Wednesday, May 4, 2011

અંકશાસ્ત્રનો વાસ્તુમાં ઉપયોગ

અંકશાસ્ત્ર

જયારે તમે કોઈ મકાન, જમીન, ફ્લેટ વગેરે ખરીદવાનું વિચારી રહ્યાં હો ત્યારે એક પ્રશ્ન જરૃર મનમાં ઉદ્ભવે છે કે અમુક અંકનું મકાન, પ્લોટ, ફ્લેટ મારા માટે શુભ હશે કે નહીં? અમુક શહેરમાં તેની ખરીદી કરવી અને ત્યાં રહેવું ફાયદાકારક હશે કે નહીં? આવા જુદાં-જુદાં પ્રકારના પ્રશ્ન મનમાં ઊઠે છે અને શંકા-કુશંકાઓ પેદા થાય છે. જોકે આ બધી જ સમસ્યાઓનું સમાધાન વાસ્તુ અને અંકશાસ્ત્ર દ્વારા મળે છે.

અંક અને તેની સાથે સંબંધિત ગ્રહ

અંક





ગ્રહ







સૂર્ય







ચંદ્ર







ગુરુ







હર્ષલ







બુધ







શુક્ર







વરુણ







શનિ







મંગળ

વાસ્તુશાસ્ત્રમાં આ અંકો અને ગ્રહોનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે, તેના જ્ઞાનના અભાવે વાસ્તુ અધૂરું રહી જાય છે. તમારી જે જન્મ તિથિ હોય છે તે અંક તમારો મૂળાંક કહેવાય છે. આ અંકનો અધિપતિ ગ્રહ તમને હંમેશાં પ્રભાવિત કરે છે.

ઉદાહરણ તરીકે ધારી લો કે તમારી જન્મ તારીખ ૨૬ છે તો ૨+૬=૮ તમારો જન્મ અંક થયો અને આ અંકનો અધિપતિ ગ્રહ શનિ છે. આ ગ્રહ તમારા જીવન પર સૌથી વધારે પ્રભાવ પાડશે, કારણ કે શનિ ગ્રહ તમારા જન્મતિથિના અંક ૮નો અધિપતિ ગ્રહ છે. વિભિન્ન પ્રકારના તરંગો ઉત્પન્ન કરવાને કારણે અંક એકબીજાના મિત્ર, સમ અથવા શત્રુ પણ હોય છે. વિભિન્ન ગ્રહ સાથે જોડાયેલ હોવાને કારણે અંકોના વિભિન્ન શુભ રંગ પણ હોય છે.

સૂર્યનો અંક-૧ મિત્ર અંક ૨, ૪, ૭ છે અને તેમનો શુભ રંગ સોનેરી, પીળો અને તાંબા જેવા રંગનો હોય છે.

ચંદ્રનો અંક-૨ મિત્ર અંક ૧, ૪, ૭ છે અને તેનો શુભ રંગ આછો અથવા ઘાટો લીલો, સફેદ અને ક્રીમ છે.

બૃહસ્પતિનો (ગુરુ) અંક-૩ મિત્ર અંક ૬, ૯ છે અને તેમનો શુભ રંગ પીળો, જાંબુડીયો અને ગુલાબી છે.

હર્ષલનો અંક-૪ મિત્ર અંક ૧, ૨, ૭ છે અને તેમનો શુભ રંગ સ્લેટિયા અને આછો નીલો છે.

બુધના અંક-૫ ના બધાં જ અંકો મિત્ર છે અને તેમનો શુભ રંગ સ્લેટિયા અને બધાં જ રંગોનો આછો શેડ છે.

શુક્રના અંક-૬ ના મિત્ર અંક ૩, ૬, ૭, ૯ છે અને તેમનો શુભ રંગ આછાથી લઈને ઘાટો લીલો તથા ગુલાબી છે.

શનિના અંક-૮ ના મિત્ર અંક ૧, ૩, ૫, ૬ છે અને તેનો શુભ રંગ ઘાટો સ્લેટિયા, કાળો, ઘાટો નીલો અને જાંબલી છે.

વરુણના અંક- ૭ના મિત્ર અંક ૨, ૧, ૪ છે અને તેમનો શુભ રંગ લીલો, પીળો અને સફેદ છે.

તમારા જન્મ અંકની જેમ જ ભવન (મકાન), ફ્લેટ, પ્લોટના નંબર અને જગ્યાના નામનો અંક જાણવા માટેનું કોષ્ટક આ પ્રમાણે છે.



અંગ્રેજી વર્ણમાળાના અક્ષરઅંક નિર્ધારણ

A, I, J, Q,Y







B, K, R







C, G, L,S







D, M, T







E, H, N, X







U, V, W







O, Z







F, P







જો તમારી જન્મ તારીખ ૧૨ હોય તો તમારો જન્મ મૂળાંક ૧+૨=૩ થશે. અને જો તમારો ફલેટ નંબર ૮૭ હોય તો ફ્લેટના નંબરનો મૂળાંક ૮+૭=૧૫, અને હવે ૧+૫=૬ થશે.

જો હવે તમારે દહેરાદૂનમાં ફ્લેટ લેવો હોય તો DEHRADUN

ના સ્પેલિંગનો મૂળાંક આ પ્રમાણે થશે ૪૫૫૨૧૪૬૫= ૪+૫+૫+૨+૧+૪+૬+૫=૩૨, ૩+૨=૫ થશે.

હવે તમારો મૂળાંક ૩ છે, ફ્લેટ નંબર ૬ છે અને દહેરાદૂન શહેરનો અંક ૫ છે તો ક્રમશઃ ફ્લેટ અને દહેરાદૂનના અંક ૬, ૫ તમારા જન્મ અંક ૩ના મિત્ર અંક છે, કારણ કે બૃહસ્પતિ (ગુરુ)ના અંક ૩ના મિત્ર અંક ૬ તથા ૯ છે અને બુધનો અંક ૫ના બધાં જ અંક મિત્ર હોય છે. તેથી આ દહેરાદૂનમાં આ ફ્લેટ લેવો શુભ રહેશે.

No comments:

Post a Comment