મંગળ અને શુક્ર નામના ગ્રહો લગ્નજીવનનાં સુખનો અને સૌભાગ્યના આધારનો પાયો ગણાય છે. મંગળ લગ્નજીવનમાં શુભત્વ લાવે છે અને શુક્ર દાંપત્યજીવનનો શૃંગાર-સુંદરતા બને છે.
સ્ત્રીની કુંડળીમાં અતિ ભારે મંગળદોષ સાતમા અગર આઠમા સ્થાનમાં હોય તો તેના સૌભાગ્યને ભારે હાનિ પહોંચે છે.
જન્મકુંડળીના સાતમા સ્થાનનો સ્વામી આઠમા મૃત્યુ અગર વૈધવ્ય સ્થાનમાં હોય અથવા આઠમા સ્થાનનો સ્વામી સાતમા લગ્નજીવનના સ્થાનમાં બેસે તો તેનાં પરિણામો સ્ત્રી માટે અતિ આઘાતજનક હોય છે.સાતમા પતિ સ્થાનમાં સૂર્ય રાહુને ગ્રહણયોગ હોય તો વિધવા બનવાના સંજોગો સબળ બને છે.
નારીનું ભાગ્ય એટલે સૌભાગ્ય. નારીનું નૂર અને નારીની શક્તિ એટલે નારીનું સૌભાગ્ય. ભારતીય સંસ્કૃતિમાં પતિ જીવિત હોય તેવી નારીને સધવા-અખંડ સૌભાગ્યવતી-નારાયણી-શુભ સિંદૂરી જેવા માનદ શબ્દોથી નવાજવામાં આવે છે. રાજા રજવાડાના જમાનામાં સ્ત્રી વિધવા થાય એટલે તેને સતી થવું પડતું હતું પરંતુ રાજા રામમોહનરાયે આ પ્રથા નાબૂદ કરી સ્ત્રીઓના સન્માનમાં વધારો કર્યો. વૈધવ્ય એ ભારતીય સ્ત્રી માટે અતિ કરુણ જ નહીં દારુણ સ્થિતિ છે. જન્મકુંડળીના કયા ગ્રહયોગો સ્ત્રીને આવી લાચારીમાં મૂકે છે. તે વિચારીએ.
મંગળ અને શુક્ર નામના ગ્રહો લગ્નજીવનનાં સુખનો અને સૌભાગ્યના આધારનો પાયો ગણાય છે. મંગળ લગ્નજીવનમાં શુભત્વ લાવે છે અને શુક્ર દાંપત્યજીવનનો શૃંગાર-સુંદરતા બને છે. આથી જ જન્મકુંડળીમાં મંગળ શુક્ર બળવાન હોય તો લગ્નજીવનની મધુરતા, આનંદ અને સૌભાગ્ય લાંબા બને છે. જન્મકુંડળીમાં મંગળ-શુક્રની નિર્બળતા સ્ત્રીના વૈધવ્ય માટેના જવાબદાર ગ્રહો છે. સ્ત્રી કયા ગ્રહો-યોગોને કારણે વિધવા બને છે તેની ચર્ચા અહીં કરી છે.
જન્મકુંડળીમાં સાતમું સ્થાન સ્ત્રી માટે તેના પતિનું સ્થાન છે. આ સ્થાનમાં તુલાનો મંગળ અગર તુલાનો સૂર્ય હોય તો વૈધવ્ય આવી શકે છે. સ્ત્રીની કુંડળીમાં અતિ ભારે મંગળદોષ સાતમા અગર આઠમા સ્થાનમાં હોય તો તેના સૌભાગ્યને ભારે હાનિ પહોંચે છે.
જન્મકુંડળીના સાતમા સ્થાનનો સ્વામી આઠમા મૃત્યુ અગર વૈધવ્ય સ્થાનમાં હોય અથવા આઠમા સ્થાનનો સ્વામી સાતમા લગ્નજીવનના સ્થાનમાં બેસે તો તેનાં પરિણામો સ્ત્રી માટે અતિ આઘાતજનક હોય છે.સાતમા પતિ સ્થાનમાં સૂર્ય રાહુને ગ્રહણયોગ હોય તો વિધવા બનવાના સંજોગો સબળ બને છે.
સ્ત્રીની જન્મકુંડળીના સાતમા સ્થાનમાં છઠ્ઠા સ્થાન (રોગ-શત્રુ) અને આઠમા (મૃત્યુ) સ્થાનનો માલિક ગ્રહની યુતિ થાય તો વૈધવ્ય યોગનું આગમન અતિ કરુણ સ્વરૂપે થાય છે.સ્ત્રીની કુંડળીમાં સાતમે શનિ, રાહુ અગર મંગળ, રાહુ અથવા બારમા વ્યય સ્થાનનો અધપિતિ ગ્રહ સાતમે બઠો હોય તો સ્ત્રીને વિધવા બનાવે છે.
ઉદાહરણ સ્વરૂપે અહીં એક વિધવા બહેનની કુંડળી આપી છે. કુંડળીનું ધ્યાનથી નિરીક્ષણ કરો. આ બહેનનો જન્મ ૧૪-૧૨-૧૯૫૫ના રોજ થયો છે. મેષ લગ્નની કુંડળીમાં સાતમે તુલાનો (અસ્તનો) મંગળ છે. અહીં તુલાનો મંગળ સાતમા સ્થાનમાં આઠમા મૃત્યુ સ્થાનના અધિપતિ તરીકે બેઠો છે. કુંડળીના આઠમા વૈધવ્ય સ્થાનમાં શનિ-રાહુ-બુધ બેઠા છે. લગ્ન ૧૯૮૧માં થયેલાં અને ૧૯૮૭ની સાલમાં તેમના પતિ એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા. આ વિધવા બહેન અત્યારે બે બાળકો સાથે જિંદગીના કઠિન દિવસો બાળકોના આશાવાદમાં વિતાવે છે.
લગ્નજીવનની મધુરતા અને સૌભાગ્યનું સુખ માણવા લગ્ન કરતાં પહેલાં પતિ અને પત્નીની કુંડળી અવશ્ય મેળવવી જોઇએ.
મારી મમ્મી ને પણ આવો યોગ હશે ને! લગ્ન ના માત્ર છ જ વર્ષ માં વિયોગ થયો. નાની ઉંમર અમને એટલે સાથે ઉછેર્યા.
ReplyDeleteમારી મમ્મી ને પણ આવો યોગ હશે ને! લગ્ન ના માત્ર છ જ વર્ષ માં વિયોગ થયો. નાની ઉંમર અમને એકલેહાથે ઉછેર્યા.
ReplyDelete