Tuesday, August 16, 2011

ઘરમાં મંદિર ક્યાં મૂકવું? કોની પૂજા કરવી અને શું ન કરવું?


Related Articles

* ઘરમાં ક્યારેય કોઇ વાતની તંગી નહી રહે, અપનાવો આ વાસ્તુ ટિપ્સ
* કાસ્મિક ચુંબક..ધન- દોલત અને સમૃદ્ધિને ખેંચીને લાવશે તમારી પાસે
* બુધવારે ગણેશના આ મંત્ર સ્તુતિથી ઘર પર થશે લક્ષ્મીવર્ષા

દરેક ઘરમાં પૂજાઘર ચોક્કસપણે હોય છે, પરંતુ ઘણાને પૂજા સ્થાન ક્યાં હોવું જોઈએ અને કંઈ દિશામાં હોવું જોઈએ તેનું જ્ઞાન ખૂબ જ ઓછું હોય છે. કેટલાક લોકો ખાલી પડેલી જગ્યાએ મંદિર તૈયાર કરાવે છે તો કેટલાક લોકો સુવિધાના અભાવે બેડરૂમમાં કે ડાયનિંગ રૂમમાં પૂજા ઘર તૈયાર કરાવે છે. પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કેટલાક નિયમો હોય છે તે પ્રમાણે મંદિર લગાવાવમાં આવે તો પૂજાનું યોગ્ય ફળ મળી શકે તથા પરિવાર પણ આનંદમય રહી શકે.

-ઘરમાં મંદિરનું નિર્માણ ઇશાન ખૂણામાં(ઉત્તર પૂર્વમાં) જ હોવું જોઇએ. મંદિર ચોક્કસ આધાર ઉપર મૂકવામાં આવેલું હોવું જોઇએ. મંદિરની નીચે ખાનું ન હોવું જોઇએ.

-જો મંદિર જમીનની ઉપર જ હોય તો વધારે સારું રહેશે. મંદિરની ઉપર ધજાનું ચિહ્ન ચોક્કસ લગાવવું. જો જગ્યા ન હોય તો ઘરની છત ઉપર ધજા લગાવવી.

-ઘરમાં એક જ શિવલિંગ હોવું જોઇએ. શિવલિંગ પથ્થર, આરસપહાણમાંથી બનેલું હોય તો સૌથી સારું રહેશે.

-આ સિવાય પારો, સ્ફટિક, સોનું ચાંદી વગેરેમાંથી બનેલા શિવલિંગની પણ પૂજા કરી શકાય છે. પરંતુ શિવલિંગ મજબૂત હોવું જોઇએ. લોખંડ, તાંબુ, પીત્તળના શિવલિંગની પૂજા ન કરવી.

-ઘરમાં મહાકાળી, મહાસરસ્વતી, મહાલક્ષ્મીના ફોટા આપ મૂકી શકો છો, પરંતુ તેની દરરોજ પૂજા થાય તે જરૂરી છે.

-મહાકાળી માતાને દર મંગળવારે 7 કે 11 લીલા લીંબુની માળા અવશ્ય પહેરાવવી. આ સિવાય ત્રણેય માતાને ગુલાબ અત્યંત પ્રિય છે, આથી ગુલાબના ફૂલોથી જ તેમની પૂજા કરવી જોઇએ.

-જો આપના ઘરમાં ઠાકોરજીની સેવા થતી હોય તો, તેમની સેવા એ પ્રકારે જ કરવી જે રીતે એક નાના બાળકની સેવા કરો છો.

-મંદિરની પવિત્રતા હંમેશા જાળવી રાખવી. પ્રયાસ કરવો કે મંદિરમાં કે તેની આસપાસ સુગંધિત વાતાવરણ રહે

No comments:

Post a Comment