Tuesday, August 16, 2011
આજે બોળ ચોથનું વ્રત કરી પૂરી કરો બધી મનોકામનાઓ
Related Articles
* શિવ મંદિરે જાઓ તો સૌથી પહેલા કોની પૂજા કરશો અને કેમ?
* બુધવારનાં બોલો આ ગણેશ-લક્ષ્મી મંત્ર,અપાર બુદ્ધિ અને લક્ષ્મી મળશે
* ઘરમાં મંદિર ક્યાં મૂકવું? કોની પૂજા કરવી અને શું ન કરવું?
શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીને બહુલા ચતુર્થી કે બોળ ચોથના નામે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશનું નિમિત્ત વ્રત કરવામાં આવે છે. વર્ષની ચાર મુખ્ય ચતુર્થીઓમાંની આ એક ચોથ છે. ધર્મશાસ્ત્રોમાં બુધવારના સ્વામી ગણેશ છે એટલે આ વખતે બોળ ચોથનું વ્રત બુધવારે હોવાથી તેનું મહત્વ વધી જાય છે.
આવી રીતે કરો વ્રતઃ-
-આ દિવસે ચંદ્રનો ઉદય થાય ત્યાં સુધી બોળ ચોથનું વ્રત રાખવાનું મહત્વ છે. મહિલાઓ આ દિવસે વહેલા સ્નાન કરી પવિત્રતા સાથે ભગવાન ગણેશની આરાધના શરૂ કરે.
-ભગવાનની મૂર્તિ સામે વ્રતનો સંકલ્પ લે. ધૂપ, દીપ, ગંધ, પુષ્પ, પ્રસાદ વગેરે સોળ ઉપચારોથી શ્રીગણેશની પૂજા સંપન્ન કરે. સાંજે ચંદ્ર ઉદય થાય ત્યાં સુધી મૌન(શક્ય હોય તો) વ્રત રાખો.
-સાંજ પડે ત્યારે ફરીથી સ્નાન કરી તેની પૂજા વિધિથી ભગવાન ગણેશની ઉપાસના કરો. ત્યારબાદ ચંદ્ર ઉદય થાય ત્યારે શંખમાં દૂધ, દૂર્વા, સોપારી, અક્ષતથી ભગવાન શ્રીગણેશ, ચંદ્રદેવ તથા ચતુર્થી તિથિને અર્ધ્ય આપો. આ પ્રકારે બોળ ચોથ વ્રતનું પાલન કરો તેનાથી તમારી બધી જ મનોકામના પૂરી થવાની સાથે જ વ્રત કરનારે વ્યાવહારિક, માનસિક જીવન સાથે જોડાયેલ સંકટ, વિઘ્ન અને બાધાઓ સમૂળ નષ્ટ થઈ જાય છે. આ વ્રત સંતાનદાતા તથા એશ્વર્યને વધારનાર છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment