી છોડી ટ્રકના ટાયર પર બેસવું પડે.
હાસ્ય કવિ શૈલ ચતુર્વેદીએ એક હાસ્ય કવિ સંમેલનમાં કહેલું
ઉસકો કોઇ નહિ સકતા હસા જીસકો હુઆ હો મસા
આજથી એક વર્ષ પહેલાં એક ભાઇ અમને ઉદાસ અને રડમસ ચહેરે કુંડળી બતાવવા આવેલા. અમે એમને બેસવા ખુરશી આપી પણ ખુરશીનો તેમણે ખુશીપૂર્વક ઇનકાર કરી દીધો. ગાદલાના પલંગ પર તેઓ બિરાજમાન થયા પરંતુ દર મિનિટે તેઓ આઘાપાછા થાય અને સાથે સાથે તેમના ચહેરા પર બેચેની અને પીડાનો ભાવ આવે ને જાય. અમે તેમની કુંડળી જોવાની શરૂઆત કરી અને અમારી સૂક્ષ્મ દ્રષ્ટિ તેમના આઠમા ભાવ પર પડી. આઠમા ભાવમાં ધનનો મંગળ અને રાહુની યુતિ જોઇ અમે તેમને પૂછ્યું કે તમને મસાની બીમારી છે?
અમારો પ્રશ્ન તેમને ભારે પીડા આપી ગયો અને અમારા પ્રશ્નની ક્ષણ બે ક્ષણ બાદ તેમનું હૃદયદ્રાવક રુદન શરૂ થઇ ગયું. અમે તેમને આશ્વત કરી જ્યોતિષ અને આયુર્વેદના સમન્વય દ્વારા ઉપાય બતાવ્યા. આજે જ્યારે આ કિસ્સાની ચર્ચા આ વિભાગમાં થઇ રહી છે ત્યારે અમને આનંદ છે કે આપણા ઋષિમુનિઓએ શોધેલા અતિ મૂલ્યવાન વેદ, આયુર્વેદ અને જ્યોતિષશાસ્ત્રના સહારે એ ભાઇ મસાની પીડામાંથી મુક્ત છે.
આવો જ એક કિસ્સો એક બહેનનો છે કે જેમનો જન્મ ૧૯૬૨માં થયેલો. સાતમે મકરનો શનિ અને કેતુ બિરાજમાન છે, પરંતુ તે બહેનને ટોઇલેટના કમોડ પર ઓછામાં ઓછું અડધો કલાક બિરાજમાન રહેવું પડે છે કારણ કે સાતમે આવેલા શનિના કારણે તેમને કબજિયાતની ભારે બીમારી છે. એ હિન્દી ભાષી બહેન અમને કહે છે કે ભાઇસાબ ઇસ કબજિયાત કી વજહ સે કબ જીયા ઓર કબ નહિ જીયા માલૂમ હી નહી પડતા. એમની માનસિક પીડા અને આંખનાં આંસુ જોઇ લાગ્યું કે અમે તેમની કુંડળીનાં પાનાં નહીં પણ ડુંગળીનાં પડ ખોલ્યાં હોય. આમ આવી તો અસંખ્ય કુંડળીઓ અમારી પાસે છે કે જેમાં આઠમે મંગળ હોય અને સાતમે શનિ હોય તેવા જાતકો હરસ-મસા કે કબજિયાતની પીડાથી ત્રસ્ત હોય. આમ કેમ?
જ્યોતિષશાસ્ત્રમાં મંગળને અગ્નિતત્વનો ગ્રહ ગણ્યો છે. મંગળનો રંગ પણ લાલ છે અને તે શરીરના લોહી અને હિમોગ્લોબીન સાથે સંકળાયેલો ગ્રહ છે. મંગળ સ્વભાવે અતિ ગુસ્સાવાળો તેજ અને જુસ્સાવાળો ગ્રહ છે. મંગળની ગતિ અતિ ઝડપી અને આક્રમક છે. શરીરમાં તે પિત્ત (એસિડિટી) કરે છે કારણ કે હોજરીના અગ્નિતત્વ સાથે તેનો સીધો સંબંધ છે. આઠમું સ્થાન જન્મકુંડળીમાં આંતરડાના અંતિમ માર્ગ અને ખાસ કરીને ગુદાનું છે.
જ્યારે આઠમા સ્થાનમાં મંગળ બેસે ત્યારે ગુદા અને મોટા આંતરડાથી ગુદાના રસ્તા (રેકટમ) વચ્ચે એક અનિયમિત અને બિનજરૂરી ગરમી પેદા કરે છે જેના કારણે આંતરિક અને બાહ્ય મસા થાય છે અગર તો ક્યારેક આ મંગળ હરસ ભગંદર જેવા રોગને પણ નિમંત્રે છે. આઠમે બેઠેલા મંગળ સાથે જો સૂર્ય બેસે તો અગ્નિતત્વ વધુ ભડકે છે અને તેના પરિણામ સ્વરૂપ ક્યારેક આ મસામાંથી ભારે રક્તસ્રાવ શરૂ થઇ જાય છે.
હવે આપણે કબજિયાત વિશે વિચારીએ. આયુર્વેદમાં કહેવત છે ‘કબજિયાત કરતાં કજિયા સારા’ જ્યોતિષશાસ્ત્રમાં શનિને અતિ મંદ ગતિનો ગ્રહ ગણ્યો છે. શનિ એક રાશિમાં સવા બેથી અઢી વર્ષ રહે છે. જ્યાં જ્યાં શનિનો પ્રભાવ હોય ત્યાં ત્યાં કાર્યની ગતિ અતિ ધીમી અને વિલંબિત હોય છે. શનિનું મૂળ કામ જ ગતિને અવગતિમાં ફેરવવાનું છે. શનિને સાદી ભાષામાં ગતિ અવરોધક (સ્પીડ બ્રેકર) કહી શકાય છે. કાળપુરુષની અંગ રચનામાં જન્મકુંડળીનું સાતમું સ્થાન મોટા આંતરડાનું છે.
જ્યારે શનિ અહીં બેસે ત્યારે મોટા આંતરડાની ગુદા તરફ મળ ધકેલવાની પ્રક્રિયાને મંદ બનાવે છે, ઉપરાંત તેમાં અવરોધ પેદા કરે છે. પરિણામ સ્વરૂપ આંતરડા અને ગુદા માર્ગ દ્વારા મળનો નિકાલ થતો નથી અને કચરો જમા થતો જ રહે છે જેને આપણે કબજિયાત તરીકે ઓળખીએ છીએ. જો શનિ પોતાની સ્વગૃહી કુંભ અને મકર રાશિમાં સાતમે બેસે અગર પ્લૂટો સાથે બેસે તો કબજિયાતનો રોગ યાતનાની ચરમસીમાએ પહોંચે છે.
ક્રૂર ગ્રહો દાંપત્યજીવનમાં સર્જી શકે છે તારાજી
જન્મકુંડળીના કેન્દ્રસ્થાન વ્યક્તિને દુન્યવી સુખ આપે છે. જો કેન્દ્રસ્થાન બળવાન હોય તેમાં બેસેલા ગ્રહો શુભ હોય તો જાતક સંસારનાં તમામ સુખનો હકદાર બને છે. પરંતુ કેન્દ્રમાં ક્રૂર અને અશુભ ગ્રહો બેસે તો સાંસારિક સુખના નામે શૂન્યતા સર્જાય છે.
લગ્નજીવનને ભગ્ન કરવામાં રાહુ-શુક્રની યુતિ-કર્ક રાશિનો ગુરુ અને સાતમા દાંપત્યજીવનના સ્થાનમાં બેઠેલા ક્રૂર ગ્રહો અગર સાતમા સ્થાનના માલિક ગ્રહોનું છઠે, આઠમે અને બારમા સ્થાનમાં બેસવું લગ્નજીવન માટે અતિ ઘાતક જ નહીં પરંતુ ધોતક પણ છે.
જન્મકુંડળીમાં કુલ બાર સ્થાન હોય છે. આ બાર સ્થાન પૈકી પ્રથમ-ચોથું-સાતમું અને દસમું સ્થાન કેન્દ્રસ્થાન તરીકે ઓળખાય છે. કેન્દ્રસ્થાન અતિ શુભ ફળદાતા છે અને જ્યોતિષશાસ્ત્રમાં તેની આગવી મહત્તા અને મહત્વ છે. આ સ્થાનના અધિપતિ ગ્રહો જે સ્થાનમાં બેસે તે સ્થાનને લગતી બાબતને શુભત્વ બક્ષે છે. ધારો કે સાતમા કેન્દ્રસ્થાનનો માલિક ગ્રહ બીજા ધન સ્થાનમાં બેસે તો ભાગીદાર કે જીવનસાથી તરફથી અતિ લાભ અને ધન મળે છે. આમ કેન્દ્રસ્થાનના માલિક ગ્રહો શુભ હોય કે અશુભ તેઓ હંમેશાં શુભ ફળ જ આપે છે, કારણ કે કેન્દ્રસ્થાન એ દૈવી અને પવિત્ર સ્થાન છે.
પરંતુ કુંડળીનાં આ ચાર કેન્દ્રસ્થાનમાં જો ક્રૂર ગ્રહો જેવા કે મંગળ-શનિ-રાહુ-કેતુ-સૂર્ય અગર પ્લૂટો બેસે તો લગ્નજીવનમાં ભારે તારાજી-ખાનાખરાબી સજેઁ છે. આ વિભાગમાં અગાઉ અમે દાંપત્યજીવનને છિન્નભિન્ન કરનારા યોગ અને સંજોગો વિશે ખૂબ જ છણાવટપૂર્વક ચર્ચા કરી છે. ખાસ કરીને લગ્નજીવનને ભગ્ન કરવામાં રાહુ-શુક્રની યુતિ-કર્ક રાશિનો ગુરુ અને સાતમા દાંપત્યજીવનના સ્થાનમાં બેઠેલા ક્રૂર ગ્રહો અગર સાતમા સ્થાનના માલિક ગ્રહોનું છઠે, આઠમે અને બારમા સ્થાનમાં બેસવું લગ્નજીવન માટે અતિ ઘાતક જ નહીં પરંતુ ધોતક પણ છે.
જન્મકુંડળીના કેન્દ્રસ્થાન વ્યક્તિને દુન્યવી સુખ આપે છે. જો કેન્દ્રસ્થાન બળવાન હોય તેમાં બેસેલા ગ્રહો શુભ હોય તો જાતક સંસારનાં તમામ સુખનો હકદાર બને છે, પરંતુ કેન્દ્રમાં ક્રૂર અને અશુભ ગ્રહો બેસે તો સાંસારિક સુખના નામે શૂન્યતા સર્જાય છે. અમારી પાસે એવી અસંખ્ય કુંડળીઓ છે કે જેમાં કેન્દ્રસ્થાનમાં ક્રૂર ગ્રહો બેઠા હોય તેવા જાતકોનું લગ્નજીવન કર્કશ કલેશમય અને કંકાશીયું હોય.
કેન્દ્રમાં બેઠેલા ક્રૂર ગ્રહોની ખાસિયત એ છે કે આવી કુંડળીવાળા જાતકોએ સમગ્ર જીવન નિધૉરિત પાત્ર સાથે જ જીવવાનું હોય છે અને તે પણ નર્ક સમાન જિંદગી સાથે, કારણ કે કેન્દ્રના ક્રૂર ગ્રહો છુટાછેડાના યોગ ઊભા કરતા નથી પરંતુ પતિ-પત્ની નામના બે છેડા એકઠા રાખી દુ:ખ, યાતના અને કષ્ટની ચરમસીમાએ લઇ જાય છે. જગતના મોટા ભાગના તત્વજ્ઞાનીઓ-ઉપદેશકો-સંતો અને વૈરાગીઓ એ નિષ્ફળ લગ્નજીવનની દેન છે.
અહીં આપેલી આ કુંડળીનું નિરીક્ષણ કરો. આ બહેનનો જન્મ ઓગસ્ટ ૧૯૫૬માં થયો છે. સિંહલગ્નની કુંડળી ધરાવતાં આ બહેનની કુંડળીમાં લગ્ને સૂર્ય, ગુરુ, બીજે, બુધ, ચોથે, શનિ રાહુ, સાતમે મંગળ, નવમે ચંદ્ર, દસમે કેતુ અને અગિયારમે શુક્ર છે. કેન્દ્રનાં તમામે તમામ સ્થાનમાં ક્રૂર ગ્રહો આવેલા છે.
આ બહેન એટલાં બધાં કકળાટિયાં અને કજિયાખોર છે કે તેમના પતિદેવે કંટાળીને દેવ (આત્મહત્યા)થવાનો ૩ વાર પ્રયત્ન કરેલો પરંતુ તોય આ બહેનની અક્કલ કે શાન ઠેકાણે આવતાં નથી. લગ્નજીવનની નકારાત્મકતાનું અતિ દયનીય અને ખેદનીય ઉદાહરણ એટલે આ બહેનની કુંડળી. અલબત્ત એટલું ચોક્કસ કહીશું કે ભગ્ન લગ્નજીવન માટે આ બહેન નહીં પણ કુદરતે ગોઠવેલી તેમની પ્રતિકૂળ ગ્રહ સ્થિતિ છે.
અને છેલ્લે...
કેન્દ્રમાં ક્રૂર ગ્રહો લગ્નજીવનને વન જેવું બનાવે તેનું સાક્ષાત્ ઉદાહરણ ભગવાન શ્રીરામનું છે. તેમની કર્ક લગ્નની કુંડળીમાં ચોથે તુલાનો શનિ, સાતમે મકરનો મંગળ અને દસમે મેષનો સૂર્ય વગેરે કેન્દ્રમાં આવેલા ક્રૂર ગ્રહોએ તેમને ભગવાન બનાવ્યા પરંતુ લગ્નજીવનમાં ભાગ્યવાન બનાવ્યા નહીં.
લગ્નજીવનની સૂક્ષ્મ વાતો જાણવા જુઓ નવમાંશ
સૌપ્રથમ લગ્નકુંડળીમાં સપ્તમેશની સ્થિતિ નવમાંશમાં જાણવી પડે. નવમાંશ કુંડળીમાં જો સપ્તમેશ ઉપરથી ગુરુનું ભ્રમણ થશે તો તે સમયમાં ચોક્કસ જાતકનાં લગ્ન થશે.
કેટલીકવાર જન્મકુંડળીમાં ઉચ્ચનો અથવા શુભ સ્થિતિમાં દેખાતો ગ્રહ નવમાંશ કુંડળીમાં નીચનો કે અશુભ બનતો હોય છે. નવમાંશમોં તેના ઉચ્ચત્વ કે શુભત્વનું ફળ જાતક મેળવી શકતો નથી. નવમાંશ કુંડળી વગર કરવામાં આવતું ફળકથન વ્યર્થ જાય છે.
જ્યોતિષમાં લગ્નકુંડળી કરતાં પણ અનેકગણું મહત્વ નવમાંશ ધરાવે છે. તમે અરીસામાં મુખ જુએ ત્યારે નાક-કાન- આંખ, હોઠ દરેકનો ખ્યાલ આવે છે. તેવી જ રીતે ધ્યાનથી નવમાંશનો અભ્યાસ કરવાથી પ્રશ્ન લઇને આવનાર વ્યક્તિને આપણે સચોટ માર્ગદર્શન આપીને તેના રાહબર બની શકીએ.
લગ્નજીવનનો સચોટ અને સૂક્ષ્મ ખ્યાલ મેળવવા માટે નવમાંશ કુંડળી ખૂબ જ મહત્વ ધરાવે છે. માત્ર જન્મકુંડળી, ગુણાંક, મંગળ, શનિ રાશિમેળ આટલાથી લગ્નજીવનનો સૂક્ષ્મ ખ્યાલ મેળવવો ખૂબ જ કઠિન વાત છે. અભ્યાસુ જ્યોતિષી અવશ્ય નવમાંશ ઉપર નજર કરશે જ. કેટલીકવાર જન્મકુંડળીમાં ઉચ્ચનો અથવા શુભ સ્થિતિમાં દેખાતો ગ્રહ નવમાંશ કુંડળીમાં નીચનો કે અશુભ બનતો હોય છે. નવમાંશમોં તેના ઉચ્ચત્વ કે શુભત્વનું ફળ જાતક મેળવી શકતો નથી. નવમાંશ કુંડળી વગર કરવામાં આવતું ફળકથન વ્યર્થ જાય છે. નવમાંશ કુંડળી જન્માક્ષરનું સાચું તત્વ છે. તમારે સચોટ ફળકથન કરવું હશે તો નવમાંશનો અભ્યાસ અવશ્ય કરવો જ પડશે.
સારા કે નરસા પ્રસંગો જાણવા માટે પણ નવમાંશનો અભ્યાસ જરૂરી બને છે. સારા પ્રસંગોની જાણકારી માટે ગોચરનો ગુરુ નવમાંશમાં ક્યાં ભ્રમણ કરે છે તેનો ખ્યાલ મેળવવો રહ્યો. નરસા પ્રસંગો જાણવા માટે શનિના ભ્રમણને, સ્થિતિને જાણવી પડે. લગ્નયોગની ચોક્કસ તારીખ કે સમય જાણવા માટે પણ નવમાંશનો સૂક્ષ્મ અભ્યાસ કરવો પડે. કેટલાકની લગ્ન બાબતની આગાહી ખોટી પડે છે, કારણ કે તેઓ નવમાંશનો અભ્યાસ જ કરતા નથી. સચોટ લગ્નયોગ જાણવા માટે કેટલીક બાબતોની ચર્ચા કરીશું.
- સૌપ્રથમ લગ્નકુંડળીમાં સપ્તમેશની સ્થિતિ નવમાંશમાં જાણવી પડે. નવમાંશ કુંડળીમાં જો સપ્તમેશ ઉપરથી ગુરુનું ભ્રમણ થશે તો તે સમયમાં ચોક્કસ જાતકનાં લગ્ન થશે.
- તમારી કુંડળીમાં લગ્નેશ કયો ગ્રહ છે અને તે નવમાંશમાં કઇ રાશિમાં પડેલો છે અને તેના ઉપરથી ગોચરમાં કયા ગ્રહો પસાર થઇ રહેલા છે તેની જાણકારી ખૂબ આવશ્યક છે.
- તમારી કુંડળીના સપ્તમેશની સ્થિતિ જાણો. નવમાંશ કુંડળીમાં જો તેના ઉપરથી ગુરુ પસાર થતો હશે તો સ્ત્રીનાં લગ્નનો યોગ આવે છે અને જો શુક્ર પસાર થતો હશે તો પુરુષનાં લગ્નનો યોગ બને છે.
- લગ્નનો માલિક નવમાંશમાં જે રાશિમાં હોય તે રાશિમાંથી શુક્ર પસાર થાય ત્યારે લગ્નનો યોગ જાણવો.
- ફળકથન કરતાં પહેલાં પ્રશ્નકુંડળી મૂકીને નવમાંશમાં દ્રષ્ટિ કરો સુખદ કે દુ:ખદ પ્રશ્નનો ખ્યાલ આવશે.
- તમારી જન્મકુંડળીમાં લગ્નેશ અને ભાગ્ય સ્થાનનો માલિક કયો ગ્રહ છે તે જાણીને નવમાંશ કુંડળીમાં જો તે ગ્રહ ઉપરથી ગુરુ ભ્રમણ કરશે અથવા પ્રતિયુતિમાં આવશે ત્યારે સુખદ પ્રસંગો સામે ચાલીને આવશે.
- તમારે પોતાનું મકાન ખરીદવું છે. તો ચતુર્થેશની સ્થિતિ નવમાંશમાં જાણવી આવશ્યક છે.
જ્યોતિષમાં લગ્નકુંડળી કરતાં પણ અનેકગણું મહત્વ નવમાંશ ધરાવે છે. તમે અરીસામાં મુખ જુએ ત્યારે નાક-કાન- આંખ, હોઠ દરેકનો ખ્યાલ આવે છે. તેવી જ રીતે ધ્યાનથી નવમાંશનો અભ્યાસ કરવાથી પ્રશ્ન લઇને આવનાર વ્યક્તિને આપણે સચોટ માર્ગદર્શન આપીને તેના રાહબર બની શકીએ. જ્યોતિષના માર્ગદર્શનથી દુ:ખી વ્યક્તિના જીવનમાં વસંત ખીલી ઊઠે છે.
આ યુતિ ધરાવતા જાતકોને જોતાં જ પ્રેમમાં પડવાની ઇચ્છા થાય...!
ચંદ્ર અને શુક્રની યુતિ કે પ્રતિયુતિવાળા જાતકો મોટાભાગે અતિ લાગણીશીલ અને પ્રેમમાં તરબોળ હોય છે, કારણ કે ચંદ્ર મન છે ને શુક્ર ચમન (બાગ) છે.
ચંદ્ર અને શુક્રની યુતિ જો પ્રથમ સ્થાનમાં હોય તો જાતક અતિ સુંદર ગોળ ચહેરો ધરાવતો પ્રેમાળ દેખાવ ધરાવતો હોય છે. આવો જાતક કે જેને જોઇને પ્રેમમાં પડવાની ઇચ્છા થઇ જાય અને પડ્યા પછી ક્યારેય ઊભા થવાની ઇચ્છા ના થાય તો સમજવું કે પ્રથમ સ્થાનમાં ચંદ્ર શુક્રની યુતિનો આ કમાલ છે.
દુનિયાનાં તમામ ભૌતિક સુખ આ યુતિ જાતકને આપે છે. કુંડળીનું પાંચમું સ્થાન પ્રેમ પરિણય, વિદ્યા, શેરબજાર અને સંતાનનું છે. આ સ્થાનમાં આ યુતિ જાતકને ક્યારેક પ્રેમ પ્રણયના લફરામાં નાખે છે અને વિદ્યા અભ્યાસમાં વિઘ્નો ઊભાં કરે છે. અલબત્ત ચંદ્ર શુક્ર પાંચમે શેરબજારમાં ઘણો લાભ આપે છે અને સંતાનોને લાગણીશીલ સંસ્કારી બનાવે છે.
ચંદ્ર અને શુક્ર એટલે પ્રેમનું મહાકાવ્ય. ચંદ્રના મનમાં શુક્ર વસે એટલે પ્રેમનું પુષ્પ ખીલે. જ્યાં જ્યાં ચંદ્ર શુક્ર હોય ત્યાં ત્યાં લાગણીઓનો વરસાદ અને પ્રેમના પ્રસાદની વહેંચણી હોય. શુક્ર એટલે શુક્રાણુ અને શુક્ર એ પ્રેમનું કાવ્ય-કલા અને લાગણીઓનો ધોધ છે. સૂર્ય સાથે ઊગતો અને આથમતો હોવા છતાં પોતાનું અલગ વ્યક્તિત્વ સાચવી રાખતો એકમાત્ર સિતારો હોય તો તે શુક્ર છે. શુક્રને જ્યોતિષશાસ્ત્રમાં ગોડેસ ઓફ બ્યૂટી (સુંદરતાની દેવી) અને ગોડેસ ઓફ ફોચ્ર્યૂન (ભાગ્યની દેવી) કહેવાય છે.
બ્રહ્નાંડમાં પ્રેમ લાગણી અને સ્નેહ શબ્દની સૌથી નજીક કોઇ ગ્રહ હોય તો તે ચંદ્ર અને શુક્ર છે. જો તમારી કુંડળીમાં ચંદ્ર અને શુક્ર સાથે હોય તો સમજજો કે તમે પ્રેમને લાયક છો. ચંદ્ર અને શુક્રની યુતિ કે પ્રતિયુતિવાળા જાતકો મોટાભાગે અતિ સંવેદનશીલ-લાગણીશીલ અને પ્રેમમાં તરબોળ હોય છે, કારણ કે ચંદ્ર એ મન છે અને શુક્ર એ પુષ્પથી ભરેલો ચમન(બગીચો) છે. ચંદ્રની ચંચળતાને શુક્રની સુગંધ આકર્ષે છે અને તેમાંથી પ્રેમકથાનો જન્મ થાય છે.
ચંદ્ર અને શુક્રની યુતિ જો પ્રથમ સ્થાનમાં હોય તો જાતક અતિ સુંદર ગોળ ચહેરો ધરાવતો પ્રેમાળ દેખાવ ધરાવતો હોય છે. આવો જાતક કે જેને જોઇને પ્રેમમાં પડવાની ઇચ્છા થઇ જાય અને પડ્યા પછી ક્યારેય ઊભા થવાની ઇચ્છા ના થાય તો સમજવું કે પ્રથમ સ્થાનમાં ચંદ્ર શુક્રની યુતિનો આ કમાલ છે. બીજા સ્થાનમાં ચંદ્ર શુક્રની યુતિ જાતકને મીતભાષી બનાવે છે અને શ્રેષ્ઠ કૌટુંબિક સુખ આપે છે. આ યુતિની વિશેષ કમાલ ચોથા સુખ સ્થાનમાં જોવા મળે છે. ચંદ્ર શુક્રની યુતિ સુખ સ્થાનમાં જાતકને સુંદર મજાનું મકાન અને સરસ કાર આપે છે. આવી યુતિ સુખ સ્થાને જાતકને ક્યારેક સુંદર બાગ અને બગીચા સહિતનું મકાન આપે છે.
દુનિયાનાં તમામ ભૌતિક સુખ આ યુતિ જાતકને આપે છે. કુંડળીનું પાંચમું સ્થાન પ્રેમ પરિણય, વિદ્યા, શેરબજાર અને સંતાનનું છે. આ સ્થાનમાં આ યુતિ જાતકને ક્યારેક પ્રેમ પ્રણયના લફરામાં નાખે છે અને વિદ્યા અભ્યાસમાં વિઘ્નો ઊભાં કરે છે. અલબત્ત ચંદ્ર શુક્ર પાંચમે શેરબજારમાં ઘણો લાભ આપે છે અને સંતાનોને લાગણીશીલ સંસ્કારી બનાવે છે.
સાતમા સ્થાનમાં આ યુતિ જાતકને પ્રેમાળ, હેતાળ અને સ્નેહાર્દ જીવનસાથી આપે છે. આ યુતિ ભાગીદારીમાં નફો રળી આપે છે અને ધંધા-વ્યવસાયમાં કરેલી ભાગીદારી ફળે છે. સાતમે આ યુતિ શ્રેષ્ઠ દાંપત્યજીવન અને વફાદાર જીવનસાથી આપે છે. નવમા ભાગ્ય સ્થાનમાં ચંદ્ર શુક્ર જાતકને વિદેશની સફર કરાવે છે અને ધાર્મિક યાત્રાઓ કરતાં સહેલગાહના પ્રવાસ વધુ કરાવે છે. આવા જાતકનો ભાગ્યોદય અતિ સાહજિક અને સરળ હોય છે. દસમા કર્મ સ્થાનમાં ચંદ્ર શુક્રની યુતિ જાતકને સ્ત્રીઓના વ્યવસાય જેવા કે કોસ્મેટિકસ રેડિમેઇડ ગાર્મેન્ટ્સ ઉપરાંત ફિલ્મ ટેલિવિઝન, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને ડેરીના ધંધામાં લાભ આપે છે. અગિયારમે આ યુતિ જાતકને જિંદગીમાં સુંદર સ્ત્રી મિત્રો આપે છે અને સ્ત્રીઓ દ્વારા ઘણા બધા લાભ અપાવે છે.
ચંદ્ર શુક્રની યુતિ ત્રીજા, છઠ્ઠા, આઠમા અને બારમા સ્થાનમાં વ્યક્તિને સ્વચ્છંદી છાકટો બનાવે છે. આ યુતિ આઠમા સ્થાનમાં જાતકને દારૂની લત લગાડે છે અને જાતીયતાનો અતિરેક કરાવે છે. બારમે ખોટો વ્યય કરાવે અને છઠે મોજશોખના ગાંડપણ પાછળ દેવું કરાવે છે. અલબત્ત આ તમામ બાબતોનો આધાર તમારી મૂળ કુંડળીની તાકાત કે નબળાઇ પર આધારિત છે. આથી જ્યારે પણ તમે કુંડળીનું નિરીક્ષણ કરો ત્યારે જ્યોતિષનાં તમામ પાસાઓનો ખૂબ જ તલસ્પર્શી અભ્યાસ કરવો અને ત્યારબાદ નિર્ણય કરશો તો જાતક માટે તે ન્યાયિક પ્રક્રિયા ગણાશે.
તમારી કુંડળીમાં રહેલા યોગોથી જાણો તમારૂ મૃત્યું કેવી રીતે થશે...!
મૃત્યુ થવાનાં અનેક કારણો છે. દા.ત. કુદરતી મોત. આના માટે ૮મે જે ગ્રહ હોય તે તપાસવો જોઇએ, કારણ કે ૮માનો સ્વામી તથા તંદુરસ્તીનો સ્વામી એકબીજા સાથે પાપદ્રષ્ટિમાં આવે ત્યારે મૃત્યુ થાય છે
૬ઠ્ઠે શનિ હોય તો અથવા ૮મે શનિ હોય તો કંઇક લખાણ અને કંટાળા ભરેલાં વર્ષો જુના રોગથી અને માંદગીથી મોત થાય અને જે રાશિનો શનિ હોય તો તે રાશિવાળા શરીરના ભાગ પર તેને લગતું દર્દ થાય. જો ઉપર પ્રમાણે મંગળ હોય તો ગંભીર તાવથી મૃત્યુ નીપજે.
જો શુક્ર પાપદ્રષ્ટિમાં સામેલ થયેલો હોય તો દગા-ફટકાથી મૃત્યુ થાય અથવા દગાથી ઝેર પિવડાવવામાં આવે. શનિ પાણીની રાશિમાં હોય તો ડૂબવાથી મરણ થાય. કેન્દ્ર રાશિ મેષ-કર્ક-તુલા ને મકર એમાં શનિ હોય તો ઘર પડવાથી દબાઇને કે ગૂંગળાઇને મરે અને જો એ રાશિમાંની કોઇ ૪થા ભુવને હોય ને પાપદ્રષ્ટિ થતી હોય તો ધરતીકંપથી મોત થાય.
એ બાબત સત્ય હકીકત છે કે, જે વખતે જે થવાનું હોય છે તેને કોઇ રોકી શકતું જ નથી. મૃત્યુ થવાનાં અનેક કારણો છે. દા.ત. કુદરતી મોત- સાધારણ કુદરતી મૃત્યુ માટે તંદુરસ્તીનો સ્વામી અને આઠમાનો સ્વામી અથવા ૮મે જે ગ્રહ હોય તે તપાસવો જોઇએ, કારણ કે ૮માનો સ્વામી તથા તંદુરસ્તીનો સ્વામી ડાયરેકશનથી એકબીજા સાથે પાપદ્રષ્ટિમાં આવે ત્યારે મૃત્યુ થાય છે અથવા તો તંદુરસ્તીનો સ્વામી અને ૮મે રહેલો ગ્રહ પાપ દ્રષ્ટિમાં આવે તો મૃત્યુ થાય. એવી પાપદ્રષ્ટિ વખતે કોઇ શુભ ગ્રહ શુભ દ્રષ્ટિ કરતો હોય તો બચાવ પણ શક્ય બને છે. મૃત્યુનું કારણ દુ:ખ હોય તો ૬ઠ્ઠા સ્થાન પ્રમાણે હોવું જોઇએ.
૬ઠ્ઠે શનિ હોય તો અથવા ૮મે શનિ હોય તો કંઇક લખાણ અને કંટાળા ભરેલાં વર્ષો જુના રોગથી અને માંદગીથી મોત થાય અને જે રાશિનો શનિ હોય તો તે રાશિવાળા શરીરના ભાગ પર તેને લગતું દર્દ થાય. જો ઉપર પ્રમાણે મંગળ હોય તો ગંભીર તાવથી મૃત્યુ નીપજે. જો ઉપર મુજબ શુક્ર ૮મે ભુવને હોય તો ઘણી જ શાંતિથી કાંઇ પણ દુ:ખ દર્દ વગર આસાનીથી સુખપૂર્વક મૃત્યુ શરણ થાય.
સ્ત્રીની કુંડળીમાં જો સૂર્ય એ જ રીતે હોય તો મૃત્યુ ઘણી સખત બીમારીથી કે લાંબા દર્દથી થાય. ઉપરની બાબતો સાથે ૪થું ભુવન પણ જોવું જરૂરી બની રહે છે તથા ખાસ કરીને ૪થાનો સ્વામી જોવો જોઇએ. કારણ કે એ ભુવન જ અંત સમયનું છે. માટે છેલ્લી પળે મરનાર કેવી હાલતે મરશે તે એ ઉપરથી જણાય છે. મૃત્યુનો વખત જાણવાનું ખાસ કરીને ડાયરેકશન પર જ રહેલું છે. ડાયરેકશન જન્મ પછીના દર વર્ષનું ગણવું જોઇએ અને તેમ કરતાં જે વર્ષમાં તંદુરસ્તીનો સ્વામી જ્યારે ૮માના સ્વામી અથવા આઠમે રહેલ ગ્રહ સાથે પાપદ્રષ્ટિમાં આવે તે વખતે ડાયરેકશન જે જાતનું કાઢવું હોય તેની ચાલના પ્રમાણે સમય ગણવો. તેવે વખતે શુભગ્રહ તંદુરસ્તીના સ્વામીને શુભદ્રષ્ટિ કરતો હોય તો મૃત્યુ થશે નહીં અને ગંભીર માંદગી થશે ને બચી જશે. એવે વખતે ગોચર જોવાથી તંદુરસ્તીના સ્વામીને શુભદ્રષ્ટિ થતાં બચાવ થાય.
તંદુરસ્તીના સ્વામી કરતાં હર્ષલ-મંગળ-શનિ એ ત્રણે ગ્રહોમાંથી કોઇ બળવાન થઇને પાપદ્રષ્ટિથી તંદુરસ્તીના સ્વામીને અથવા ૮માના સ્વામીને અસર કરતો હોય તો હોનારતથી મૃત્યુ થાય છે. એવે વખતે સૂર્ય ચંદ્ર એ બેને પાપીઓ પાપદ્રષ્ટિ કરતા હોય તેવે વખતે શનિ વૃષભ, સિંહ, વૃશ્વિક કે કુંભ રાશિમાં હોય તો ગળું દબાવવાથી, ગૂંગળાઇને અથવા ફાંસો ખાઇને કે ફાંસીએ જઇને મૃત્યુ થાય. જો શનિ મેષ, વૃષભ, સિંહ, ધન કે મકરમાં હોય તો જ જનાવરના ડંખથી મૃત્યુ થાય ને જો ગુરુ,એવે વખતે શનિની પાપદ્રષ્ટિમાં પોતે પણ પડેલો હોય તો જાહેરમાં મૃત્યુ થાય અથવા કોઇ ન્યાયાધીશના હુકમથી મોત થાય.
શનિ વૃશ્વિક રાશિમાં એવી રીતે હોય તો સાપ કરડવાથી મૃત્યુ નીપજે. જો શુક્ર પાપદ્રષ્ટિમાં સામેલ થયેલો હોય તો દગા-ફટકાથી મૃત્યુ થાય અથવા દગાથી ઝેર પિવડાવવામાં આવે. શનિ પાણીની રાશિમાં હોય તો ડૂબવાથી મરણ થાય. કેન્દ્ર રાશિ મેષ-કર્ક-તુલા ને મકર એમાં શનિ હોય તો ઘર પડવાથી દબાઇને કે ગૂંગળાઇને મરે અને જો એ રાશિમાંની કોઇ ૪થા ભુવને હોય ને પાપદ્રષ્ટિ થતી હોય તો ધરતીકંપથી મોત થાય. મંગળ જો એ પ્રમાણે પાપદ્રષ્ટિ કરતો હોય તો કે તંદુરસ્તીના સ્વામી કરતાં ઉચ્ચનો કે બળવાન હોય તો અને તંદુરસ્તીના સ્વામી કે ૮માના સ્વામી કે જન્મલગ્નને પાપદ્રષ્ટિ કરતો હોય તો જખમ થવાથી-આગથી- ખૂન થવાથી, લડાઇથી મોત થાય છે. આવા મૃત્યુનો કારક મંગળ છે.
વૃષભ રાશિમાં મંગળ ગળું કપાવીને અથવા કાપી આપઘાત કરવાથી મૃત્યુ થાય છે. આતશી રાશિમાં અથવા મિથુન, કન્યા કે કુંભ કે ધનના અડધા ભાગમાં મંગળ હોય તો અને પાપદ્રષ્ટિ કરે તો માણસના હાથે ખૂન થાય કે આગથી કે ગમે તે રીતે લડાઇમાં મરે. જ્યારે સૂર્ય ચંદ્રની સામે બરાબર ૧૮ અંશે જન્મકાળે હોય તો જરૂર આગથી મૃત્યુ જાણવું, એવે વખતે દ્રષ્ટિમાં ગુરુ હોય તો ન્યાયાધીશના હુકમથી મૃત્યુ થાય.
હર્ષલ પાપદ્રષ્ટિ કરતો હોય તો દારૂગોળો ફૂટવાથી, વીજળી પડવાથી, રેલવે બસમાં એક્સિડન્ટથી અને ખાસ કરીને આપઘાતથી મૃત્યુ નીપજે. આવી રીતે નેપ્ચ્યૂન પાપ દ્રષ્ટિમાં હોય તો અફીણ ખાવાથી-દવાનું ઝેર ચઢવાથી કે એવા કોઇ કારણસર મૃત્યુ નીપજે. કોઇ પણ નિર્ણય કરતી વખતે સંપૂર્ણ બારીક અભ્યાસ કર્યા પછી જ અંતિમ નિર્ણય પર આવવું જરૂરી.
આ ગ્રહની કમાલથી તમને લાગી શકે છે સટ્ટો-લોટરી
લાભ સ્થાનમાં શુભ ગ્રહ હોય તો સન્માર્ગેથી ધન આવે છે, પરંતુ પાપ ગ્રહ હોય તો દુમૉર્ગ કે ખોટા રસ્તાથી ધન આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં રાહુને રહસ્યમય ગ્રહ કહ્યો છે. સટ્ટો-લોટરી-ભ્રષ્ટાચાર અને અનીતિના રસ્તેથી પૈસો જ્યારે સરળતાથી આવવા લાગે ત્યારે સમજવું કે આ કમાલ અવશ્ય રાહુની જ છે.
જ્યોતિષમાં એવું કહેવાય છે કે અશુભ ગ્રહો જે સ્થાનમાં બેસે તે સ્થાનનું ફળ બગાડે છે, પરંતુ મહાન ઋષિ પારાશર કહે છે કે, ‘ત્રિ ષઢ આય’ અથૉત્ ત્રીજા, છઠ્ઠા અને અગિયારમા સ્થાનમાં જો પાપ ગ્રહો બેસે તો સારું ફળ આપે છે. ગ્રહ સારાવલી અને અન્ય ગ્રંથોમાં સ્પષ્ટ લખ્યું છે કે લાભ સ્થાનમાં રાહુ અતિ શ્રેષ્ઠ ફળ આપે છે. લાભ સ્થાન વિશે મંત્રેશ્વર નીચે પ્રમાણે કહે છે.
‘આયસ્થ: શુભખેચર: શુભ ધનં પાપસ્તુ પાપાર્જિત’અથૉત્ લાભ સ્થાનમાં શુભ ગ્રહ હોય તો સન્માર્ગેથી ધન આવે છે, પરંતુ પાપ ગ્રહ હોય તો દુમૉર્ગ કે ખોટા રસ્તાથી ધન આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં રાહુને રહસ્યમય ગ્રહ કહ્યો છે. સટ્ટો-લોટરી-ભ્રષ્ટાચાર અને અનીતિના રસ્તેથી પૈસો જ્યારે સરળતાથી આવવા લાગે ત્યારે સમજવું કે આ કમાલ અવશ્ય રાહુની જ છે. ખાસ કરીને રાહુ લાભ સ્થાનમાં હોય ત્યારે બે નંબરી આવકના બાદશાહ બનવામાં જરાપણ વાર લાગતી નથી.
જન્મકુંડળીના લાભ સ્થાન પરથી મોટા ભાઇ, અનૈતિક માર્ગ દ્વારા આર્થિક લાભ, મોટર વાહનનું સુખ, સંપત્તિ, ઐશ્વર્ય, પ્રશંસા, શુભ વિચાર, તર્ક, પંડિતાઇ અને અણધાર્યા લાભ વિશે વિચારી શકાય છે. જન્મકુંડળીના લાભ સ્થાનમાં રાહુ હોય અને સટ્ટા-અનીતિના માર્ગેથી બે નંબરી આવક મેળવી હોય તેવાં ઉદાહરણ અહીં સમજાવ્યાં છે.
હિન્દુસ્તાનના ક્રિકેટ ઈતિહાસમાં મેચ ફિક્સિંગમાં કેટલાક પ્રખ્યાત ક્રિકેટરોનાં નામ કુખ્યાત બન્યાં તેમાંના એક ક્રિક્રેટરની કુંડળી અહીં આપી છે. (કુંડળી-૧) અસંખ્ય સદીઓ ફટકારી ટીમના કેપ્ટન પદ સુધી પહોંચ્યા બાદ મેચ ફિક્સિંગનો સટ્ટો ખેલનાર અને છેવટે નામોશી મેળવી ગ્રાઉન્ડ અને ટીમની બહાર ફેંકાઇ ગયેલા આ ક્રિકેટવીરની કુંડળી જુઓ. લાભ સ્થાનમાં રાહુ, ચંદ્ર-મંગળ સાથે બિરાજમાન છે.
અહીં નીચે દોરેલી કુંડળી મહાનગરીના એક મટકા કિંગની છે.(કુંડળી-૨) મટકાના સટ્ટા પાછળ આખા ભારતને તેણે ઘેલું કર્યું અને પોતે અગણ્ય-નગણ્ય સંપત્તિના માલિક બની બેઠા. તેમની જન્મકુંડળીનું ધ્યાનથી નિરીક્ષણ કરો. લાભ સ્થાનમાં આવેલા રાહુએ તેમને બે નંબરી આવક દ્વારા માલામાલ કર્યા.
એક અન્ય કુંડળીનું નિરીક્ષણ કરો. (કુંડળી-૩) વૃશ્વિક લગ્નના માલિકની કુંડળીમાં રાહુ કન્યા રાશિમાં લાભ સ્થાને સ્થિત છે. દાણચોરી અને કસ્ટમ ચોરીમાં તેમનું નામ મોખરે હતું. સરકાર તેનાથી હેરાન-પરેશાન હતી અને ૬૦ના દાયકામાં તેનું નામ દાણચોરી બાબતે ઘરે ઘરે ચર્ચાતું હતું.
હવે તો દાણચોરીનો યુગ આથમી ગયો, પરંતુ તેમના સ્વર્ગવાસ બાદ હજુ પણ દીવ-દમણ-ગોવામાં તેમના વંશજો તેમની સંપત્તિ આરોગે અને ભોગવે છે. એકાદશ અથૉત્ ૧૧મા લાભ સ્થાનમાં રાહુ હોય તો અચાનક દ્રવ્ય પ્રાપ્તિ, લોટરી, ઘોડાની રેસ, લાંચ, ગેરકાયદેસર વસ્તુઓની હેરાફેરીથી લાભ આપે છે. અલબત્ત, જન્મકુંડળીમાં અન્ય ગ્રહોની સ્થિતિ, જાતકની મહાદશા અને સમગ્ર કુંડળીનું સૂક્ષ્મ અવલોકન કર્યા બાદ આવા તારણ પર આવવું હિતકર ગણાય.
Subscribe to:
Posts (Atom)