Tuesday, August 16, 2011

પ્રકૃતિનો કમાલ, આપણા દિલમાં હોય છે એક બેટરી...!


Related Articles

* પેટ, દાંત કે માથામાં... દરેક દર્દનો બેજોડ ઇલાજ છે દાદીમા પાસે
* સફળતા પ્રાપ્ત કરવા માટે આવશ્યક છે ઉત્તમ સ્વાસ્થ્ય !
* 6 વાતો થી જાણી શકશો,તમે કેટલાં સ્વસ્થ છો ?

આપણુ શરીરરૂપી યંત્ર એક મશીન છે, તો તેની ધમનીઓ તથા શિરાઓ તેની લાઈફલાઈન છે. આ લાઈફલાઈનમાં જીવનનો પ્રવાહ નિર્બાધ ગતિથી કરતું હોય તો તે છે હૃદય. હૃદય એક પમ્પની જેમ ગર્ભમાં 20મા અઠવાડિયાથી 120-160ની પ્રતિ મિનિટના રફતારથી ધડકવાનું શરૂ થઈ જાય છે અને જીવન પર્યન્ત 72 પ્રતિ મિનિટના દરથી વગર થાક્યે ધડકતું રહે છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે શું એવી કંઈ ઈશ્વરે આપેલી બેટરી છે, જે આ જન્મથી મૃત્યુ પર્યન્ત વગર ચાર્જ કર્યે ધડકવાની ઊર્જા પેદા કરે છે. જી હા, આપણા હૃદયમાં પણ સાઇનોઓરિકુલરનોડ નામની બેટરી છે. જે તેને જીવન પર્યન્ત ધડકવાની ઊર્જા આપે છે. જો કોઈ કારણે આ બેટરી બંધ થઈ જાય તો પછી બહારથી પેસમેકરના રૂપમાં બેટરી લગાવવી પડે છે.

આ પ્રકારે જો ખૂનની નળીઓમાં અડચણ આવી જાય કે નળી સાંકડી થઈ જાય તો જોખમ વધી જતું હોય છે. એવી સ્થિતિમાં દિલનો હુમલો થવાની સંભાવના વધી જાય છે. સ્ત્રીઓની સરખામણીએ પુરષોમાં હાર્ટ એટેકની સંભાવના વધુ રહેતી હોય છે, આથી પુરુષોએ સાવધાની રાખવાની વધુ રહે છે. આ કારણે સ્ત્રીઓમાં એચ.ડી.એલ.ની માત્ર 25 ટકા વધુ હોય છે.

એચ.ડી.એલ. હૃદયરોગનો બચાવ કરે છે. જો પરિવારના વડીલોને હૃદયરોગ થઈ રહ્યો હોય તો વારસાગત અસરથી પણ તેની સંભાવના રહેતી હોય છે. રક્તમાં સામાન્યથી વધુ લિપિડની માત્રા પણ હૃદય રોગોની સંભાવનાને વધારી દેતી હોય છે. ધૂમ્રપાન કરનારા વ્યક્તિમાં પણ હૃદયરોગની સંભાવના વધુ રહે છે.

ઉચ્ચ રક્તચાપ પણ હૃદયરોગની સંભાવનાવને વધારે છે. રક્તમાં શર્કરાની વધુ માત્રા પણ હૃદયરોગની સંભવાનાને વધારી દે છે. મેદસ્વીતા પણ હૃદયરોગોનું એક કારણ હોય છે. રક્તમાં લાઈપોપ્રોટીનની વધુ માત્રા પણ હૃદયરોગની ઉત્પતિનું કારણ બને છે. હૃદયરોગોથી બચાવ માટે આયુર્વેદમાં કેટલીક ઔષધિઓનું વર્ણન છે જે ઉચ્ચ રક્તચાપ સહિત હૃદયની માંસપેશીઓને મજબૂત કરે.

આ ઔષધિઓમાં અર્જુનની ક્ષાલ, જહરમોહરા, મોતીરિષ્ટી, હૃદયાર્નવ રસ વગેરે મુખ્ય હોય છે. રક્તચાપ-રક્ત શર્કરા તથા સંયમિત આહાર હૃદય રોગોની સંભાવનાને ઓછી કરે છે.

No comments:

Post a Comment