પ્રણયના માર્ગ ઉપર સૂર્ય, ચંદ્ર, મંગળ, ગુરુ, શુક્ર વિજેતા છે. જ્યારે શનિ, બુધ, રાહુ, કેતુ આ પરાજિત થનારા ગ્રહો છે. પ્રણયદુ:ખ સાતમા તથા પ્રથમ સ્થાનથી મોટા ભાગે ઉદ્ભવે છે.
જે જાતકની કુંડળીમાં પ્રથમ સ્થાને મકર, કુંભ, કન્યા, કર્ક, મિથુન જેવી રાશિઓ હોય તેમને લગ્નજીવનમાં સંતોષ કે આનંદ મળતો નથી. સાતમા સ્થાને પણ આ રાશિઓ હોવાથી મોડા લગ્ન થાય છે.
જે વ્યક્તિની જન્મકુંડળીમાં પ્રથમ સ્થાને ગુરુ+રાહુ, શુક્ર+મંગળ, મંગળ+રાહુ, શનિ+ચંદ્ર, બુધ+ચંદ્ર, ચંદ્ર+રાહુ જેવા અશુભ યોગોનું નિર્માણ થાય છે ત્યારે પ્રણયદુ:ખ પ્રાપ્ત થાય છે.
પુરુષના સપ્તમ સ્થાનમાં બુધ+ચંદ્ર તથા કર્ક, મિથુન જેવી રાશિઓ આવે છે ત્યારે પણ શારીરિક અસંતોષના કારણે છુટાછેડા જેવા યોગ બને છે.
યુવાનીમાં પગ મૂકતાંની સાથે જ મનરૂપી મોરલો પ્રણયની કેડી તરફ દ્રષ્ટિ માંડે છે. યુવાનીમાં પગ આપોઆપ પ્રણયની કેડી ઉપર જતા રહે છે. કેટલીક વાર ‘બેખુદી મેં સનમ ઊઠ ગયે જો કદમ, આ ગયે... આ ગયે પાસ હમ’ આ ગીતની કડી જેવી દશા થાય છે. થોડાં વર્ષો તો ક્યાંય વીતી જાય છે તેની ખબર પણ પડતી નથી. કેટલીકવાર સંસારરૂપી સુખનાં સ્વપ્ન ચકનાચૂર બનીને તૂટી જાય છે. પ્રણયની ઇમારત એકાએક કડકભૂસ કરતી જમીનમાં વિલીન બની જાય છે.
પ્રણયના માર્ગ ઉપર સૂર્ય, ચંદ્ર, મંગળ, ગુરુ, શુક્ર વિજેતા છે. જ્યારે શનિ, બુધ, રાહુ, કેતુ આ પરાજિત થનારા ગ્રહો છે. પ્રણયદુ:ખ સાતમા તથા પ્રથમ સ્થાનથી મોટા ભાગે ઉદ્ભવે છે. લાખો રૂપિયાનો ખર્ચ કરીને સમાજની વચ્ચે અગ્નિની સાક્ષીએ હાથમાં હાથ મિલાવીને ચાર ફેરા ફરનારાઓમાં અચાનક જ અણગમો, મારામારી, ગાળાગાળી થવા લાગે છે. કેટલીક વાર જન્માક્ષર મેળવનાર માત્ર ગુણાંક જોઇને હા પાડતા હોય છે. ગુણાંક ભલે ૩૦ કે ૩૩ મળતા હોય પરંતુ બન્નેના ગ્રહો, પ્રકૃતિ, વિચારો, શારીરિકબળ મળતું ન હોય તો જ્યોતિષીએ ક્યારે પણ હા પાડવી નહીં.
વ્યસન કે વ્યભિચાર કરવો માણસના હાથમાં નથી પરંતુ ગ્રહો તેને તે માર્ગ તરફ દોરી જાય છે. જે જાતકની કુંડળીમાં પ્રથમ સ્થાને મકર, કુંભ, કન્યા, કર્ક, મિથુન જેવી રાશિઓ હોય તેમને લગ્નજીવનમાં સંતોષ કે આનંદ મળતો નથી. સાતમા સ્થાને પણ આ રાશિઓ હોવાથી મોડા લગ્ન થાય છે. જે વ્યક્તિની જન્મકુંડળીમાં પ્રથમ સ્થાને ગુરુ+રાહુ, શુક્ર+મંગળ, મંગળ+રાહુ, શનિ+ચંદ્ર, બુધ+ચંદ્ર, ચંદ્ર+રાહુ જેવા અશુભ યોગોનું નિર્માણ થાય છે ત્યારે પ્રણયદુ:ખ પ્રાપ્ત થાય છે. કેટલીક વાર ચંદ્ર+શનિ જેવા અશુભ યોગના કારણે વાણીનાં યુદ્ધ થાય છે. વાણી ઉપર કાબૂ રહેતો નથી.
સ્વચ્છંદ આચરણ કરવાથી પણ કલહ તથા અશાંતિ ઊભાં થાય છે. શુક્ર+મંગળ જેવા ગ્રહોની યુતિથી ચારિત્રય અવળા માર્ગે વળે છે. તેનાથી પણ પ્રણયદુ:ખ તથા છુટાછેડા સુધી વાત જાય છે. પતિ-પત્ની બન્નેની કુંડળીમાં પ્રથમ સ્થાને મકર, કુંભ તથા કર્ક રાશિ હોય તો પણ શારીરિક અસંતોષ ઊભો થાય છે. પુરુષના સપ્તમ સ્થાનમાં બુધ+ચંદ્ર તથા કર્ક, મિથુન જેવી રાશિઓ આવે છે ત્યારે પણ શારીરિક અસંતોષના કારણે છુટાછેડા જેવા યોગ બને છે. અમારાં સંશોધન પ્રમાણે સાતમા સ્થાનના અધપિતિ શત્રુ હોય અથવા સાતમા સ્થાને વિરુદ્ધ પ્રકૃતિના ગ્રહો બેઠા હોય ત્યારે પણ છુટાછેડાના, પ્રણયદુ:ખના પ્રસંગો બને છે.
કેટલીક વાર સ્ત્રીની જન્મકુંડળીમાં શુક્ર, ચંદ્ર, જેવા ગ્રહો ઉચ્ચ સ્થિતિમાં અથવા સારી સ્થિતિમાં હોય ત્યારે સ્ત્રી હરવા-ફરવાની, પહેરવા-ઓઢવાની, નાટક-સિનેમાની શોખીન હોય છે. તેની સામે જેના શુક્ર, ચંદ્ર જેવા ગ્રહો રાહુ કે શનિ સાથે હોય અથવા છ, આઠ કે બારમા સ્થાને હોય ત્યારે પુરુષ ઉત્સાહ વગરનો, યોગી જેવો રહે છે. આ કારણે પણ છુટાછેડા જેવા યોગ બને છે. લગ્નજીવન ગ્રહોની કૃપા તથા આપસમાં સમજદારી વગર ટકતું નથી. લગ્ન પહેલાં બન્નેની કુંડળીઓ, તેના ગ્રહો, બન્નેની પ્રકૃતિ અવશ્ય ચકાસવી, માત્ર ગુણાંક ઉપર આધાર રાખવો હિતાવહ નથી. ઇતિ શુભમ્.
No comments:
Post a Comment