Wednesday, May 18, 2011

સરળ છતાં કારગર જ્યોતિષીય ઉપાયો

નુસખા

જેરીતે શરીરમાં કોઈ માંદગી હોય અને દવા કે અન્ય ઉપાય કરવામાં આવે છે તે જ રીતે જીવનમાં જ્યારે કોઈ કષ્ટ આવી પડે તો તેના ઉપાય કરવા પણ જરૃરી બની જાય છે. જ્યોતિષમાં આવા ઉપાયો વર્ણવવામાં આવ્યા છે જે જીવનના તમામ કષ્ટોમાંથી મુક્તિ અપાવીને સુખ પ્રાપ્ત કરાવશે.

* મોરનાં પીંછા ઘરમાં રાખવાથી સર્વત્ર સુખ - સન્માનની પ્રાપ્તિ થાય છે.

* લોઢાની વીંટી બનાવડાવી તેને કૃતિકા નક્ષત્રમાં પહેરવાથી પ્રેમ બાધા સમાપ્ત થઈ જાય છે.

* પુષ્પ નક્ષત્રમાં શંખપુષ્પીના મૂળને ચાંદીની ડબ્બીમાં ભરીને તેને ઘરની તિજોરીમાં મૂકવાથી ધનની ઓછપ કદી રહેતી નથી.

* ફટકડીનો ટુકડો કાળા કપડામાં બાંધી ગળામાં પહેરાવી દેવાથી બાળક સૂઈ જાય છે.

* આખી સોપારીને લાલ ચંદનના સાત દિવસો સુધી ડૂબાડી રાખી તે પછી તેને કાઢી લો. સૂકવીને થોડી - થોડી કાપીને ચૂસવાથી હેડકી દૂર થઈ જાય છે.

* હનુમનજીના મસ્તક પર લાગેલું સિંદૂર, એક લાલ મરચું, એક લોઢાની ખીલી, થોડાં કાળા આખાં અડદના દાણાં આ બધી વસ્તુને એક સફદે વસ્ત્રમાં બાંધીને આ કપડા પર કાળો દોરો લપેટી દેવો અને તેને પારણા પર બાંધી દેવું. બાળકને ભૂત, પિશાચ તથા સઘળી આસુરી શક્તિઓથી છૂટકારો મળી જશે.

* આંકડો, ધતૂરો, વડનું દૂધ, પીપળાનું મૂળ શમી (શીશમ), આંબા અને ગૂલમહોરનાં પાન એક માટીના નવા કળશમાં ભરીને તેમાં ગાયનું દૂધ, ઘી, મઠ્ઠો અને ગોમૂત્ર નાખવો. ચોખા, ચણા, મગ, ઘઉં, કાળા અને સફેદ તલ. સફેદ પીળા, સરસવ, તેમાં મધ નાખી આ માટીના કળ અને માટીના ઢાંકણથી ઢાંકી દઈને શનિવારની સંધ્યાકાળે પીપળાના મૂળની પાસે ખાડો ખોદી તેને જમીનમાં એક ફૂટ ઊંડે દાટી દેવું. અથવા તો આ પીપળાના વૃક્ષની નીચે કોઈ મંદિરમાં બેસીને ગાયના ઘીનો દીવો સળગાવીને અગરબત્તી સળગાવી

ઓમ નમો ભાસ્કરાય નમઃ કુરુ કુરુ સ્વાહા ।

મંત્રનો ૧૦૮ વખત જાપ કરવો.

* આ તંત્ર - મંત્ર સર્વ ગ્રહોની અનિષ્ટતાનો નાશક છે. તેથી કોઈપણ ગ્રહની ખરાબ દશામાં શનિવારના દિવસે જ સંધ્યાકાળે કરવામાં આવે અને ગ્રહ પીડિત વ્યક્તિ આ ક્રિયા પોતાના ઘરમાં જ કરે તો ઉત્તમ રહે છે.

* વૃક્ષનાં મૂળિયાં એકઠાં કરીને તે સમયે આ મૂળિયાં હાથ વડે જ તોડવા યા કોઈ અન્ય વ્યક્તિ પાસે તોડાવી મંગાવવો.

આ ક્રિયાથી સમસ્ત ગ્રહોનો ઉપદ્રવ નષ્ટ થઈ જશે અને મહાદરિદ્રતાનો નાશ થઈ જશે. રોગ, કષ્ટ, ઉપદ્રવ અને સઘળી, નિષ્ફળતાઓ નાશ પામશે. જીવતા રહીએ ત્યાં સુધી ગ્રહની પીડા સતાવશે નહીં. આ ક્રિયા ખૂબ જ સાત્વિક છે.

No comments:

Post a Comment