દિશા અને દશા પર વાસ્તુનો પ્રભાવ
તંત્રવાસ્તુ - વાસ્તુગુરુ સંતોષ
આપણું વાસ્તુશાસ્ત્ર એ દિશાઓ અને ઊર્જાનું શાસ્ત્ર છે. દિશા અને દશા આ બંને એકબીજાના પુરક છે. આપની દશા સારી હશે અને દિશાઓ ખરાબ હશે તો પણ જરૃરી ઊર્જા નહીં મળે. તેમજ દિશાઓ સારી હશે અને દશા ખરાબ હશે તો પણ સફળતા નહીં મળે. તેથી આ બંનેના સમન્વય કરીને તેનો ઉપયોગ કરીએ.
* પૂર્વ દિશાના સ્વામી સૂર્ય ભગવાન છે. આ દિશામાં પૂજાનું સ્થાન રાખવાથી ધન - ધાન્યમાં વધારો થાય છે.
* અગ્નિ દિશાનો સ્વામી શુક્ર છે. આ દિશામાં રસોડું હોવાથી દાંપત્ય જીવનમાં સુખ - શાંતિ મળે છે. લગ્નજીવન સફળ થાય છે.
* દક્ષિણ દિશાનો સ્વામી મંગળ છે. આ દિશામાં મુખ્ય વ્યક્તિ જેની ઊંમર પણ વધારે હોય તેનો બેડરૃમ બનાવવામાં આવે તો તેનું પ્રભુત્વ પરીવારમાં ખૂબ જ રહે છે. તંદુરસ્તી પણ સારી રહે છે.
* પશ્ચિમ દિશાના સ્વામી શનિ છે. આ દિશામાં સંડાસ બનાવાથી જીવનમાં સમૃદ્ધિ મળે છે.
* વાયવ્ય દિશાના સ્વામી ચંદ્રમાં છે. આ દિશામાં કુલર, એસી વગેરે રાખવું જોઈએ.
* ઉત્તર દિશાના સ્વામી બુધ અને કેતુ છે. આ દિશામાં બેઠકરૃમ તથા અભ્યાસ માટેનો સ્ટડીરૃમ બનાવાય.
* ઈશાન ખૂણાનો સ્વામી ગુરુ છે. આ દિશા, ખાલી, સ્વચ્છ રાખવા માટે યોગ્ય તથા પૂજાઘર પણ આ ખૂણામાં રાખવું જોઈએ.
* સૂર્ય બધા જીવોને જીવન આપે છે. બધી જ જરૃરી ઊર્જા પ્રકાશના સ્ત્રોત સૂર્યમાંથી મળે છે. આ કારણસર મકાનની બારીઓ પૂર્વ દિશામાં રાખવી ઉત્તમ છે. મકાનનું મુખ્ય પ્રવેશ દ્વાર પૂર્વ અથવા ઉત્તરમાં રાખવું જોઈએ. ખુલ્લી જગ્યા ઉત્તર - પૂર્વમાં અને પૂર્વમાં સર્વોત્તમ હોય છે.
* કુવો, હેન્ડપંપ, પાણીની ટાંકી, પૂર્વમાં, ઉત્તર - પૂર્વમાં હોવી જોઈએ અને અગાસી, સીલિંગ, પહેલો માળ પણ પૂર્વ, ઉત્તર કે દક્ષિણ પૂર્વમાં હોવા જોઈએ. વધારે જાડી દિવાલો પશ્ચિમમાં, દક્ષિણમાં અને નૈરૃત્યમાં હોવી જોઈએ. બારીઓ નૈરૃત્ય અથવા પૂર્વ કરતાં ઓછી હોવી જોઈએ.
* મકાનની ઊંચાઈ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં વધારે હોવી જોઈએ ત્રણ કે ચાર માળના મકાન કે ફ્લેટમાં અગાસી - છાઝલી અગ્નિમાં કે ઉત્તરમાં બનાવવી. બાલ્કની વાયવ્ય, ઉત્તર, પૂર્વ, ઈશાન ખૂણામાં વધારે રાખવી. દક્ષિણ અને પશ્ચિમમાં દરવાજા ન બનાવાય. દક્ષિણ પશ્ચિમની બારીઓ નાની અને પૂર્વ - ઉત્તર દિશાની બારીઓ મોટી બનાવવી.
* વાસ્તુશાસ્ત્રમાં પ્રકૃતિ અને પંચ મહાભૂતનો સંબંધ દિશાઓ સાથે જોડાયેલ છે. પ્રકૃતિની વિરૃદ્ધમાં ચાલવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માટે ગૃહસ્વામીને થોડું ઘણું દિશાઓનું જ્ઞાન હોવું જોઈએ. પંચ મહાભૂત એટલે અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ, આકાશ એમ પાંચ તત્ત્વ.
* પૂર્વ દિશા અગ્નિ તત્ત્વને બતાવે છે. તે સૂર્યના ઊગવાની દિશા છે અને પિતૃ સ્થાન દર્શાવે છે. આ દિશાને ઢાંકવાથી કે બંધ કરવાથી સૂર્યના કિરણો ઘરમાં પ્રવેશતા નથી. જેથી ઘણાં પ્રકારની બિમારીઓ ઉત્પન્ન થઈ શકે છે અને માન - સન્માનને હાનિ પહોંચે છે અને દેવુ ખૂબ જ વધી જાય છે. પિતૃઓના આશીર્વાદથી ગૃહસ્વામી વંચિત રહે છે. ઘરમાં માંગલિક કાર્યો થતા નથી. પૂર્વ દિશાને કોઈપણ સ્થિતિમાં દોષીત ન કરવી.
* ઉત્તર દિશા માતૃ ભાવ દર્શાવે છે. તે જળ તત્ત્વને બતાવે છે. ઉત્તર દિશામાં દક્ષિણ દિશા કરતા વધારે જગ્યા છોડવી જોઈએ. આ દિશા કુબેર અને ગણેશની દિશા છે. આ દિશાથી ધન - ધાન્યની પ્રાપ્તિ થાય છે. વિદ્યા, અધ્યયન, મનન - ચિંતન કે કોઈપણ જ્ઞાન સંબંધી કાર્ય ઉત્તર દિશા તરફ મુખ કરીને કરવાથી પૂર્ણ સફળતા મળે છે. ઉત્તરમુખી દ્વાર અને બારીઓ હોવાથી કુબેર અને ચંદ્રમાંની ગૃહસ્વામી પર સીધી અસર થાય છે.
* દક્ષિણ દિશા પૃથ્વી તત્ત્વની દિશા છે. તે યમરાજની દિશા છે. આ દિશા ધૈર્ય - ધીરજને દર્શાવે છે. આ દિશા સારી ઊર્જાનો નાશ કરે છે. દક્ષિણ દિશા દોષવાળી હોય તો શત્રુભયથી પીડા થાય છે. નવા રોગો થાય, દક્ષિણ દિશાને બંધ રાખવાથી શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. દક્ષિણનો દરવાજો અને બારીઓ બંધ રાખવાથી ખૂબ જ લાભ થાય છે.
* પશ્ચિમ દિશા વાયુતત્ત્વને સંતુલિત કરે છે. આ દિશાના દેવતા વાયુ છે. વાયુ ચંચળતા આપે છે. પશ્ચિમ દિશામાં દરવાજો હોવાથી ગૃહસ્વામી હંમેશા ચંચળ રહે છે. કોઈપણ કાર્યમાં પૂર્ણ સ્વતંત્રતા મળતી નથી. બાળકોના ભણતરમાં મુશ્કેલીઓ આવે છે. લક્ષ્મી ઘરમાં ટકતી નથી. ખૂબ જ મહેનત પછી સફળતા જોવા મળે છે.
* વાયવ્ય દિશા એટલે પશ્ચિમ - ઉત્તરનો ખૂણો. વાયવ્ય દિશા ઉત્તમ સ્વાસ્થ્ય અને શક્તિ આપે છે. આ દિશા ગૃહસ્વામીને વ્યવહારમાં પરિવર્તન લાવવાનું સૂચન કરે છે. વાયવ્ય દિશામાં દોષ હોવાથી મિત્ર પણ શત્રુ બની જાય છે.
* ઉત્તર - પૂર્વ એટલે ઈશાન ખૂણો તે જળ તત્ત્વને દર્શાવે છે. આ દિશા ઉત્તર પૂર્વ બંને દિશાઓ અને સૂર્યના મધ્યમાં હોવાને કારણે ઈશ્વરની જેમ પવિત્ર અને કલ્યાણકારી છે. બુદ્ધિ, જ્ઞાન, વિવેક, ધૈર્ય, સાહસમાં વૃદ્ધિ થાય છે. ઈશાન દિશામાં દોષ હોય તો ઘરમાં અનેક પ્રકારની તકલીફો આવે છે અને ગૃહસ્વામીની બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. ઘરમાં કંકાસ જેવું વાતાવરણ સર્જાય છે. ઈશાન દોષિત હોય તો પુત્ર સંતાન ઉત્પન્ન થવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અથવા મંદબુદ્ધિ અને લકવા જેવા રોગથી પીડાય છે. માટે જ વધારે ખુલ્લી જગ્યા આ દિશામાં રાખવી જોઈએ.
* દક્ષિણ પૂર્વ એટલે અગ્નિ ખૂણો તેના સ્વામી અગ્નિ દેવ છે. આ દિશા અગ્નિ તત્ત્વની દિશા છે. પૂર્વ તો સ્વામી સૂર્ય (વિષ્ણુ) અને દક્ષિણના સ્વામી મંગળ (પવન પુત્ર હનુમાન)ની મધ્યમાં આ દિશાનો સંબંધ ગૃહસ્વામીની પાચન શક્તિ દર્શાવે છે. અગ્નિ દિશામાં દોષ હોય તો પરિવારમાં સ્વાસ્થ્યની તકલીફ રહે છે અને તબિયત હંમેશા ખરાબ રહે છે. ઘરમાંથી રોગ જવાનું નામ નથી લેતો. અગ્નિ દિશામાં આગ સળગાવી તેને દોષમુક્ત કરી શકાય છે.
* નૈરૃત્ય કોણ એટલે દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેની દિશા. તે પૃથ્વી તત્ત્વને સંતુલિત કરે છે. તે ભય દર્શાવતી દિશા છે. શત્રુ ભયને નાશ કરવાવાળી આ દિશા ગૃહસ્વામીના ચરિત્ર અને મૃત્યુનો કારક પણ છે. નૈરૃત્ય કોણમાં દોષ હોય તો શત્રુઓનો ભય સતાવે છે. આ દિશાને ઊંચી અને વજનમાં ભારે અને બંધ રાખવી જોઈએ.
* ખુશખુશાલ જીવન માટે સ્ત્રીઓએ કેવી રીતે ભોજન બનાવવું તેની ઉપર પણ ખૂબ જ ધ્યાન આપવું જોઈએ. સ્ત્રીઓનું મુખ જમવાનું બનાવતી વખતે પૂર્વમાં હોવું જોઈએ. તેનાથી ભોજન સ્વાદિષ્ટ બને છે. ભોજન પૂર્વ દિશામાં બેસીને કરવાથી તંદુરસ્તી સારી રહે છે. ઘરની બધી જ અગ્નિવાળી વસ્તુઓ અગ્નિખૂણામાં રાખવાથી અકસ્માત ઓછા થાય છે અને સ્ત્રીઓને અગ્નિનો ભય રહેતો નથી.
* મકાનની પૂર્વ બાજુ પાણી નીકળતું હોય તો માન - સન્માનમાં વધારો થાય છે. પરિવારનું સુખ પ્રાપ્ત થાય છે અને ધન લાભ પણ થાય છે.
* મકાનના અગ્નિ દિશામાં પાણીનો ઢાળ હોવાથી અગ્નિનો ભય રહે છે. પરિવારમાં વાતાવરણ તંગ રહે છે. શત્રુઓની સંખ્યામાં વધારો થાય છે અને સ્ત્રીઓમાં બીમારી સૂચવે છે.
* મકાનની દક્ષિણ દિશામાં પાણીનો નિકાલ હોવાથી દુર્ઘટનાનો ભય રહે છે. ધન બચતું નથી તથા ખર્ચાઓ વધે છે.
* મકાનની નૈરૃત્ય દિશામાં પાણીનો નિકાલ હોય તો ઘરમાં અસાધ્ય રોગ ઉત્પન્ન થાય છે. ધન હાનિ અને ચોરી થવાની પૂરી શક્યતા રહે છે. માનસિક રોગ થાય છે.
* મકાનની વાયવ્ય દિશામાં પાણીનો નિકાલ થતો હોય તો માનસિક તણાવ વધે છે. શત્રુઓનો વધારો થાય છે. ધન - ધાન્યની તકલીફ રહ્યાં કરે છે.
* મકાનની ઉત્તર દિશામાં પાણીનો નિકાલ હોય તો ધાર્મિક કાર્યોમાં રૃચી વધે છે. ઘરમાં ધન - ધાન્યની વૃદ્ધિ થાય છે અને બધા જ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે.
* મકાનના ઈશાન ખૂણામાં પાણીનો નિકાલ હોય તો શુભ ફળ પ્રાપ્ત થાય છે. સંતાનમાં વૃદ્ધિ, બધી જ દિશાથી લાભ થાય, પુત્ર સંતાનું સ્વાસ્થ્ય જળવાય સાથે તે સફળ અને આજ્ઞાકારી પણ હોય છે.
વાસ્તુદોષનું નિવારણ
* નૈરૃત્ય દિશાની ચાર દિવાલો હંમેશા ૯૦ ઔંશના ખૂણે બનાવવી જોઈએ. જો આડી - અવળી હશે તો હંમેશા નુકસાન થશે.
* મકાનની ચારેય દિવાલના ખૂણા હંમેશા સાફ - સ્વચ્છ રાખવા. આ દિવાલો ઉપર કોઈ નવું બાંધકામ નહીં કરવું. અગ્નિ ખૂણાની દિવાલો ઉપર કોઈપણ બાંધકામ થાય તો ઘરની અંદર આગ લાગ લાગવાની અથવા ચોરી થાવાની શક્યતા રહે છે. તેવી જ રીતે વાયવ્ય ખૂણાને બંધ કરવાથી ઘરમાં માનસિક તકલીફ થાય છે. પરંતુ નૈરૃત્ય ખૂણો બંધ હોય તો ખૂબ જ લાભ થાય છે.
* મકાનના ઈશાન ખૂણામાં સીડી (પગથિયા) ગૃહસ્વામી માટે નુકસાનકારક છે. તે કોર્ટ કચેરી, દૂર્ઘટના અને આર્થિક સંકટનું કારણ બને છે. ઉત્તર પૂર્વને છોડીને સીડી બાકીની દિશામાં બનાવી શકાય.
* ઘરના ઉત્તર અથવા પૂર્વના રૃમમાં માત્ર નહાવા માટે બાથરૃમ બનાવી શકાય.
* ઘરમાં અશાંતિ રહેતી હોય અને નૈરૃત્ય ખૂણાનો દરવાજો હોય તો રોજ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો અને ભૈરવ અષ્ટક વાંચવાથી દોષ ઓછો થશે.
* બાથરૃમમાં ટાઈલ્સ અને દીવાલોનો રંગ ઓછો વાદળી, ગુલાબી, સફેદ અથવા વરિયાળી હોવો જોઈએ.
* ઈશાન ખૂણાનો દોષ હોય તો કપાળે કેશર અથવા હળદરનો ચાંદલો કરવો. કોઈ પણ કામ કરતાં પહેલાં ધોયેલા સ્વચ્છ કપડાં પહેરવા.
* પૂર્વ દિશાને શુભ બનાવવા માટે ગોળ તથા ભાત (ચોખા)ને વહેતા પાણીમાં પધરાવવા. લાલ કપડામાં ઘઉં બાંધીને દાનમાં આપવા. દર રવિવારે ભાત અને ગોળ બપોરે જમવામાં લેવા તથા પીપળાના ઝાડને પાણી ચડાવવું.
* બેડરૃમની અંદર નૈરૃત્ય દિશામાં રાધાક્રિષ્ન ભગવાનો ફોટો લગાડવો.
Share This
અગ્નિ ખૂણાઓના દોષ બાથરૂમ છે
ReplyDelete