Tuesday, August 16, 2011

દરરોજ સવારે ગણેશનાં આ 12 નામ લો,દરેક ઇચ્છા પુરી થશે


હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને સફળતા આપનારા અને વિઘ્નોનો નાશ કરનારાં દેવતાનાં રૂપે પુજાય છે, તે બુદ્ધિનાં સ્વામી તરીકે પણ ઓળખાય છે. ભગવાન શિવનાં પુત્ર હોવાને કારણે તેમની મહિમા અને ઉપાસનાને બહુ જ મંગળકારી માનવામાં આવે છે તે સાથે દરેક કામ શરૂ કર્યા પહેલા તેમની પૂજા કરવામાં આવે છે.

આ કડીમાં શાસ્ત્રોમાં સવારની શરૂઆત શ્રી ગણેશનાં આ 12 વિશેષ નામ સ્મરણની સાથે કરવામાં આવે તો મનોરથપુર્તિ અને કાર્યસિદ્ધિ માટે બહુ જ શ્રેષ્ઠ ઉપાય છે.
જાણીએ આ નામ

गणपतिर्विघ्रराजो लम्बतुण्डो गजानन:।

द्वेमातुरश्च हेरम्ब एकदन्ती गणाधिप:।।

विनायकश्चारुकर्ण: पशुपालो भवात्मज:।

द्वाद्वशैतानि नामानि प्रातरुत्थाय य: पठेत्।।

સરળ અર્થ છે કે ગણપતિ, વિઘ્નરાજ, લંબતુણ્ડ, ગજાનન,દ્વૈમાતુર, હેરમ્બ, એકદન્ત, ગણાધિપતિ, વિનાયક, પશુપાલક, ભવાત્મજ આ 12 નામોને સવારે ઉઠીને બોલવાથી કે સ્મરણ કરવાથી મનગમતી દરેક ઇચ્છાઓ પુરી થાય છે.

યશાસંભવ સ્નાન કર્યા બાદ શ્રી ગણેશની મૂર્તિ કે તસ્વીર પર ચંદન, દુર્વા અર્પણ કરીને આ નામ લેવાય તો તે શ્રેષ્ઠ ફળદાયી માનવામાં આવે છે.

No comments:

Post a Comment