Friday, April 15, 2011

ફિલ્ડની પસંદગીમાં મુશ્કેલી છે? સૌથી સફળ થવા કુંડળી જુઓ

* ો

આધુનિક સમયમાં યુવાનોની સામે સૌથી મોટી સમસ્યા કેરિયર પસંદ કરવાની હોય છે. આજે યુવાનોની સામે એટલા બધા વિકલ્પો છે કે તે સમજી જ નથી શકતો કે કયા ફિલ્ડમાં તને વધુ સફળતા મળશે. આવી વખતે જન્મ કુંડળી જોઈને જાણી શકાય છે કે કયું ફિલ્ડ તેમની માટે સૌથી શ્રેષ્ઠ છે. જન્મકુંડળીમાં નવમો ભાવ ત્રિકોણ સ્થાન છે જેના કારક દેવગુરુ બૃહસ્પતિ છે. આ ભાવ અભ્યાસમાં મહત્વકાંક્ષા અને ઉચ્ચ શિક્ષણને દર્શાવે છે.

ગણિતઃ-
ગણિતનો કારક ગ્રહ બુધનો સંબંધ જો જાતકના લગ્ન, લગ્નેશ અથવા લગ્ન નક્ષત્ર સાથે હોય છે તો જાતક ગણિતના વિષયમાં સફળ થાય છે. જેમાં કે—બેંક, એકાઉન્ટન્ટ્સ અને સીએ જેવા ક્ષેત્રમાં.

જીવવિજ્ઞાનઃ-
સૂર્યનું પાણી તત્વની રાશિમાં સ્થિર થવું છઠ્ઠા અને દસમા ભાવ-ભાવેશની વચ્ચે સંબંધ, સૂર્ય અને મંગળનો સંબંધ વગેરે ચિકિત્સા ક્ષેત્રમાં અભ્યાસનો કારક હોય છે. લગ્ન-લગ્નેશ અને દશમ-દશ્મેશનો સંબંધ અશ્વિની, મઘા અથવા મૂળ નક્ષત્ર સાથે હોય તો ચિકિત્સા ક્ષેત્રમાં સફળતા મળે છે.

કલા(આર્ટ્સ)-
પંચમ-પંચમેશ અને આ ભાવનો કારક ગુરુનું પીડીત થવું આર્ટ્સના ફિલ્ડમાં બાધક હોય છે. જેમની ઉપર ગ્રહોની શુભ દ્રષ્ટિ હોય તો આર્ટ્સનો અભ્યાસ કરવામાં સફળતા મળે છે.

વાણિજ્ય(કોમર્સ)--
કુંડળીમાં લગ્ન-લગ્નેશનો સંબંધ બુધની સાથે-સાથે ગુરુ સાથે પણ હોય તો જાતક વાણિજ્ય ફિલ્ડમાં અભ્યાસ સફળતા પૂર્વક કરે છે.

એન્જિનિયંરીંગઃ-
જન્મ, નવાંશ, અથવા ચંદ્રલગ્ન સાથે, મંગળ ચતુર્થ સ્થાને હોય, તો ચતુર્થેશ મંગળની રાશિમાં સ્થિર હોય તો જાતક એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. તેની સાથે જ મંગળ ચતુર્થ ભાવ અથવા ચુતર્થેશ ઉપર દ્રષ્ટિ હોય અથવા ચતુર્થેશની સાથે યુતિ હોય તો જાતક આ ફિલ્ડમાં પોતાનું કેરિયર બનાવે છે.

No comments:

Post a Comment