કેટલીકવાર બાળક આર્ટ્સના ગ્રહો લઇને જન્મ્યું હોય પરંતુ માતા-પિતાઓ દેખાદેખી કે પોતાની ઇચ્છાઓ સંતોષવા માટે બાળકને સાયન્સમાં ધકેલે છે અને પરિણામે બાળક માનસિક ઉચાટ અનુભવતું જાય છે. બાળક કહી પણ શકતું નથી અને સહી પણ શકતું નથી.
બાળકની કુંડળીમાં પ્રથમ સ્થાન, પંચમ સ્થાન અને દસમ સ્થાનના માલિક સાથે શુક્રનો મેળાપ થતો હોય, ગુરુ, મંગળ કે શનિ ઉપર શુક્રની પૂર્ણ દ્રષ્ટિ હોય અથવા આ ગ્રહો શુક્ર સાથે યુતિથી જોડાયેલા હોય તો ચોક્કસ બાળક આર્ટ્સ લાઇનમાં પ્રગતિ કરી શકે છે.
ગુરુ+ શુક્ર, મંગળ+શુક્ર, શનિ+શુક્ર અથવા શુક્ર ઉચ્ચરાશિમાં તથા પંચમ સ્થાન સાથે જોડાયેલો હોય તો કોઇપણ કલામાં નિપુણ બની શકે. અભિનયના ક્ષેત્રમાં અથવા પ્રેસલાઇનમાં પણ શુક્ર, મંગળ અને ગુરુનો કોઇપણ રીતે મેળાપ થયેલો હોવો જોઇએ
સાયન્સ લાઇન માટે સૂર્ય, મંગળ, શનિ અને ગુરુ એમ ચાર ગ્રહોનું બળ મળવું જોઇએ. જેમની જન્મકુંડળીમાં સૂર્ય+મંગળ, મંગળ+શનિ, સૂર્ય+ગુરુ, શનિ+સૂર્ય હોય તેવાં બાળકો સાયન્સમાં સફળતા પ્રાપ્ત કરે છે.
બાળકોની કારકિર્દી માટે આજનાં માતા-પિતાઓ ખૂબ જ જાગૃત બનતાં જાય છે. આજકાલ શિક્ષણનો વ્યાપ વધતો જાય છે. ‘સા વિદ્યા યા વિમુક્તયે’ના બદલે આજકાલ ‘સા વિદ્યા યા અર્થપ્રાપ્તયે’ સૂત્ર સત્ય થતું દેખાય છે. આજકાલ આધ્યાત્મિકતાના બદલે ‘અર્થકરી’ વિદ્યા પાછળ જગત દોટ મૂકીને દોડી રહ્યું છે. સૌથી મહત્વનો પ્રશ્ન દરેક વાલી માટે એક જ હોય છે. અમારા બાળકને કઇ લાઇન લેવડાવવી.
કેટલીકવાર બાળક આર્ટ્સના ગ્રહો લઇને જન્મ્યું હોય પરંતુ માતા-પિતાઓ દેખાદેખી કે પોતાની ઇચ્છાઓ સંતોષવા માટે બાળકને સાયન્સમાં ધકેલે છે અને પરિણામે બાળક માનસિક ઉચાટ અનુભવતું જાય છે. બાળક કહી પણ શકતું નથી અને સહી પણ શકતું નથી. બાળકની દશા સૂડી વચ્ચે સોપારી જેવી બને છે. જ્યોતિષ એક માર્ગદર્શકનું કાર્ય કરે છે. કોઇ સારા જ્યોતિષીના કથાનુસાર બાળકની જન્મકુંડળીનો અભ્યાસ કરીને બાળકના ગ્રહોના આધારે તેનો નિર્ણય કરવો હિતાવહ છે. આજે આપણે આ વિષયની ચર્ચા કરીશું.
બાળકની કુંડળીમાં પ્રથમ સ્થાન, પંચમ સ્થાન અને દસમ સ્થાનના માલિક સાથે શુક્રનો મેળાપ થતો હોય, ગુરુ, મંગળ કે શનિ ઉપર શુક્રની પૂર્ણ દ્રષ્ટિ હોય અથવા આ ગ્રહો શુક્ર સાથે યુતિથી જોડાયેલા હોય તો ચોક્કસ બાળક આર્ટ્સ લાઇનમાં પ્રગતિ કરી શકે છે. ગુરુ+ શુક્ર, મંગળ+શુક્ર, શનિ+શુક્ર અથવા શુક્ર ઉચ્ચરાશિમાં તથા પંચમ સ્થાન સાથે જોડાયેલો હોય તો કોઇપણ કલામાં નિપુણ બની શકે. અભિનયના ક્ષેત્રમાં અથવા પ્રેસલાઇનમાં પણ શુક્ર, મંગળ અને ગુરુનો કોઇપણ રીતે મેળાપ થયેલો હોવો જોઇએ.
કોમર્સ લાઇન માટે બુધ અને ચંદ્રનું બળ બાળકને મળવું જોઇએ. બાળકની કુંડળીમાં બુધ પોતાની રાશિમાં અથવા ચંદ્ર કે ગુરુ સાથે યુતિ કરતો હોય તો તે બાળક કોમ્પ્યૂટર, ગણિત જેવા વિષયોમાં નપિુણ બનીને બેંકમાં કોર્પોરેટ ક્ષેત્રમાં સારી નામના મેળવી શકે છે. મોટાભાગના સી. એ. બનેલાની કુંડળીઓનો અભ્યાસ અમે કર્યો છે. દરેકની કુંડળીમાં બુધ બળવાન જોવા મળે છે.
સાયન્સ લાઇન માટે સૂર્ય, મંગળ, શનિ અને ગુરુ એમ ચાર ગ્રહોનું બળ મળવું જોઇએ. જેમની જન્મકુંડળીમાં સૂર્ય+મંગળ, મંગળ+શનિ, સૂર્ય+ગુરુ, શનિ+સૂર્ય હોય તેવાં બાળકો સાયન્સમાં સફળતા પ્રાપ્ત કરે છે. મોટાભાગના ડોક્ટરો, સર્જનો, એન્જિનિયરોની કુંડળીમાં આ યોગો જોવા મળે છે. જેના પ્રથમ સ્થાન સાથે સૂર્ય, મંગળ, શનિ અને આ ત્રણ ગ્રહોનો કોઇપણ રીતે મેળાપ થતો હોય તેઓ ડોક્ટરી લાઇનમાં સફળ થાય છે.
જેના સૂર્ય અને મંગળ ઉપર શનિની દ્રષ્ટિ હોય તેઓ સિવિલ એન્જિનિયર જેવા ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે. માટે કઇ લાઇન લેવી એનો નિર્ણય કરતાં પહેલાં બાળકની પસંદ, કયા વિષયોમાં તેના માકર્સ સૌથી વધુ આવે છે અને કયા ગ્રહો બળ આપે છે તેનું સંશોધન કરવાથી બાળક જરૂર પ્રગતિ કરી શકશે.
No comments:
Post a Comment