જોકોઈની જન્મપત્રિકામાં અશુભ સૂર્ય હોય તો તેમણે શું કરવું જોઈએ કે જેથી અશુભ સૂર્યનો પ્રભાવ નષ્ટ થઈને શુભફળની પ્રાપ્તિ થાય. અશુભ સૂર્યના જન્મકુંડળીમાં હોવાને કારણે તે જાતકના વિવાહ મોડેથી થાય છે.
ચહેરા પર તેજની ઉણપ રહે છે, મેનેજમેન્ટની સેવાઓમાં અસફળતા મળે છે. પિતા સાથે મેળ રહેતો નથી, હિંમત, સાહસની ઉણપ અનુભવાય છે. કોઈ પણ કાર્ય મોડેથી થાય છે અને તે જ નિરાશાનું કારણ બને છે.
શારીરિક સમસ્યા જેમ કે અંગો જકડાઈ જવા, મુખમાં વારંવાર થૂંક આવવું, સુસ્તી અને આળસપણું હોવું પણ એક કારણ હોય છે. જો આવી સ્થિતિ હોય તો સૂર્ય સાથે સંબંધિત ઉપાય કરવા જોઈએ. જે આ પ્રમાણે છે.
* સવાર સવારમાં કોઈ મીઠી એટલે કે ગળી વસ્તુ ખાઈને પાણી પીઓ.
* વહેતા જળમાં ગોળ પ્રવાહિત કરો.
* બે તાંબાના સિક્કા લઈને તેમાંથી એક વહેતા જળમાં વહાવો અને બીજો સિક્કો પોતાની પાસે રાખો.
* વહેતા જળમાં નવ બદામ વહાવવી પણ શુભ રહે છે.
* નાભિ પર દર રવિવારે શુદ્ધ કેસર ઘસીને લગાવો.
* લાલ રંગ, ઉનના વસ્ત્રો, લાકડાંની વસ્તુ, યથાશક્તિ સોનું, મસૂરની દાળ વગેરેનું દાન કરવું જોઈએ.
* કોઈ પણ વસ્તુનું દાન કરતાં પહેલાં તેને એક દિવસ માટે પોતાની પાસે રાખો.
Share This
No comments:
Post a Comment