Tuesday, August 16, 2011
મૃત્યુનાં એક વર્ષ બાદ પણ પિંડદાન કેમ કરવામાં આવે છે?
Related Articles
* ખરાબ સપનુ જોયા પછી કોઇને જણાવી દેવું કે નહીં?
* આ સમયે ક્યારેય યોગાસન કે શ્રમવાળુ કામ ના કરતાં!
* શિવને જળ ચઢાવ્યા વગર પૂજા અધુરી મનાય છે, કારણ કે
હિંદુ સંસ્કૃતિમાં વ્યક્તિની હયાતી દરમિયાન તેના જીવનમાં અને જીવન બાદ પણ ઘણાં સંસ્કાર કરવામાં આવે છે.માણસ જન્મે તે પહેલાં ઘણાં પ્રકારની પરંપરાઓ નિભાવે છે, સંસ્કાર નિભાવે છે.
મૃત્યુનાં સમયે અને મર્યા બાદ તેર દિવસ સુધી પિંડદાન કરવામાં આવે છે.આખરે પુરા એક વર્ષ સુધી દર મહિને પિંડદાન કેમ કરવામાં આવે છે તેનાં પાછળ કયું કારણ છે, કેમ વર્ષભરનાં બારેય મહિના પિંડદાન કર્યા બાદ વરસી વાળવામાં આવે છે.
વાસ્તવમાં આ આપણાં શાસ્ત્રોમાં તેના માટે આખી વ્યવસ્થા કરવામાં આવી છે. કોઇનાં મૃત્યુ બાદ પિંડદાન કેમ કરવામાં આવે છે તેનો જવાબ કઠોપનિષેદ, ગરૂડ પુરાણ,અગ્નિ પુરાણ જેવાં ગ્રંથોમાં આપવામાં આવ્યા છે.ગરૂડ પુરાણમાં કહ્યા પ્રમાણે મૃત્યુ બાદ આત્મા યમપુરી માટે યાત્રા શરૂ કરે છે. ત્યાં તે 17 દિવસોમાં પહોંચે છે.
તેનાં પછી સતત તેને યમપુરીનાં ઉપનગરોમાં ફરવું પડે છે. આ રસ્તામાં 11 નગર આવે છે અને આ આખી યાત્રામાં તેને અન્ન- જળ ઉપલબ્ધ હોતાં નથી. મૃતાત્માનાં પુત્ર અને પરિજન તેને જે અર્પણ કરે છે તે જળ જ તેને મળે છે અને પિંડદાન કરે છે તે પિંડ જ તેને યમપુરીમાં ખાવામાં મળે છે. અગિયાર મહિનામાં સતત યાત્રા બાદ તે બારમાં મહિને યમરાજનાં દરબારમાં પહોંચે છે ત્યારે તેને એક વર્ષ પુરૂ થઇ ચુક્યુ હોય છે. યમરાજનાં સામે પહોંચ્યા બાદ તેને પોતાનાં કર્મો અનુસાર નર્કની યાતાના કે સ્વર્ગનું સુખ ભોગવવું પડે છે. આ કાર્યમાં જીવને શક્તિ મળી શકે, તે માટે બારમા મહિને વરસી વાળવામાં આવે છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment