Tuesday, August 16, 2011

કેટલા પ્રકારના હોય છે મૃત્યુ? કેવી રીતે થાય છે પુનર્જન્મ?


Related Articles

* જ્યારે રૂપિયાની તંગી વર્તાઈ રહી હોય તો આ પ્રયોગ કરો
* જાણો ટોણા અને ટોટકાનું રહસ્ય, એક જ છે કે બંને જુદા?
* આ ઉપાયમાં છુપાયેલુ છે ધનવાન બનવાનું રહસ્ય

હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે જીવને વારંવાર જન્મ લેવો પડે છે. પોતાના પાછલા જન્મોના કર્મોનું ફળ તો તે નરકની યાતનાઓથી ભોગવે છે અને કેટલાક તેને પોતાના આગલા જન્મોમાં ભોગવે છે. આ બાબતે જ્યોતિષશાસ્ત્રોનો અલગ મત છે.

ગરુડ પુરાણ પ્રમાણે જીવ પહેલા શરીર છોડ્યા પછી પહેલા પોતાના કર્મો પ્રમાણે ફળ ભોગવે છે. તેને જુદાં-જુદાં પ્રકારની યાતનાઓ આપવામાં આવે છે. અનેક વર્ષો સુધી નરકની યાતનાઓ પછી તેને ફરીથી જન્મ આપવામાં આવે છે. તે પોતાના કર્મો પ્રમાણે જ સ્વર્ગ પણ મેળવે છે. અહીં સ્વર્ગના પણ અનેક ભાગ બતાવવામાં આવ્યા છે. જેમાંથી મધ્યમ શ્રેણી સ્વર્ગના અધિપતિ ઇન્દ્રને માનવામાં આવે છે.તેનાથી પણ ઉચ્ચુ સ્વર્ગ માનવામાં આવ્યા છે. સારા કર્મોને લીધે જીવોને અહીં સુખ ભોગવવા મળે છે. સુખ ભોગવ્યા પછી તેમની અવધિ સમાપ્ત થાય ત્યારે જીવ ફરીથી જન્મ લે છે. તો જ્યોતિષ શાસ્ત્રનો વિચાર થોડો વધુ તર્કસંગત અને વૈજ્ઞાનિક છે.

જ્યોતિષશાસ્ત્રમાં માનવામાં આવે છે કે કોઈપણ જીવ બીજો જન્મ ત્યારે લે છે જ્યારે તેનો પૂર્વ જન્મનું કર્મફળ અનુસાર ગ્રહદશા બને છે. ત્યારે તે જીવ પોતાની માતાના ગર્ભમાં આવે છે અને ફરી એવી જ રીતે મળતા આવતા નક્ષત્રમાં તે જન્મ લે છે. તેની અવધિ કોઈ નિશ્ચિત નથી હોતી. તેમાં અનેક સદીઓ પણ લાગે છે.

કેટલા પ્રકારની હોય છે મૃત્યુઃ-

ગ્રંથોએ મૃત્યુને પણ અલગ-અલગ માન્યું છે. આપણા કર્મો પ્રમાણે જ આપણને એવું મોત મળે છે. ગ્રંથોએ મૃત્યુના 101 પ્રકાર માન્યા છે. એમાંથી મુખ્ય છે ઈન્દ્રિય મૃત્યુ (ઇન્દ્રિયોનું કામ કરવું બંધ થઈ જવું જેમ કે કોમા), હત્યા, દુર્ઘટના, ક્રોધ, સ્વહત્યા (આત્મહત્યા) કામ, ક્રોધ, મોહ, કાળમૃત્યુ, કર્મ મૃત્યુ વગેરે મુખ્ય છે. આ મૃત્યુઓ વિશે વેદોની ત્રણ શાખાઓમાં ઉલ્લેખ મળે છે, કઠોપનિષદ, મૈત્રાયણી અને કપિષ્ઠાયમાં મળે છે.

No comments:

Post a Comment