આપણે ત્યાં ગુજરાતમાં દારુબંદી છે તેમ છતાં...પીને વાલો કો પીને કા બહાના ચાહીએ...ની જેમ દારુ પીવાનો મોકો કેટલાક યુવાનો જવા દેતા નથી. આજના યુવાનો માટે આ એક ટ્રેન્ડ બની ગયો છે.
છૂપાઈ છૂપાઈને છાના-માના મિત્રો સાથે દારુની ઘૂંટ પીતા યુવાનોને હવે સાવધાન થવાની જરૂર છે કે જો તેઓ દારુ પીને જૂઠું બોલશે કે હું દારુ પીતો નથી તેમ કહશે, તો તેમને પકડાઈ જવાના ચાન્સ છે. ભલે શોખથી કે ચાન્સ મળતા પીતા હોવ પણ તમારી કુંડળીથી જાણી શકાય છે કે તમે દારુ પીવો છો કે તમે ભવિષ્યમાં દારુ પી શકો છો. જો આજની યુવતીઓ જો પહેલેથી તમારી કુંડળી વિશે જાણી લેશે તો તમને સ્પષ્ટ શબ્દોમાં ના પાડતા પણ વાર નહીં કરે.
દારૂની લતથી શારીરિક નુકસાન થાય છે તે તો આપણે જાણીએ છીએ. પણ ક્યારેક તે સ્વાસ્થ્યને પણ ઘણું નુકસાન પહોંચાડી શકે છે.
કોણ દારુ પીવે છે? કોને દારુની લત છે કોણ દારુની લતમાં ફસાઇને ધન-સંપત્તિ, બધુ જ બરબાદ કરી શકે છે? એવા બધું જ જ્યોતિષશાસ્ત્ર અને કુંડળીથી જાણી શકાય છે.
-જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે વ્યક્તિની કુંડળીમાં રાહુ નીચ હોય અને શનિ તથા ચંદ્રમાની યુતિ હોય. આ પ્રકારે લગ્ન, દ્વિતિયા, બારમા ભાવ ઉપર નીચ સૂર્ય, શુક્ર અને રાહુનો પ્રભાવ હોય તો તે વ્યક્તિ દારુ કે અન્ય કોઈ નશાનો ગુલામ હોઈ શકે છે.
-કુંડળીના બીજા ભાવમાં શનિ કે રાહુનો પ્રભાવ હોય. લગ્નમાં શુક્રની સ્થિતિ હોય તો તે વ્યક્તિ દારુ કે અન્ય માદક પદાર્થોના નશામાં ડૂબેલો રહે છે.
-રાહુ મંગળની યુતિ તથા શનિ-કેતૂની યુતિ જાતકને દારુનો આદતી બનાવી દે છે.
-કુંડળીમાં નવમા ભાવમાં નીચનો શનિ કે રાહુ હોય તો જાતક દારુપ્રેમી હોય છે.
-પ્રથમ, દ્વિતિય, તૃતીય, કર્મ કે ભાગ્ય સ્થાનનો શનિ હોય અને રાહુ, મંગળની યુતિ હોય તો વ્યક્તિ પોતાની સંપત્તિ વેચીને પોતાની દારુની લતને પૂરી કરે છે.
No comments:
Post a Comment