Friday, April 15, 2011

કુંડળીના બાર ભાગોમાં વહેચાયેલું છે આપણું જીવન

દરેકની કુંડળી બાર ખાનાઓનું એક ચક્ર છે જેમાં આપણું જીવન ઉલઝેલું છે. આ બાર ભાગોમાં ગ્રહોની સ્થિતિ જ આપણું ભાગ્ય બનાવે છે. કુંડળીના બધા જ બાર ભાગોનો અલગ-અલગ પ્રભાવ પડે છે. આ બાર ખાનાઓમાં જુદાં-જુદાં ગ્રહો સ્થાન પામે છે અને વ્યક્તિને શુભ કે અશુભ ફળ પ્રદાન કરે છે. જાણો કયાં ભાવમાં ગ્રહો કેવું ફળ આપે છે.1- કુંળીનો પ્રથમ ભાવ અર્થાત લગ્નનો તનુ કહેવામાં આવે છે. આ ભાવથી વ્યક્તિનું સ્વરૂપ, જાતિ, આયુ, વિવેક, મગજ, સુખ-દુઃખ બાબતે વિચાર કરવામાં આવે છે. આ ભાવનો સ્વામી સૂર્ય છે.2- દ્વિતીય ભાવને ધનનો ભાવ માનવામાં આવે છે. આ ઘરનો સ્વામી ગુરુ ગ્રહ છે. ધન ભાવથી આપણો અવાજ, સૌંદર્ય, આંખ, નાક, કાન, પ્રેમ, કુળ, મિત્ર, સુખ વગેરે બાબતો ઉપર વિચાર કરવામાં આવે છે.

3- તૃતીય ભાવ સહજ ભાવ કહેવામાં આવે છે. તેને સ્વામી મંગળ છે આ ભાવ પરાક્રમ, કર્મ, સાહસ, ધૈર્ય, શૌર્ય, નોકર, દમ બીમારી વગેરે ઉપર વિચાર કરવામાં આવે છે.

4- ચતુર્થ ભાવને સુહૃદ ભાવ કહેવાય છે. તેને સ્વામી ચંદ્ર છે. આ ભાવથી સુખ, ઘર, ગ્રામ, મકાન, સંપત્તિ, બાગ-બચીચા, માતા-પિતાનું સુખ, પેટના રોગો વગેરે ઉપર વિચાર કરવામાં આવે છે.5- પાંચમા ભાવનો પુત્ર ભાવ કહેવામાં આવે છે તેનો સ્વામી ગુરુ છે. આ ભાવથી બુદ્ધિ, વિદ્યા, સંતાન, મામાનું સુખ, ધન મળવાનો ઉપાય, નોકરી વગેરે ઉપર વિચાર કરવામાં આવે છે.6- છઠ્ઠા ભાવને રિપુ ભાવ કહેવામાં આવે છે. તેનો સ્વામી મંગળ ગ્રહ છે. આ ભાવથી શત્રુ, ચિંતા, સંદેહ, મામાની સ્થિતિ, યશ, દર્દ, બીમારીઓ વગેરે ઉપર વિચારે કરવામાં આવે છે.

7- સાતમા ભાવને સ્ત્રી કે જાયા ભાવ કહેવામાં આવે છે. આ ભાવથી સ્ત્રી, મૃત્યુ, કામની ઈચ્છા, સહવાસ, વિવાહ, સ્વાસ્થ્ય, જનેન્દ્રિય, અંગ વિભાગ, વ્યવસાય, બવાસીર વગેરે ઉપર વિચાર કરવામાં આવે છે.8- અષ્ટમ ભાવને આયુ ભાવ કહેવામાં આવે છે. આ ભાવનો સ્વામી શનિ છે. આ ભાવથી વ્યક્તિની આયુ ઉપર વિચાર કરવામાં આવે છે. સાથે જ જીવન, મૃત્યુનું કારણ, ચિંતા, ગુપ્ત રોગોની બાબતો ઉપર વિચાર કરવામાં આવે છે.

9- નવમા ભાવને ધર્મ કહેવામાં આવે છે તેનો સ્વામી ગુરુ છે. આ ભાવથી ધર્મ-કર્મ, વિદ્યા, તપ, ભક્તિ, તીર્થ-યાત્રા, દાન, વિચાર, ભાગ્યોદય, પિતાનું સુખ વગેરે ઉપર વિચાર કરવામાં આવે છે.10- દશમા ભાવને કર્મ ભાવ કહેવામાં આવે છે તેનો સ્વામી બુધ છે. આ ભાવથી કર્મ, અધિકાર, નેતૃત્વ, ક્ષમતા, એશ્વર્ય, યશ, માન-સન્માન, નોકરી વગેરે ઉપર વિચારા કરવામાં આવે છે.

11- અગિયારમો ભાવ લાભનો ભાવ કહેવામાં આવે છે. તેનો સ્વામી ગુરુ ગ્રહ છે. તેના દ્વારા સંપત્તિ, એશ્વર્ય, માંગલિક પ્રસંગો, વાહન વગેરે ઉપર વિચાર કરવામાં આવે છે.12- બારમા ભાવને વ્યય ભાવ કહેવામાં આવે છે. તેનો સ્વામી શનિ છ. તેનાથી દંડ, વ્યય, હાનિ, રોગ, દાન, બાહ્ય સંબંધ વગેરે ઉપર વિચાર કરવામાં આવે છે.

No comments:

Post a Comment