Tuesday, August 16, 2011

...એટલા માટે સવારે પૂજા-પાઠ પહેલા સ્નાન જરૂરી છે!



* એક મંત્ર જે આપનું જીવન બદલી શકે છે !
* પૂજા-પાઠ માટે કયો સમય વધુ શ્રેષ્ઠ ગણાય? કેમ ?
* મૃત્યુનાં એક વર્ષ બાદ પણ પિંડદાન કેમ કરવામાં આવે છે?

હિન્દુ ધર્મ પરંપરાઓમાં દેવ ઉપાસના કે ધાર્મિક કાર્યો કરતા પહેલા પવિત્રતાની દ્રષ્ટિએ સ્નાન કરવાનું મહત્વપૂર્ણ અને જરૂરી કામ માનવામાં આવ્યું છે. ખાસ કરીને જ્યારે સવારે દેવપૂજા પહેલા તીર્થ કે પવિત્ર જળથી સ્નાન કરવું તે ધર્મશાસ્ત્રોમાં પાપનાશક કહેવામાં આવ્યું છે.

પૂજા-પાઠ કરતા પહેલા સવારે સ્નાનના ધાર્મિક મહત્વની સાથે-સાથે વ્યાવહારિક અને વૈજ્ઞાનિક કારણ પણ છે. જે તનની સાથે મનને પણ સ્વસ્થ્ય રાખે છે. જાણો આ કારણ...

વાસ્તવમાં રાતના સમયે આરામ લેવાથી સૂતી વખતે શરીરના અલગ-અલગ અંગોથી દૂષિત પદાર્થો જેવા કે લાળ, પસીનો વગેરે નિકળે છે, જેનાથી શરીર અપવિત્ર થઈ જાય છે. એટલા માટે શરીરને સવારમાં સાફ કરવામાં ન આવે તો ગંદકીથી ત્વચાના છીદ્રો બંધ થાય છે અને સંક્રમણના રોગોનું કારણ બની શકે છે. તેના બચાવ માટે સવારે ઊઠતાની સાથે જ સ્નાન કરવું જરૂરી છે. જેનાથી ત્વચા સ્વસ્થ્ય અને શરીર ચુસ્ત બની રહે છે.

સવારે સ્નાન કરવાથી સ્વસ્થ તન, મન અને ખરાબ વિચારોથી દૂર રહી શકાય છે. મનના સારા વિચારોનો પ્રવેશ કરવાથી દરિદ્રતા, ખરાબ સપના, અનિષ્ઠ શક્તિઓથી પેદા થતા કુવિચારોનો પણ નાશ થાય છે. શાસ્ત્રોમાં આ માનસિક પાપોનો અંત કહેવામાં આવે છે. જો કે દેવ શક્તિ પણ તનની સાથે મનની પાવનતા અને સંયમ મુખ્ય માનવામાં આવ્યા છે, જે સવારે ઊઠતાની સાથે જ સ્નાનથી પ્રાપ્ત થાય છે.

કોઈ વિવશતાને લીધે સ્નાન કરવું શક્ય ન હોય તો શાસ્ત્રોમાં માથા ઉપર પાણી નાખ્યા વગર ભીના કપડાંથી શરીર લૂંછીને સ્નાન કરવું જોઈએ. જે કાયિક સ્નાનના નામે ઓળખી શકાય છે.

No comments:

Post a Comment