Tuesday, August 16, 2011

પ્રમોશન માટે રાશિ અનુસાર આ સરળ ટિપ્સ અજમાવો


આજે દરેક જણ પોતાનાં કાર્યક્ષેત્રમાં આગળ વધવા માંગે છે પરંતુ ઘણાં લોકો દિવસ રાત મહેનત કરીને પણ આગળ વધતા નથી. જો તમને તમારા કાર્યક્ષેત્રમાં પ્રમોશન જોઇતું હોય તો રાશિ અનુસાર ઉપાય કરો. આ ઉપાયોથી કાર્યક્ષેત્રમાં ઉન્નતિ મળશે.

મેષ (અ. લ. ઇ.) -

- મેષ રાશિવાળા પોતાની જાતિ અનુસાર પ્રમોશન માટે ભૈરવ મંદિરમાં સળગતા દીવામાં તેલ પુરાવવું જોઇએ.

વૃષભ (બ. વ. ઉ.) -

- કાર્યક્ષેત્રમાં પદોન્નતિ માટે આ રાશિનાં લોકો હનુમાનજીને સિંદુર અને ચમેલીનું તેલ અર્પણ કરો.

મિથુન (ક. છ. ઘ.) -

- મિથુન રાશિવાળાને પદોન્નતિ માટે કેળનાં ઝાડની પૂજા કરવી જોઇએ.

કર્ક (ડ. હ.) -

- કર્ક રાશિવાળા કુતરાને મીઠી રોટલી ખવડાવો.તેનાથી આ રાશિવાળાને કાર્યક્ષેત્રમાં પદોન્નતિ મળશે.

સિંહ (મ. ટ.)-

કાર્યક્ષેત્રમાં પદોન્નતિ માટે સિંહ રાશિનાં લોકો લક્ષ્મીજીનાં મંદિરમાં સૌભાગ્ય સામ્રગી એટલે કે સોળ શ્રૃંગારનું દાન કરો.

કન્યા (પ. ઠ. ણ.) -

જો કન્યા રાશિવાળા લીલા મગ ગાયને ખવડાવો તો કાર્યક્ષેત્રમાં પ્રમોશન થવાનાં યોગ બની રહ્યા છે.

તુલા (ર. ત.) -

- દુર્ગાજીને મંદિરમાં ચાંદીનું દાન કરો.

વૃશ્વિક (ન. ય.) -

જો તમારે પ્રમોશન જોઇએ તો તમે રોજ સૂર્યને જળ ચઢાવો.

ધન (ધ. ફ. ભ. ઢ.) -

- આ રાશિવાળાનાં કર્મનો સ્વામી બુધ હોય છે આ માટે આ રાશિવાળાને કિન્નરોને સોપારીનું દાન કરવું જોઇએ.

મકર(ખ. જ.) -

મકર રાશિવાળાને શુક્રવારે કન્યાને ભોજન કરાવો તથા સૌભાગ્ય સામ્રગી લક્ષ્મીજીનાં મંદિરમાં દાન કરો.

કુંભ (ગ. શ. ષ. સ.)

- પ્રમોશન માટે આ રાશિવાળાને દુર્ગાજીની પૂજા કરવી જોઇએ.

મીન (દ. ચ. ઝ. થ.) -

પીળી ગાયની સેવા કરવાથી મીન રાશિવાળાને પોતાનાં કાર્યક્ષેત્રમાં જલ્દી ઉન્નતિ થાય છે.

No comments:

Post a Comment