Tuesday, August 16, 2011

જ્યારે સપનામાં કોઈ દેવી-દેવ કે ભગવાન દેખાય તો...


Related Articles

* આવાં લોકોનું દરેક સપનું પુરૂ થવા લાગે છે જેનાં હાથમાં..
* ખૂબ મહેનત કરતા હોવ તેવું સપનું જોયું તો મળશે અઢળક ધન
* જેમને આવું સપનું દેખાયું...તો સમજો કડકી શરૂ થશે!!

દરેક લોકોને મુશ્કેલ ઘડીએ જે યાદ આવે છે તે છે ભગવાન. સુખનાં દિવસોમાં ભલે ને માણસ ભગવાનને યાદ ના કરે પણ જેવી જ કોઇ મુશ્કેલ સમય આવે છે તરત જ દેવી-દેવનાં મંદિરોમાં જાય છે. મંદિર એ એક એવું સ્થાન છે કે જ્યાં મનને શાંતિ મળે છે અને ભગવાનનો સાક્ષાત અનુભુવ પ્રાપ્ત થાય છે.

ભગવાનનાં દર્શન કરવાની દરેકને ઇચ્છા હોય છે પણ પુણ્ય કર્મવાળાં લોકોને જ તે સૌભાગ્ય મળે છે. પ્રાચીન કાળમાં એવી ઘણી કથાઓ પ્રચલિત છે જેમાં માણસે કઠોર તપસ્યા કરીને ભગવાનનાં દર્શન પ્રાપ્ત કર્યા હોય.

આજે પણ તે સંભવ છે કઠોર તપસ્યા અને ધર્મ કર્મથી પ્રભુનાં દર્શન કરી શકીએ.શાસ્ત્રો અનુસાર ભગવાનનાં દર્શન કરવા માટે ઘણાં પ્રકારનાં પુણ્ય કર્મ કરવાં પડે છે. જે માણસ પુરી રીતે નિષ્પાપ હોય છે તેને દેવી – દેવતાનાં દર્શન અવશ્ય કરવાં પડે છે.

આજે ભગવાનનાં સાક્ષાત દર્શન તો અસંભવ જ છે પરંતુ સપનાઓમાં ઘણાં લોકો ભગવાનને જોવે છે તો અમુક લોકો સપનામાં મંદિર જોવા મળે છે. સપનામાં ભગવાન જોવું શુભ અને અશુભ બન્ને પ્રકારે ફળ આપે છે. ભગવાન કે મંદિરમાં દર્શન માત્રથી આપણાં ઘણાં જન્મોનાં પાપ ધોવાઇ જાય છે.

સપનામાં જો ભગવાન પ્રસન્ન મુદ્રામાં દેખાય તો સમજવું કે તમારા દરેક કાર્ય પુરા થશે અને ખુશીઓ મળશે.ખરાબ સમય દુર થઇ જશે.જો ભગવાન ગુસ્સામાં દેખાય તો તેને અર્થ છે કે તમારી સાથે ખરાબ કંઇ ખરાબ થવાનું છે કે તમારાથી કોઇ પાપ થઇ ગયું છે અને આ કારણથી તમારે કોઇક કારણસર સંકટ વેઠવું પડશે.


Related Articles:

આવાં લોકોનું દરેક સપનું પુરૂ થવા લાગે છે જેનાં હાથમાં..
ખૂબ મહેનત કરતા હોવ તેવું સપનું જોયું તો મળશે અઢળક ધન
જેમને આવું સપનું દેખાયું...તો સમજો કડકી શરૂ થશે!!
આવું સપનું ખરાબ પરિણામોનાં સંકેત આપે છે
આવું સપનું અપાર ધન અને સુખ- સમૃદ્ધિનો સંકેત આપે છે
એવું સપનું જોવા મળે તો...તમે જશો લાંબા પ્રવાસે!

Previous Story
જન્માષ્ટમીઃ શા માટે શ્રીકૃષ્ણ 16 કલાઓથી પૂર્ણ છે?

Next Story
બુધવારની ગણેશપૂજા દરેક કામમાં આપશે ખૂબ લાભ





No comments:

Post a Comment