Tuesday, August 16, 2011

આંગળીઓથી જાણી શકશો, કેટલુ રહેશે તમારું બેંક બેલેન્સ


Related Articles

* આ રેખા તમારા હાથમાં ના હોય એ જ સારૂ!
* હાથની આ રેખા રિતિક જેવું તેજ દિમાગ આપે છે
* તમારો અંગુઠો તમારો સ્વભાવ જણાવી દે છે

જ્યોતિષશાસ્ત્રમાં દરેક પ્રકારની સમસ્યાનું સમાધાન મળતું હોય છે. તેમાંય હસ્તરેખા જ્યોતિષથી તો કોઈપણ વ્યક્તિ આસાનીથી તેના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિશે જાણી શકે છે. હાથની રેખાઓ તો ખૂબ મોટો વિષય છે પણ હાની આંગળીઓ દ્વારા પણ વ્યક્તિના ભવિષ્ય વિશે જાણી શકાય છે.

હાથની આંગળીઓનો બેંક બેલેન્સ સાથે સીધો સંબંધ છે. ફક્ત આગંળીઓનું નિરીક્ષણ કરવાથી આપણે એ વાતનો અંદાજ લગાવી શકીએ છીએ કે ધનના મામલામાં વ્યક્તિનું જીવન કેવું રહેશે. તેમના નસીબમાં ધનનું સુખ હશે કે નહીં. ધન એકત્રિત કરવાની પ્રવૃત્તિ કેવી હશે. ધન કમાવવાની વૃત્તિ કેવી હશે.

- જો ટચલી આંગળી સૌથી પાતળી હોય તો નિશ્ચિત રુપથી વૃદ્ધા અવસ્થામાં પૈસાનો અભાવ વર્તાશે.

- જો આંગળીના આગળના ભાગમાં ટોચ વધારે હોય તો જીવનમાં વિલાસ વધે છે.

- જો દરેક આંગળીના મધ્ય ભાગમાં જગ્યા હોય તો તેના જીવનના અંત સુધી પૈસાનો અભાવ હોય છે.

- સીધી લીસ્સી અને પાતળી આંગળીઓવાળા પાસે ક્યારેય ધનની કમી નથી રહેતી.

- નાની આંગળી સામાન્યથી વધારે નાની હોય તો તેઓ કંજૂસ વૃત્તિ ધરાવનારા હોય છે.

- જેમની આંગળીનો આગળનો ભાગ તીક્ષ્ણ હોય તેઓ ખોટા સ્વપ્વનના મહેલોમાં રાચનારા હોય છે.

No comments:

Post a Comment