Tuesday, March 22, 2011

લગ્નજીવનનો કારક શુક્ર ક્યા સંજોગોમાં દાંપત્યસુખ હણે છે

લગ્નજીવન માટે મહત્વનો ગ્રહ એટલે શુક્ર. દાંપત્યજીવનનું સત્વ અને જીવનનાં તમામ સુખોનું તત્વ એટલે શુક્ર.

લગ્ન એ હિંદુ પ્રણાલિકા અને સંસ્કાર અનુસાર સ્ત્રી અને પુરુષ વચ્ચેનું અતિ પવિત્ર બંધન છે. જ્યાં વિશ્વાસનું વચન અને શ્રદ્ધાનો સંકેત છે તેનું નામ લગ્ન. અલગ અલગ સંસ્કારોનું કાયમી મિલન એટલે લગ્ન. જ્યાં માનવી બધી બાબતોને બાજુમાં મૂકી માત્ર ને માત્ર પોતાના પ્રિય પાત્રમાં મગ્ન બની જાય તેનું નામ લગ્ન, પરંતુ જો લગ્નજીવન ભગ્ન બની જાય તો જાતકનું જીવન અતિ ઘાતક બની જાય છે. તેની મનની શાંતિ અને જિંદગીનું સત્વ હણાઇ જાય છે. લગ્નજીવન માટે અતિ મહત્વનો ગ્રહ એટલે શુક્ર. દાંપત્યજીવનનું સત્વ અને જીવનનાં તમામ સુખોનું તત્વ એટલે શુક્ર. દાંપત્યજીવનને સ્વર્ગ બનાવે શુક્ર અને જો જન્મકુંડળીમાં શુક્રનું હીર હણાય તો લગ્નજીવનને શુક્ર નર્ક પણ બનાવે તેમાં બે મત નથી. ક્યા સંજોગોમાં શુક્ર જાતકના લગ્નજીવનના સુખને હણે છે તેના સચોટ અવલોકન અમારી દ્રષ્ટિએ...

અમારા એક નજીકના મિત્રની કુંડળીમાં સૂર્ય અને શુક્રની યુતિ છે. તેઓ લગ્ને લગ્ને કુંવારા છે. તેમનું દરેક લગ્નજીવન માંડ બેથી ત્રણ વર્ષ ટકે અને વળી પાછા નવા પાત્રની શોધમાં લાગી જાય. આજ દિન સુધી તેઓને દાંપત્યસુખ મળ્યું નથી તેનું મૂળ કારણ તેમની કુંડળીમાં આવેલી સૂર્ય-શુક્રની યુતિ છે. શુક્ર જ્યારે સૂર્યની યુતિમાં આવે ત્યારે સૂર્યની ભયાનક ગરમીના કારણે અસ્તનો (સળગી ઊઠેલો ગ્રહ) બને છે, જેને અંગ્રેજીમાં કમ્બસ્ટેડ પ્લેનેટ કહે છે. આથી શુક્ર પોતાના નૈસિર્ગક ગુણ જેવા કે લગ્નજીવનનું સુખ અને ભૌતિક સુખના ગુણ ગુમાવી બેસે છે. જેમની કુંડળીમાં શુક્ર-સૂર્યની યુતિ હોય તેવા જાતકોનું લગ્નજીવન દુ:ખી હોય છે તેવા અસંખ્ય કિસ્સા અમારા ધ્યાનમાં આવ્યા છે.

અન્ય એક સંશોધનમાં એવું પણ અમારા હાથ લાગ્યું છે કે જેમની કુંડળીમાં શુક્ર જો શનિની યુતિ અગર દ્રષ્ટિમાં હોય તેવા જાતકોનું લગ્નજીવન પણ કલેશમય અને કંકાશથી ભરેલું હોય છે, કારણ કે શુક્ર એ લગ્નજીવનનો કારક ગ્રહ છે અને શનિ દરેક સુખનો મારક ગ્રહ છે. પ્રસિદ્ધ લેખક બનૉડ શોની કદરૂપી પત્નીની કુંડળીમાં શુક્ર અને શનિની યુતિએ બનૉડ શોની જિંદગીનો કચ્ચરઘાણ વાળી નાખેલો તે બાબતથી જ્ઞાની વાચકવર્ગ અજાણ નથી.

અવલોકને અને અનુભવે લગ્નજીવનને પીડા આપનારી અને છુટાછેડા માટે જવાબદાર યુતિ અમને શુક્ર અને રાહુની પણ ધ્યાનમાં આવે છે. લગ્નજીવનના ભંગાણના સેમ્પલ કેસમાં સૌથી વધારે કુંડળીઓમાં આ યુતિ અમને પ્રથમ દાર્શનિક પુરાવા તરીકે હાથ લાગી છે, કારણ કે શુક્રનું સ્વરૂપ સૌમ્ય છે અને જ્યારે તે રાહુ જેવા ક્રૂર ગ્રહ સાથે બેસે ત્યારે લગ્નજીવનને ગ્રહણ લાગી જાય છે. આવી યુતિવાળા જાતકો કષ્ટદાયક અને દુ:ખદ લગ્નજીવન જીવતા હોય છે.

કેટલાક કિસ્સાઓમાં શુક્ર જ્યારે સાતમા (દાંપત્યજીવન) સ્થાનના અધપિતિ ગ્રહ તરીકે જન્મકુંડળીમાં છઠ્ઠા (રોગ-શત્રુ-છુટાછેડા) સ્થાનમાં આઠમે (મૃત્યુ) સ્થાન અગર બારમા (વ્યય) સ્થાનમાં બેસે તો દાંપત્યજીવનનાં ચઢાણ અતિ કપરાં બનાવે છે. શુક્ર એ દાંપત્યજીવનની પ્રસન્નતા અને ભૌતિક સુખનો આધારસ્તંભ છે. માનવીનાં મોટાભાગનાં વર્ષો પોતાના જીવનસાથી સાથે પસાર કરવાનાં હોય છે અને તેવા સમયે બ્રહ્નાંડનો આ મહત્વનો ગ્રહ શુક્ર જો તમારા લગ્નજીવન પર ચાબખા મારે તો એનાથી મોટી દુ:ખદ ઘટના અને કુઠારાઘાત કયો હોઇ શકે!

No comments:

Post a Comment