*
કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં તેના અને તેના પરિવારના સભ્યોનું મૃત્યુ લખાયેલું હોય છે. કુંડળી દ્વારા મૃત્યુનું પણ જ્ઞાન મેળવી શકાય છે. માતા-પિતાનું માન સન્માન કરનારા ક્યારેય પણ નહીં ઈચ્છે કે તેમના શિરે માતા-પિતાનો આશીર્વાદ ના રહે. નસીબ પ્રમાણે મૃત્યુ તો હર કોઈનું આવવાનું છે. એવામાં માતા-પિતાના મૃત્યુની જાણકારી મળે તો..
- જો કોઈ રાશિમાં ચર રાશિમાં શનિ,મંગળથી યુત હોય તો પિતાનું મોત પરદેશમાં થઈ શકે છે.
- જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્રમાં આઠમી રાશિમાં કે નવમી રાશિમાં હોય તો સપ્તમમાં સમસ્ત પાપ ગ્રહ હોય તો માતા સહિત એ વ્યક્તિનું મૃત્યુ થવાના યોગ રહે છે.
- જો કોઈ વ્યક્તિની કુંડળીમાં જન્મકાળમાં પાપ ગ્રહ પ્રથમ, અષ્ટમ, સપ્તમ અને ષષ્ઠ તથા દ્વાદશ ભાવમાં હોય તો તે વ્યક્તિની માતાનું મૃત્યુ થવાના યોગ છે.
- ધ્યાન રહે કે કુંડળીના અન્ય ગ્રહોની સ્થિતી પણ વિચારણીય છે.
ખોટા પ્રભાવથી બચવાના ઉપાયો
- શિવ પાર્વતીને પ્રતિદિન જળ ચઢાવવું.
- માતા- પિતાની પરમ ભક્તિથી શ્રીગણેશને દુર્વા ચઢાવવા.
- દરેક કષ્ટ અને ક્લેશ દૂર કરવા માટે શ્રી હનુમાનજીની આરાધના કરવી. પ્રતિદિન હનુમાન ચાલીસાના પાઠ કરવા.
- માતા-પિતાનું દિલ ક્યારેય ના દુભાવવું.
- ગરીબોને ભોજન કરાવવું અને દાન આપવું.
- કોઈ મંદિરમાં જઈને ગુપ્ત દાન કરવું.
No comments:
Post a Comment