Tuesday, August 16, 2011
હળદરનાં પાણીનો ચમત્કાર, દુર થશે તમારાં ઘરેથી પૈસાની તંગી
* મંદિર જાઓ તો ચરણામૃત જરૂર લેજો, કેમ કે...!
* આ સમયે ક્યારેય યોગાસન કે શ્રમવાળુ કામ ના કરતાં!
* શિવને જળ ચઢાવ્યા વગર પૂજા અધુરી મનાય છે, કારણ કે
જે રીતે આ દિવસોમાં મોંઘવારી વધી રહી છે તે જોતાં એ પ્રતીત થાય છે કે આવનારા સમયમાં ભલે ને ગમે તેટલાં પૈસા કમાવીશું પણ તે ઓછાં જ પડશે.આવામાં કમાણીને વધારવા માટે બીજા અનેક રસ્તાઓ શોધવા પડશે.
પૈસાનાં સંબંધમાં એ વાત કહેવામાં આવે છે કે જે લોકોનાં નસીબ સારાં હોય છે તેમને અપાર ધનસંપત્તિ મળે છે નહીંતર પૈસાની તંગી ક્યારેય તમારો પીછો છોડતી નથી.
વાસ્તુ અનુસાર અમુક ઉપાય બતાવવામાં આવ્યા છે જેનાથી આર્થિક તંગીને દુર કરી શકાય છે. વાસ્તુ અનુસાર આપણાં આસપાસની નકારાત્મક ઊર્જાને દુર કરી દેવામાં આવે અને સકારાત્મક ઊર્જાને વધારે સક્રિય કરવામાં આવે તો નિશ્ચિત જ આપણાં ઘર-પરિવારમાં સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે.પરિવારનાં દરેક સભ્યોને પૈસા સાથે જોડાયેલી કોઇ તંગી રહેશે નહિ.
જો કોઇ વ્યક્તિનાં ઘરમાં કોઇ વાસ્તુ દોષ હશે તો તેને બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.આ ખરાબ પ્રભાવોથી બચવા માટે સંબંધિત વાસ્તુદોષોનું નિવારણ કરવું જોઇએ.
ધનની દેવી મહાલક્ષ્મીની કૃપા હોય તો જ પર્યાપ્ય ધન મળે છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરમાં હંમેશા સાફ-સફાઇ રાખવાની સાથે આ ઉપાય અપનાવો.
આ ઉપાયને અપનાવવાથી થોડા સમયમાં સકારાત્મક પરિણામ આવવા લાગશે. દરેક ગુરૂવારે પાણીમાં હળદર ઘોળીને આખાં ઘરમાં છંટકાવ કરો.
ધ્યાન રાખો કે ઘરનો કોઇ પણ ભાગ કે ખુણો છુટવો નાં જોઇએ.ઘરમાં કોઇપણ પ્રકારની ગંદકી નાં હોય, કોઇ પણ કરોળિયાનું જાળું ના હોય. હળદરનાં છંટકાવથી ઘર પવિત્ર થાય છે અને પોઝિટિવ એનર્જીમાં વધારો થાય છે.તેનાથી પરિવારનાં સભ્યોનું મનોબળ ઊંચુ થાય છે અને દરેક કાર્યને પુરી મહેનતની સાથે કરી શકે છે જેનાથી ચોકક્સ સફળતા મળે છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment