Tuesday, August 16, 2011

ઘરમાં તુલસીનો છોડ વાવવો કેમ જરૂરી છે?


Related Articles

* મંદિરમાં પૂજા વખતે નારિયેળ કેમ અર્પિત કરવામાં આવે છે?
* પૂજા-પાઠ માટે કયો સમય વધુ શ્રેષ્ઠ ગણાય? કેમ ?
* મૃત્યુનાં એક વર્ષ બાદ પણ પિંડદાન કેમ કરવામાં આવે છે?

મોટાભાગના હિન્દુ ઘરોમાં તુલસીનો છોડ અવશ્ય જોવા મળે છે. ઘરમાં તુલસી રાખવાની પ્રથા હજારો વર્ષ જૂની છે. તુલસીને દેવીનું રૂપ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તુલસીનો છોડ જો ઘરમાં હોય તો ઘરના સભ્યો પર કોઇ ખરાબ દ્રષ્ટિ પ્રભાવ પાડી શકતી નથી અને અન્ય ખરાબ તત્વો ઘરથી દૂર જ રહે છે.

હાલ ભક્તિનો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે પૂજા પાઠમાં તુલસીદળનો ઘણો ઉપયોગ કરવામાં આવે છે. શિવજીને તુલસી દળ ચઢાવવાથી મનની બધી જ ઈચ્છાઓ પૂરી થતી હોય છે. જ્યારે હાલ ચોમાસામાં તુસલીના અનેક છોડ ઊગી નિકળતા હોય છે ત્યારે લોકો તેને પોતાના ઘરમાં લાવીને કૂંડામાં વાવતા પણ હોય છે અને તેની પૂજા પણ કરતા હોય છે.

આ તો વાત થઇ તુલસીના ધાર્મિક મહત્વની, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે તુલસી એક ઔષધિ છે. આયુર્વેદમાં તુલસીને સંજીવની જડીબુટ્ટી સમકક્ષ ગણાવવામાં આવે છે. તુલસીમાં અનેક એવા ગુણો છે જે મોટી-મોટી જટિલ બીમારીઓને દૂર કરવામાં મદદરુપ બને છે. તુલસીનો છોડ ઘરમાં હોય તો તેની સુગંધ વાતાવરણને પવિત્ર બનાવે છે અને હવામાંના બેક્ટેરિયાનો નાશ કરે છે.

તુલસીની સુવાસ શ્વાસ સંબંધિત રોગો સામે રક્ષણ આપે છે. સાથે જ દરરોજ તુલસીનું એક પાન ખાવામાં આવે તો ક્યારેય તાવ આવતો નથી અને આ પ્રકારના અન્ય રોગોથી પણ દૂર રહી શકાય છે. તુલસીના પાન ખાવાથી શરીરની રોગપ્રિકારક ક્ષમતામાં વધારો થાય છે.

No comments:

Post a Comment