Wednesday, May 18, 2011

જાણો, ક્યાં ખર્ચાશે તમારું ધન?

ન્મકુંડળીનું બીજું ઘર કે સ્થાન તમારી આર્થિક સ્થિતિને દર્શાવે છે. તેનાથી પરિવારના સુખ તથા પૈતૃક સંપત્તિની જાણકારી મળે છે. બીજા ઘરમાં જે રાશિ હોય છે, તેનો સ્વામી દ્વિતીયેશ તરીકે ઓળખાય છે. તેને ધનેશ પણ કહેવામાં આવે છે.

* ધનેશ લગ્ન સ્થાનમાં હોય તો પરિવાર સાથે પ્રેમ જળવાઈ રહે છે, આર્થિક વ્યવહારમાં કુશળતા મળે છે.

* ધનેશ ધન સ્થાનમાં હોય તો પરિવારનો ઉત્કર્ષ થાય છે તથા આર્થિક સ્થિતિ હંમેશા સારી રહે છે.

* ધનેશ ત્રીજા સ્થાનમાં હોય તો ભાઈ-બહેનોની ઉન્નતિ તથા લેખન કાર્યથી આર્થિક લાભ મળે છે.

* ધનેશ ચોથા સ્થાનમાં હોય તો માતા-પિતાની મદદ હંમેશા મળતી રહે છે અને તેમનાથી લાભ પણ મળે છે. જીવન સુખ પૂર્વક વીતે છે.

* ધનેશ પાંચમા સ્થાનમાં હોય તો કલા દ્વારા ધનાર્જન થાય છે. સંતાન માટે સતત ખર્ચ કરવા પડે છે.

* ધનેશ છઠ્ઠા ઘરમાં હોય તો કમાયેલું ધન બીમારિઓમાં ખર્ચાય છે, અતિવિશ્વાસથી દગો મળે છે.

* ધનેશ સાતમા સ્થાનમાં હોય તો પતિ-પત્ની તથા ઘર માટે જ બધું ધન ખર્ચાતું રહે છે.

* ધનેશ આઠમા સ્થાનમાં હોય તો ખોટી રીતે એટલે કે અયોગ્ય માર્ગથી પૈસા કમાવવાની વૃત્તિ રહે છે તથા તેનાથી આરોપ-પ્રત્યારોપ લાગતા રહે છે.

* ધનેશ નવમા સ્થાનમાં હોય તો આર્થિક યોગ ઉત્તમ, વ્યવસાય માટે દૂરની યાત્રાના યોગ રચાય છે.

* ધનેશ દસમા સ્થાનમાં હોય તો નોકરીથી લાભ મળે છે અને પૈતૃક સંપત્તિ ભરપૂર મળે છે.

* ધનેશ અગિયારમાં સ્થાનમાં હોય તો મિત્ર-સંબંધિઓ દ્વારા સતત મદદ અને લાભ મળતો રહે છે.

* ધનેશ બારમા એટલે કે વ્યય ઘરમાં હોય તો બીમારી, કોર્ટ-કચેરીમાં સમગ્ર ધન ખર્ચાઈ જાય છે. દાન-ધર્મમાં પણ ખર્ચા થાય છે.

No comments:

Post a Comment