Tuesday, August 16, 2011

બુધવારની ગણેશપૂજા દરેક કામમાં આપશે ખૂબ લાભ


Related Articles

* ઘરમાં મંદિર ક્યાં મૂકવું? કોની પૂજા કરવી અને શું ન કરવું?
* મંદિરમાં પૂજા વખતે નારિયેળ કેમ અર્પિત કરવામાં આવે છે?
* ...એટલા માટે સવારે પૂજા-પાઠ પહેલા સ્નાન જરૂરી છે!

ભગવાન ગણેશને જળ તત્વના દેવતા માનવામાં આવ્યા છે. શ્રાવણ મહિનામાં ચાતુર્માસ અને વર્ષાકાળના ચાર મહિનમાં મુખ્ય કાળ છે. આ પ્રકારે આ વિશેષ કાળમાં ભગવાન ગણેશની ઉપાસના કામના સિદ્ધિ દ્વારા સુખોનો દુષ્કાળ સમાપ્ત કરનારી માનવામાં આવે છે. જો સમયની કમી હોય તો અને પૂજાપાઠ ન કરી શકો તો નીચે બતાવેલ આસાન મંત્રો તથા સામગ્રીઓ દ્વારા કોઈપણ સ્ત્રી-પુરુષ ગણેશપૂજાથી કામના પૂર્તિ અને વિઘ્નોને દૂર કરી શકે છે...

-સવારે કે સાંજના સમયે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરી શ્રીગણેશની મૂર્તિ ઉપર જળ અર્પિત કરો.

-જળ સ્નાન પછી ભગવાન ગણેશને કંકુ, અબીર, ગુલાલ, અક્ષત, દૂર્વા, ફૂલ, મૌલી, જનેઉ, પાન સોપારી, લવિંગ, ઇલાયચી, નારિયળ અર્પિત કરી પૂજા કરો. દરેક વિશેષ પૂજા સામગ્રી સાથે જોડાયેલ મંત્રોની જાણકારી ન હોય તો નીચે આપેલ આઠ આસન ગણેશમંત્રો બોલીને પણ ચઢાવી શકો છો.

ॐ वक्रतुण्डाय नम:।

ॐ एकदंताय नम:।

ॐ महोदराय नम:।

ॐ गजाननाय नम:।

ॐ लम्बोदराय नम:।

ॐ विकटाय नम:।

ॐ विघ्रराजाय नम:।

ॐ विनायकाय नम:।

-પૂજા પછી ભગવાન ગણેશે દૂધના બનેલ મોદકનો નૈવધ લગાવી કોઈપણ સ્ત્રોતનો પાઠ કરો. શ્રીગણેશની ધૂપ, દીપ અને કર્પૂરથી આરતી કરો.

No comments:

Post a Comment