*
જો તમારા કામ સમયસર પુરા ના થતા હોય, કરેલ કામનું પુરેપુરૂ ફળ ના મળતું હોય અથવા મુશ્કેલીઓ તમારી પાછળ જ રહેતી હોય તો તેનો મતલબ તમારી કુંડળીમાં દોષ છે.
જન્મ કુંડળીમાં બાર ઘર હોય છે.દરેક ગ્રહનો વિશેષ પ્રભાવ હોય છે. આ ઘરોમા આવનારી રાશિ અને ગ્રહ આપણા જીવનથી લઇ મૃત્યુ સુધી અસર કરે છે.
જ્યોતિષમાં નવ ગ્રહોને બાર રાશિઁઓનો સ્વામી બનાવવામાં આવે છે. આ નવ ગ્રહોને આરસપરસના શત્રુઓ અને મિત્રો બતાવવામાં આવ્યા છે.આ રાશિ અને ગ્રહો મળીને જ કુંડળીમાં અશુભ અને શુભ યોગ બનાવે છે.
જયોરતશ અનુસાર દોષ ઘણા પ્રકારનાં હોય છે.વિશેષ દોષો માટે વિશેષ પૂજા કરવામાં આવે છે,જયારે નાના પણ અશુભ ફળના નિવારણ માટે અહીં કેટલાક ઉપાયો આપવામાં આવ્યા છે,
જેનાથી સંકટ અને મુશ્કેલીઓ દુર થાય છે.
કુંડળી દોષ મટાડવાના ઉપાય
- શિવ ઉપાસના કરો
- સોમવારનું વ્રત કરો
- ભગવાન શિવને ચાંદીનો નાગ અર્પણ કરવો.
- બિલીપત્રોની 108 આહુતિઓ આપવી
-તમારા ઇષ્ટ દેવતાની પૂજા કરવી.
- કુળ દેવી- દેવતાઓની પૂજા કરવી.
- પિતૃ દોષ દુર કરવા માટે પિતૃ પૂજા કે તર્પણ કરવું.
No comments:
Post a Comment