Tuesday, March 22, 2011

જાણો કયું અંગ ફરકવાથી કેવું ફળ પ્રાપ્ત થશે

પુરુષની જમણી આંખનો ઉપરનો ભાગ ફરકે તો યશ-લાભની પ્રાપ્તિ પરંતુ નીચેના ભાગમાં ફરકે તો ધનહાનિ, ભય અને સંકટ આવે.

કમર ફરકે તો મુશ્કેલીઓ દૂર થાય. સુખની વૃદ્ધિ, ગુપ્તધન, ભૂમિથી લાભ, હર્ષ, ખુશાલી મળે. વસ્ત્રનો લાભ.

નાકની ડાબી બાજુ ફરકે તો સુખ-શાંતિ મળે. નાકનું આગળનું ટેરવું ફરકે તો યશ, માન, પ્રતિષ્ઠાની વૃદ્ધિ થાય.

અંગ ફરકવાથી જુદાં જુદાં અંગો અંગે જુદું જુદું ફળ મળે છે. પુરુષો માટે જમણું અંગ શુભ અને ડાબું અંગ અશુભ ફળ આપે છે. જ્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે ડાબું અંગ શુભ અને જમણું અંગ અશુભ ગણાય છે, પરંતુ વિધવા સ્ત્રી માટે પુરુષની માફક ફળ આપે છે.

અંગ ફરકવાનું ફળ

મસ્તક:

ચોટીના સ્થાને ફરકે તો આકસ્મિક મોટા લાભો, રાજા સમાન સુખો, સર્વકાર્યમાં સફળતા, યશ, માન, પ્રતિષ્ઠા મળે.

કપાળ:

કપાળ ફરકે તો પ્રિયજનનો મિલાપ, રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ, મુસાફરીથી સફળતા અને દરેક કાર્યમાં વિજય.

આંખ:

જમણી આંખ ફરકે તો પ્રિય સાથે મિલન-સારા સમાચાર, સ્ત્રી લાભ, ડાબી ફરકે તો નુકસાન, પુરુષની જમણી આંખનો ઉપરનો ભાગ ફરકે તો યશ-લાભની પ્રાપ્તિ પરંતુ નીચેના ભાગમાં ફરકે તો ધનહાનિ, ભય, સંકટ આવે.

નાક:

નાકની ડાબી બાજુ ફરકે તો સુખ-શાંતિ મળે. નાકનું આગળનું ટેરવું ફરકે તો યશ, માન, પ્રતિષ્ઠાની વૃદ્ધિ થાય.

મૂછ:

મૂછનો ભાગ ફરકે તો વિવાદ, કોર્ટ, શત્રુ ઉપર વિજય મળે. ધનપ્રાપ્તિ અને મિષ્ટાન મળે.

કાન:

જમણો કાન ફરકે તો શુભ સમાચાર, સ્થાન પ્રાપ્તિ, વિજયના સમાચાર મળે. ડાબો કાન ફરકે તો દુ:ખના સમાચાર મળે.

ગાલ:

જમણો ગાલ ફરકે તો સ્ત્રી લાભ, પ્રિય પાત્ર સાથે મિલન. ડાબો ફરકે તો કલેશ, શત્રુપીડા.

હોઠ:

ઉપરના હોઠ ફરકે તો કોઇની સાથે ઝઘડો થાય. નીચેનો હોઠ ફરકે તો ઇચ્છાઓ પૂરી થાય. મિષ્ટાન મળે તથા પ્રિયપાત્રનું મિલન થાય.

ગળું:

ગળું ફરકે તો અનેક પ્રકારનાં ભોજન મળે. જમણી તરફની ગરદન ફરકે તો ધન, સોના-ચાંદીનો લાભ મળે. ડાબી બાજુનું ગળું ફરકે તો ધનહાનિ નુકસાન થાય.

હાથ:

જમણો ખભો ફરકે તો ભાઇનો લાભ, મિત્ર લાભ અનેક પ્રકારના લાભો પ્રાપ્ત થાય. ડાબો ખભો ફરકે તો કલેશ, ભાઇઓ સાથે મનદુ:ખ, રોગનો ભય અને ચિંતાઓ રહે. જમણી ભુજા ફરકે તો વિજય, સજ્જન સાથે મિલન, ડાબો ખભો ફરકે તો શોક, વ્યથા. હાથની કોણી ફરકે તો જય અને લાભ. હાથનું કાંડું ફરકે તો સંકટો દૂર થાય. હથેળી ફરકે તો ધનપ્રાપ્તિ થાય. યશ-માન મળે. ડાબા હાથની હથેળી ફરકે તો ધનહાનિ ને મનદુ:ખ થાય.

છાતી:

જમણી બાજુની છાતી ફરકે કષ્ટ થાય, ડાબી તરફની ફરકે તો અપયશ-ચિંતા. પુરુષની જમણી છાતી ફરકે તો સ્ત્રી લાભ, શુભ સમાચાર મળે. જમણું સ્તન ફરકે તો પતિનો વિયોગ થાય અને ડાબું સ્તન ફરકે તો પતિનો પ્રેમ મળે.

પેટ:

પેટનો મધ્યભાગ ફરકે તો દેવું દૂર થાય, ધન મળે. જમણી તરફના પેટનો ભાગ ફરકે તો ચિંતા દૂર થાય. ખુશાલી વધે. ડાબી તરફ ફરકે તો આનંદ વધે. પેટનો નીચેનો ભાગ ફરકે તો ઉત્તમ ભોજન મળે. કુક્ષિ(કૂખ) ફરકે તો ઉચ્ચસ્થાન પ્રાપ્તિ યશ, માનની વૃદ્ધિ થાય.

કમર:

કમર ફરકે તો મુશ્કેલીઓ દૂર થાય. સુખની વૃદ્ધિ, ગુપ્તધન, ભૂમિથી લાભ, હર્ષ, ખુશાલી મળે. વસ્ત્રનો લાભ.

પગ:

સાથળ ફરકે તો વાહન અને મુસાફરી કરવી પડે. લગ્ન ન થયા હોય તો થાય. ઉચ્ચ સ્થાને લાભ, ઘૂંટણ ફરકે તો દુશ્મન સાથે સમાધાન થાય. ઘૂંટણની નીચે જમણા પગની પિંડી ફરકે તો મુસાફરી થાય. ધનની વૃદ્ધિ થાય. સ્થાન પ્રાપ્તિ થાય. પગનો પંજો ફરકે તો કંકાશ થાય. પગનું તિળયું ફરકે તો મુસાફરીથી લાભ થાય. પગની આંગળીઓ ફરકે તો અચાનક ધારેલી વસ્તુની પ્રાપ્તિ થાય. જમણા પગની આંગળીઓ ફરકે તો વિયોગ થયેલી વ્યક્તિ મળે. ધનવૈભવની વૃદ્ધિ થાય.

No comments:

Post a Comment