Tuesday, August 16, 2011
આ રીતે ઊંઘનારા લોકોનું હોય છે ગજબનું વ્યક્તિત્વ
Related Articles
* આ દેશી નુસખા..તમારા ઘરને વાઇરલ તાવથી દુર રાખશે
* આ ચમત્કારી મંત્રથી દુર થશે દરેક ગ્રહ દોષ
* ઘરેથી નીકળતાં સમયે આ મંત્રનો જાપ કરો
શું તમે જાણો છો કે આપણાં કુલ આયુષ્યમાં લગભગ 30 ટકા ભાગ તો આપણે ઊંઘવામાં જ પસાર કરી દઇએ છીએ.સારા સ્વાસ્થય અને લાંબા જીવન માટે જરૂરી છે કે આપણે દરરોજ પુરતી ઊંઘ લઇએ.ઊંઘ જેટલી સ્વાસ્થય માટે મહત્વની હોય છે તેટલું જ ઊંઘનું મહત્વ આપણા જ્યોતિષમાં પણ બતાવવામાં આવ્યું છે.
જ્યોતિષ અનુસાર કોઇ પણ વ્યક્તિની સુવાની રીતથી તેનો સ્વભાવ જાણી શકાય છે. દરેક લોકોની સુવાની રીત અલગ-અલગ હોય છે. અમુક લોકો પેટનાં બળે સુવે છે તો અમુક લોકો સીધા સુવે છે. અમુક લોકો સંકોચાઇને સુવે છે. દરેક વ્યક્તિની સુવાની રીત અલગ-અલગ હોય છે.
અમુક લોકોનું વ્યક્તિત્વ એટલું આકર્ષક હોય છે જે વ્યક્તિ માત્ર એક જ વાર તેને મળે છે તે જીવનભર તેને યાદ કરે છે.આવામાં બીજા લોકોને પ્રભાવિત કરવાની ગજબની તાકાત હોય છે. સામાન્ય રીતે આવાં લોકોની રીત એક જેવી જ હોય છે. આવાં લોકો સીધા સુવે છે જે લોકો ને સીધા સુવાની ટેવ હોય છે તે સારા સ્વભાવનાં હોય છે. આ પ્રકારનાં લક્ષણને શુભ માનવામાં આવે છે.જો તમને માત્ર સીધા સુઇને જ ઊંઘ આવતી હોય તો આ શુભ લક્ષણ છે.
આ લોકો માત્ર આત્મવિશ્વાસુ જ નહી આકર્ષક વ્યક્તિત્વનાં સ્વામી હોય છે. આ પ્રકારે ઊંઘનારા વ્યક્તિ કોઇપણ પ્રકારની સમસ્યાઓનું સમાધાન તરત જ કરી દે છે. ઘણી પરિસ્થિતિઓમાં અને અમુક લોકોનાં સંબંધમાં આ વાત અપવાદરૂપ છે.આવામાં શરીરનાં અન્ય લક્ષણોનો અભ્યાસ કરવો જરૂરી બને છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment