Tuesday, August 16, 2011
દરેક ઈચ્છા પૂરી થશે, ભગવાનની પસંદગીના ફૂલ ચઢાવો
Related Articles
* દરેક જાતનો ડર ભગવવા, આવતી પૂનમે હનુમાનને ફૂલ ચઢાવો
* ભગવાન માત્ર તેમને જ મળે છે જેમની પાસે આ સંપત્તિ...?
* સોમવારે શિવલિંગ પર કંઈ કામના માટે કયું ફૂલ ચઢાવશો?
હિન્દુ ધર્મમાં વિભિન્ન ધાર્મિક કર્મ-કાંડમાં ફૂલોનું વિશેષ મહત્વ છે. ધાર્મિક અનુષ્ઠાન, પૂજા, આરતી વગેરે કાર્ય ફૂલો વગર અધુરું માનવામાં આવે છે. ધર્મશાસ્ત્રો પ્રમાણે વિશેષ ફૂલોથી કયા ભગવાનની પૂજા કરવામાં આવે તો દરેક ઈચ્છા પૂરી કરી શકાય છે. કયા ભગવાનની પૂજા કયા ફૂલથી કરવી, તે વિશે અહીં સંક્ષિપ્તમાં જાણકારી આપવામાં આવી છે...
ગણેશઃ-
-ભગવાન ગણેશ પ્રથમ પૂજ્ય છે. તેમને પણ લાલ રંગના ફૂલ પ્રિય છે. લાલ રંગ મંગળનું પ્રતીક છે. ગણેશપૂજામાં તુલસી ચઢાવવી ન જોઈએ. દુર્વા અવશ્ય ચઢાવવા જોઈએ.
શિવઃ
-સફેદ રંગના ફૂલોથી શિવ ઝડપથી પ્રસન્ન થાય છે કારણ કે શિવ કલ્યાણના દેવતા છે. સફેદ રંગ શુભતાનું પ્રતીક છે. ભગવાન શિવને આંકડા અને ધતુરાંના ફૂલ અતિપ્રિય છે. તે સિવાય કમલગટ્ટા, કનેર, કુસુમ, કુશ પણ ચઢાવી શકાય. શિવને કેતકી અને કેવડાના ફૂલ ન ચઢાવવા જોઈએ.
સૂર્ય નારાયણઃ-
-સૂર્ય પ્રત્યક્ષ દેવતા છે. પૂજામાં સૂર્યને લાલ રંગના ફૂલ ચઢાવવાનું વિધાન છે. સૂર્યને લાલિમા પ્રિય છે. તેઓ તેજના પુંજ છે. લાલ રંગ તેજનું પ્રતીક છે. એટલે સૂર્ય પૂજામાં લાલ કરેણ, લાલ કમળ, કેસર કે પલાશના ફૂલ ચઢાવવા જોઈએ.
શ્રીકૃષ્ણઃ-
-પોતાના પ્રિય પુષ્પોનો ઉલ્લેખ મહાભારતમાં યુધિષ્ઠિર સાથે કરતા કહે છે કે, મને કુમુદ, કરવરી, ચણક, માલતી, નંદિક, પલાશ અને વનમાળાના ફૂલ પ્રિય છે.
ભગવતી ગૌરીઃ-
-શંકર ભગવાનને ચઢાવવામાં આવતા પુષ્પ માતા ભગવતીના પણ પ્રિય છે. તે સિવાય બેલા, સફેદ કમળ, પલાશ, ચંપાના ફૂલ પણ ચઢાવવામાં આવે છે.
દેવી લક્ષ્મીઃ-
-લક્ષ્મીને લાલ રંગ અને પીળા, દુર્ગાને લાલ અને સરસ્વતીને સફેદ રંગના ફૂલ અર્પિત કરવાની પરંપરા છે. લક્ષ્મી સૌભાગ્યનું પ્રતીક છે આથી તેમને લાલ રંગ પ્રિય છે. વિષ્ણુની પત્ની હોવાથી તે પીળા રંગના ફૂલોથી ઝડપી પ્રસન્ન થાય છે. દુર્ગા શક્તિનું પ્રતીક છે. લાલ રંગ શૌર્યનો રંગ છે. આથી તેઓ લાલ રંગના ફૂલોથી ઝડપી પ્રસન્ન થઈ જાય છે. સરસ્વતી જ્ઞાન અને સંગીતની દેવી છે. શુભતાનું પ્રતીક, તેમને સફેદ રંગના કમળ પુષ્પ અર્પિત કરવામાં આવે છે.
વિષ્ણુજીઃ-
-ભગવાન વિષ્ણુ પીતાંબરધારી છે. પીળો રંગ તેમને પ્રિય છે. સામાન્ય રીતે વિષ્ણુ પૂજામાં બધા રંગોના ફૂલ અર્પિત કરવામાં આવે છે, પરંતુ પીતાંબરપ્રિય હોવાને લીધે પીળા રંગના ફૂલ અર્પિત કરવાથી તે ઝડપી પ્રસન્ન થઈ જાય છે. કમળના ફૂલ પણ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. તેમને કમળ, મોલસિરી, જૂહી, કદમ્બ, કેવડા, ચમેલી, માલતી, વાસંતી, ચંપા, વૈજયંતિના ફૂલ વિશેષ પ્રિય છે.
કોઈપણ દેવતાની પૂજામાં કેતકીના ફૂલ ક્યારેય ન ચઢાવો.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment