Tuesday, August 16, 2011
કોઇપણ નવું કાર્ય કરતાં પહેલાં નાળિયેર ફોડવું કેમ જરૂરી છે?
Related Articles
* રાજાનો દુશ્મન તેમને આશ્રમ લઇ ગયો કારણ કે
* ગ્રહોથી જાણી શકાય છે કે છોકરી જન્મ લેશે કે છોકરો
* બેઠો માર હશે કે ઘા કે સોજો, દરેકને આઉટ કરી દેશે આ નુસખો
નાળિયેર ઉપરથી જેટલું કઠણ હોય છે અંદરથી તેટલું જ મુલાયમ હોય છે.નાળિયેરને શ્રીફળ પણ કહેવામાં આવે છે. પૂજામાં આપણે ભગવાન શ્રીફળ અર્પણ કરે છે.હિંદુ ધર્મમાં દરેક કાર્યને શુભ મુહૂર્તને જોઇને કરવામાં આવે છે તે સાથે મુહૂર્તનાં સમયે નાળિયેરને ફોડવો અને દીવો સળગાવવો એ આપણી પરંપરા છે.પરંતુ કોઇપણ કાર્યને શુભારંભ કરતાં પહેલાં નાળિયેર ફોડવું કેમ જરૂરી હોય છે?
વાસ્તવમાં તેનું કારણ છે કે અનિષ્ટ શક્તિઓનાં સંચાર પર અંકુશ લગાડવો અને તેને પ્રસન્ન કરવી. આ માટે પ્રથમ ત્યાં નાળિયેરને ફોડીને તે જગ્યા- સ્થાનનાં દેવોને આહવાન કરી ત્યાંની સ્થાનીય અનિષ્ટ શક્તિઓને નિયંત્રિત કરવા માટે તેમને પ્રાર્થના કરવામાં આવે છે. પ્રાર્થના દ્વારા સ્થાનીય દેવતાને આહવાન કરી તેમની કૃપા સ્વરૂપ નાળિયેરનાં પાણીનાં માધ્યમથી સ્થાન દેવતાની તરંગો દરેક દિશામાં ફેલાય છે અને તેનાંથી કાર્યસ્થળમાં પ્રવેશ કરનારી કષ્ટદાયી સ્પંદનોની ગતિ પર અંકુશ લગાડવો સંભવિત બને છે. માનવામાં આવે છે કે તેનાંથી આ પરિસરમાં સ્થાન-દેવતાની સુક્ષ્મ- તરંગોનું મંડલ તૈયાર થાય છે અને સમારોહ નિર્વિઘ્ને સંપન્ન થાય છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment