જ્યોતિષમાં માન્ય બાર રાશિઓને આધારે જન્મકુંડળીમાં બાર સ્થાન કે ઘરોની રચના કરવામાં આવી છે. દરેક ઘર મનુષ્ય જીવનની વિવિધ અવ્યવસ્થાઓ, વિવિધ ઘટનાઓને દર્શાવે છે. તેના વિશે વિસ્તારથી જાણીએ.
* પ્રથમ ઘરઃ આ ઘર કે સ્થાનને લગ્ન પણ કહેવાય છે. આ સ્થાનથી વ્યક્તિનું શારિરીક સ્વાસ્થ્ય, વાત-પિત્ત-કફ પ્રકૃત્તિ, ત્વચાનો રંગ, યશ-અપયશ, પૂર્વજ, સુખ-દુઃખ, આત્મવિશ્વાસ, અહંકાર, માનસિકતા વગેરેને જાણી શકાય છે.
* બીજુ ઘરઃ આ ઘરને ઘન સ્થાન પણ કહે છે. તેનાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ, પરિવારનું સુખ, ઘરની સ્થિતિ, જમણી આંખ, વાણી, જીભ, ખાન-પાન, પ્રાથમિક શિક્ષણ, સંપત્તિ વગેરે વિશે જાણી શકાય છે.
* ત્રીજુ ઘરઃ જેને પરાક્રમ સ્થાન કહે છે. તેનાથી જાતકના બળ, નાના ભાઈ-બહેન, નોકર-ચાકર, પરાક્રમ, ધૈર્ય, ગળું-ફેફસાં, હાથ-ખભા વગેરેનો વિચાર કરવામાં આવે છે.
* ચોથુ ઘરઃ તેને માતૃ સ્થાન પણ કહે છે. તેનાથી માતૃસુખ, ઘરનું સુખ, વાહન સુખ, બાગ-બગીચા, જમીન-મિલકત, મિત્ર, છાતી-પેટના રોગ, માનસિક સ્થિતિ વગેરેનો વિચાર કરવામાં આવે છે.
* પાંચમું ઘરઃ તેને સુત સ્થાન કહેવામાં આવે છે. તેનાથી સંતતિ, બાળકોને મળવાર સુખ, વિદ્યા, બુદ્ધિ, ઉચ્ચ શિક્ષણ, વિનય, દેશભક્તિ, પાચન શક્તિ, કલા, શાસ્ત્રોમાં રુચી, અચાનક ધનલાભ, પ્રેમ સંબંધોમાં યશ, નોકરી પરિવર્તન વગેરેનો વિચાર કરવામાં આવે છે.
* છઠ્ઠું ઘરઃ તેને શત્રુ અથવા રોગ સ્થાન પણ કે છે. તેનાથી જાતકના શત્રુ, રોગ, ભય, તણાવ, કલેશ, કેસ, મામા-માસીનું સુખ, નોકર-ચાકર, જનનાંગોના રોગ વગેરેનો વિચાર કરવામાં આવે છે.
* સાતમું ઘરઃ તે વિવાહ સુખ, શૈયા સુખ, જીવનસાથીનો સ્વભાવ, વહેપાર, ભાગીદારી, દૂરના પ્રવાસ એટલે કે વિદેશ યોગ, કોર્ટ કચેરી પ્રકરણમાં યશ-અપયશ વગેરેની જાણ આ સ્થાન પરથી થાય છે.
* આઠમું ઘરઃ આ ઘરને મૃત્યુ સ્થાન પણ કહે છે. તેનાથી આયુષ્ય નિર્ધારણ, દુઃખ, આર્થિક સ્થિતિ, માનસિક કલેશ, જનનાંગોના વિકાર, અચાનક આવનારા સંકટોનો ખ્યાલ આવે છે.
* નવમું ઘરઃ તેને ભાગ્ય સ્થાન પણ કહે છે. આ સ્થાન આધ્યાત્મિક પ્રગતિ, ભાગ્યોદય, બુદ્ધિમતા, ગુરુ, વિદેશ ગમન, લેખન, તીર્થાયાત્રા, ભાઈની પત્ની, બીજા વિવાહ વગેરે અંગે જણાવે છે.
* દસમું ઘરઃ તેને કર્મ સ્થાન પણ કહે છે. તેનાથી પદ-પ્રતિષ્ઠા, બોસ, સામાજિક સન્માન, કાર્ય ક્ષમતા, પિતૃ સુખ, નોકરી, વ્યવસાય, શાસનના લાભ, ઘુંટણનો દુઃખાવો, સાસુમા વગેરે વિશે વિચારવામાં આવે છે.
* અગિયારમું ઘરઃ તેને લાભ સ્થાન પણ કહે છે. તેનાથી મિત્ર, વહુ, જમાઈ, ભેટ-ઉપહાર, લાભ અને આવકની રીતો અંગે જાણવા મળે છે.
* બારમું ઘરઃ તેને વ્યય સ્થાન કહેવામાં આવે છે. તેનાથી કરજ, નુકસાન, પરદેશ ગમન, સન્યાસ, અનૈતિક આચરણ, વ્યસન, ગુપ્ત શત્રુ, શૈયા સુખ, જેલ યાત્રા, કોર્ટ કેસ વગેરે અંગે વિચાર કરવામાં આવે છે.
Share This
Hello,
ReplyDeleteI have some kundali realted question?
How can i ask you ?
Do you have any email where i can reach you ?
Thanks