હથેળીમાં ભાવિ
જેમના હાથમાં ચન્દ્ર અથવા ગુરુની સ્થિતિ વિશિષ્ટ હોય તેમને સૌંદર્ય, કલા અને અભિનયનાં ક્ષેત્રોમાં સફળતા મળે છે
કારકિર્દીની દૃષ્ટિએ બાળકો માટે શિક્ષણનું કયું ક્ષેત્ર યોગ્ય રહેશે, આ વાત પરત્વે માતા - પિતાનું ચિંતિત રહેવું એ સ્વાભાવિક છે. તેઓ પોતાનાં બાળકોને માટે યોગ્ય અને સાનુકૂળ ક્ષેત્રની પસંદગી તેના સામાન્ય જ્ઞાન, રુચિ, પાછલી પરીક્ષાઓનાં પરિણામ વગેરેને આધારે કરે છે. પરંતુ ક્યારેક ક્યારેક જોવામાં આવે છે કે આ સઘળું કરવા છતાં બાળક પસંદગીના ક્ષેત્રમાં ઉન્નતિ સાધી શકતું નથી. પછી આપણે બાળકને ભાગ્ય અને ભગવાનની મરજીના ભરોસે છોડી દઈ એક પ્રકારનો સંતોષ માનીએ છીએ, પરંતુ આવી સ્થિતિમાં હાથની રેખાઓ આપણને ઉપયોગી અને મદદરૃપ નીવડે છે. આંગળીઓના પ્રકાર તથા રેખાઓ અને હાથ પર વિદ્યમાન અન્ય ચિહ્નોની સ્થિતિઓના વિશ્લેષણને આધારે કોઈ પણ વ્યક્તિ પોતાને માટે કયું ક્ષેત્ર યોગ્ય રહેશે તેની જાણકારી મેળવી શકે છે.
* હાથ મુલાયમ, આંગળીઓ પાતળી અને બધાં ગ્રહ ઉન્નત હોય તો આવી વ્યક્તિ સાહિત્યકાર અથવા પત્રકાર બની શકે છે. તેથી આવી વ્યક્તિએ સાહિત્ય અથવા પત્રકારત્વના ક્ષેત્રની પસંદગી કરવી જોઈએ.
* જેની આંગળીઓ મોટી હોય છે તેની પ્રકૃતિ શાસક જેવી હોય છે. તેઓ બીજા પર શાસન ચલાવનારા હોય છે. તેનું મન લખવા - ભણવામાં મોટેભાગે ઓછું ચોંટે છે. આવાં બાળક જો કોઈ ટેકનિકલ લાઈન, એન્જિનિયરિંગ અથવા કમ્પ્યુટર શિક્ષણના ક્ષેત્રમાં પ્રવેશ લઈ લે તો તેને અધવચ્ચે છોડવાની નોબત આવી પડે છે તેથી આવાં બાળકોની કારકિર્દી માટે જમીન -મિલકત, દરજીકામ અથવા ખાવા-પીવાનો સામાન બનાવવાના ક્ષેત્રની પસંદગી કરવી જોઈએ.
* જેમના હાથમાં ચન્દ્ર અથવા ગુરુની સ્થિતિ વિશિષ્ટ હોય, તેમને સૌંદર્ય, કલા અને અભિનયનાં ક્ષેત્રોમાં સફળતા મળે છે. આ સિવાય તેઓ ઈન્ટિરિયર ડિઝાઈનિંગ જેવો અભ્યાસક્રમ પણ કરી શકે છે. તેના માટે જીવનરેખાનું ગોળાઈમાં હોવું જરૃરી નથી,પરંતુ એવું જોવામાં આવ્યું છે કે તેની કારકિર્દીમાં કોઈ ને કોઈ અડચણો આવતી જ રહે છે.
* મસ્તિષ્ક રેખાનો નિકાસ ગુરુ ગ્રહ પરથી હોય તો આવી વ્યક્તિની પ્રવૃત્તિ નાનપણથી જ શાસકીય હોય છે. આવા લોકો બૌદ્ધિક ત્રુટિઓ ઓછી કરે છે. મોટે ભાગે આવાં બાળક રાજનીતિમાં અથવા વિદેશમાંથી અર્થશાસ્ત્રનું શિક્ષણ અથવા એન્જિનિયરિંગના ક્ષેત્રમાં વિશેષ સફળતા મેળવતાં હોય છે, પરંતુ જો ગુરુ અને શનિ ઉન્નત હોય તો જ આ પ્રમાણેની સફળતા પ્રાપ્ત કરી શકે છે.
* મંગળ ઉન્નત હોય, જીવનરેખા ગોળ હોય અને ભાગ્યરેખા શનિના ક્ષેત્રમાંથી નીકળીને સીધી શનિના ઉપરી ક્ષેત્ર તરફ જાય તો આવા લોકોમાં મંગળના ગુણ વધુ આવી જાય છે અને તેમને સેના, જળસેના અથવા આવા પ્રકારના કોઈ અન્ય કાર્યમાં વધુ સફળતા મળે છે. તેઓ સાહસિક, લગનશીલ અને ગરમ સ્વભાવવાળા હોય છે.
* બુધની આંગળી લાંબી અને વાંકી હોય તથા બુધ ગ્રહ વધુ રેખાઓથી કાપકૂપવાળી ન હોય, ભાગ્યરેખા મોટી થઈ પાતળી હોય, ત્યારે આવાં લક્ષણ વ્યક્તિમાં વિશેષ બૌદ્ધિક ક્ષમતાનાં દ્યોતક હોય છે. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિક, રાજનેતા, વક્તા, સાહિત્યકાર, શોધકર્તા વગેરેના ગુણ હોય છે તેથી જેના હાથમાં આવાં લક્ષણ હોય તેમને કારકિર્દીમાં સફળતાને માટે વિજ્ઞાન, રાજનીતિ, સાહિત્ય અથવા સંશોધન ક્ષેત્રની પસંદગી કરવી જોઈએ.
* ચન્દ્ર અને બુધ ઉન્નત હોય તથા મસ્તિષ્ક રેખા સારી હોય તો આવા લોકોએ વકીલાત, પત્રકારત્વ અથવા સી.આઈ.ડી. જેવાં ક્ષેત્રો અપનાવવાં જોઈએ. પરંતુ આ ક્ષેત્રમાં સફળતાને માટે રેખાઓનું સશક્ત હોવું જરૃરી છે.
* જેની હૃદય અને માનસિક રેખાઓ પાસ - પાસે હોય તેમને એન્જિનિયરિંગને પોતાની કારકિર્દીનું ક્ષેત્ર બનાવવું જોઈએ.
આમ ગ્રહો અને રેખાઓના સમન્વયાત્મક વિશ્લેષણના આધાર પર બાળકોની કારકિર્દી નક્કી કરવી જોઈએ, કારણ કે તેમનું જીવન સફળ અને સુખમય બની શકે. જો માર્ગમાં કોઈ પણ પ્રકારની અડચણ આવે તો તેનું કારણ ગ્રહદોષ અથવા રેખાઓની વિકૃત સ્થિતિ હોય છે. આ દોષોમાંથી મુક્તિ મેળવવા માટે માટે પૂજા - પાઠ અને યોગ્ય ઉપાય કરવા જોઈએ.
No comments:
Post a Comment