Tuesday, August 16, 2011
શિવ મંદિરે જાઓ તો સૌથી પહેલા કોની પૂજા કરશો અને કેમ?
Related Articles
* શાસ્ત્રો અનુસાર આ પાંચ દેવતાઓનું પૂજન કેમ જરૂરી છે
* ઘરમાં તુલસીનો છોડ વાવવો કેમ જરૂરી છે?
* મંદિરમાં પૂજા વખતે નારિયેળ કેમ અર્પિત કરવામાં આવે છે?
કોઈપણ મંદિરમાં ભગવાનના હોવાની અનુભૂતિ કરી શકાય છે. ભગવાનની મૂર્તિ કે ફોટો જોઈને આપણુ મન શાંત થઈ જાય છે. દરેક વ્યક્તિ ભગવાનના મંદિરમાં અનેક પ્રકારની પ્રાર્થનાઓ અને સમસ્યાઓ લઈને આવે છે. ભગવાનની સામે સ્પષ્ટ રીતે પોતાના મનના ભાવોને પ્રગટ કરવાથી પણ મનને શાંતિ મળે છે અને બેચેની સમાપ્ત થઈ જાય છે.
શિવ મંદિરમાં જતા પહેલા ધ્યાન રાખવું કે સૌથી પહેલા કોનો પ્રણામ કરવું? બધા મંદિરોમાં મુખ્ય દ્વાર ઉપર શ્રીગણેશની મૂર્તિ કે કોઈ પ્રતીક ચિન્હ ચોક્કસ રહેતુ હોય છે. સૌથી પહેલા આ શ્રીગણેશને જ પ્રણામ કરો. શ્રીગણેશ પ્રથમ પૂજ્ય દેવતા માનવામાં આવ્યા છે. વેદ પુરાણ પ્રમાણે આ બાબતે અનેક કથાઓ પ્રચલિત છે. શિવજીએ ગણેશજીને પ્રથમ પૂજ્ય હોવાનું વરદાન આપ્યું છે. આ કારણે જ કોઈ માંગલિક કામ, પૂજા વગેરેમાં પણ પહેલા ગણેશજીની આરાધના કરવામાં આવે છે. કોઈપણ ભગવાનના મંદિરમાં જતા પહેલા ભગવાન ગણપતિનું સ્મરણ કરવું જોઈએ. તેનાથી તમારી બધી મનોકામના ઝડપથી પૂરી થાય છે અને બધા દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત બની રહે છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment