Tuesday, March 22, 2011

ધ સિક્રેટ ઓફ સક્સેસ- ધ ગોડ ઓફ ક્રિકેટ સચિન તેંડુલકર

જ્યોતિષની દ્રષ્ટિએ તા. ૨૪ એપ્રિલ ૧૯૭૩ના સાંજે ૪ ક. અને ૨૦ મિ. મુંબઇ ખાતે જન્મેલા સચિનનું જન્મગત લગ્ન કન્યા છે.

શ્રેષ્ઠ ક્રિકેટર બનવા પાંચમા સ્થાન સાથે મંગળ ગ્રહનો સંબંધ આવશ્યક છે. પાંચમું સ્થાન રમતગમતનું છે.

સચિનના બેટમાં બુધની બુદ્ધિ-ગુરુનું ડહાપણ-ચંદ્રનું ધૈર્ય ને મંગળની આક્રમતા છે. પરિણામે બોલરના ખુદ ડરે તો સમજવું કે સ્ટ્રાઇકિંગ એન્ડ પર સચિન જ હોય.

ગ્વાલિયરમાં રમાયેલી વન-ડેમાં સચિને ૨૦૦ અણનમ રન દક્ષિણ આફ્રિકા સામે ફટકારેલા તે સિદ્ધિને ટાઇમ મેગેઝિને ઐતિહાસિક ગણાવી યાદગાર ક્ષણોમાં સામેલ કરી છે. બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ ક્રિકેટની દંતકથા સચિન માટે કહે છે, ‘આઇ વિલ સી ગોડ વ્હેન આઇ વિલ ડાઇ, ટિલ ધેન આઇ વિલ સી સચિન તેંડુલકર’

જ્યોતિષની દ્રષ્ટિએ તા. ૨૪ એપ્રિલ ૧૯૭૩ના સાંજે ૪ ક. અને ૨૦ મિ. મુંબઇ ખાતે જન્મેલા સચિનનું જન્મગત લગ્ન કન્યા છે. લગ્નસ્થાન પર શુભ ગ્રહ અને કેન્દ્રાધપિતિ ગુરુની દ્રષ્ટિ હોઇ તેમજ લગ્નેશ બુધ લગ્નને જોતો હોવા ઉપરાંત સચિનના લગ્નસ્થાનમાં યમરાજ (પ્લૂટો) બેઠો છે, આથી સચિનના દરેકે દરેક ફટકા ધૈર્ય સાથે ધગધગતા હોય છે અને બોલર્સના પગને ડગમગતા કરી બોલરની કારકિર્દીનું બાળમરણ કરાવે છે. ચમત્કાર ચિંતામણિ નામના ગ્રંથમાં મંગળ અને ગુરુની યુતિ માટે ‘મેરુ મનો સ્થિતે’ જેવા શબ્દનો પ્રયોગ થયો છે અથૉત્ જેનું મન પર્વત જેવું અડગ, ચલિત ના થાય તેવું, મક્કમ અને ધ્યેયપૂર્ણ હોય તેવા જાતકો ગુરુ-મંગળની યુતિના આશીર્વાદ હેઠળ હોય છે. આથી જ પાકિસ્તાની ફાસ્ટ બોલર વકાર યુનુસે સચિન માટે બોલવું પડ્યું કે, ‘હી કેન પ્લે લેગ ગ્લાંસ વિથ વોકિંગ સ્ટિક ઓલ્સો’

શ્રેષ્ઠ ક્રિકેટર બનવા પાંચમા સ્થાન સાથે મંગળ ગ્રહનો સંબંધ આવશ્યક છે. પાંચમું સ્થાન રમતગમતનું છે. સચિનની કુંડળીમાં પાંચમા સ્થાનમાં ઉચ્ચનો મંગળ કુંડળીના સુખેશ અને સપ્તમેશ ગુરુ સાથે બિરાજમાન છે. આ અજીબોગરીબ યુતિએ સચિનને મહાન આક્રમક ટેક્નિક ધરાવતો ઉત્કૃષ્ટ બેટ્સમેન બનાવ્યો. સચિનના બેટમાં બુધની બુદ્ધિ-ગુરુનું ડહાપણ-ચંદ્રનું ધૈર્ય ને મંગળની આક્રમતા છે. પરિણામે બોલરના ખુદ ડરે તો સમજવું કે સ્ટ્રાઇકિંગ એન્ડ પર સચિન જ હોય. બોલર પોતાની કારકિર્દી માટે પ્રાર્થના કરે તો સમજવું કે બેટ્સમેન સચિન તેંડુલકર જ હોય.

સચિનની કુંડળીના સાતમા સ્થાનમાં બુધ છે. સાતમું સ્થાન જીવનસાથી-ભાગીદારી અને જાહેરજીવનનું ગણાય. સાતમે બુધ લગ્નેશ તરીકે હોઇ સચિનને અંજલિ નામની ડોક્ટર પત્ની મળી અને લગ્ન બાદ તેનું નસીબ સફળતાનું સીમાચિહ્ન બની ગયું, કારણ કે સચિનની કુંડળીમાં સાતમા પત્ની સ્થાન અને જાહેર જીવનનો માલિક ગ્રહ ગુરુ પાંચમે છે અને પાંચમાનો માલિક ગ્રહ શનિ નવમે ભાગ્ય સ્થાને છે તે જ્યોતિષની દ્રષ્ટિએ વિરલ સિદ્ધિ ગણાય. આ અદ્ભુત સંયોજન સચિનને હજુ ૨૦૧૨ના અંત સુધી રમતમાં રાખશે અને નવા કીર્તિમાન સર કરાવશે તેમાં લેશમાત્ર શંકા નથી.

સચિનને રમતો જોઇ ખુદ ઇશ્વર જાણે અવનિ પર ઊતરી આવ્યો હોય તેવો દાર્શનિક અનુભવ અને દર્શનીય અનુભૂતિ થાય છે તેવું ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર મેથ્યુ હેડન શબ્દશ: સચિન માટે નીચે પ્રમાણે કહે છે, આઇ હેવ સીન ગોડ હી બેટ્સ એટ નં ૪ ફોર ઇન્ડિયા- મેથ્યુ હેડન સચિનની કુંડળીમાં ધનનો રાહુ છે. એવું કહે છે કે ધનના રાહુવાળા જાતકો દ્રઢ મનોબળવાળા હોય છે. દા.ત. ઇન્દિરા ગાંધી. સચિનની કુંડળીમાં પણ હૃદય સ્થાનમાં ધનનો રાહુ છે. આ રાહુનું વિકરાળ સ્વરૂપ સ્વપ્નમાં પણ શેન વોર્નને સચિનથી ડરાવે છે તેવું ખુદ શેન વોર્નનું જગપ્રસિદ્ધ સ્ટેટમેન્ટ છે.

લાલ કિતાબ-બૃહદ સંહિતા-જ્યોતિષ કલ્પતરુ-નારદ સંહિતા-ચમત્કાર ચિંતામણિ કે પારાશરી ગ્રંથ હોય, દરેક ગ્રંથમાં સંચિત કર્મોની સવિસ્તર વાત કરી છે. સામાન્ય અને સાધારણ લાગતી જન્મકુંડળી જ્યારે અસાધારણ અને અદ્ભુત બની જાય ત્યારે પૂર્વ જન્મનાં કર્મોની કમાલ હોય જ છે.

આપણા આર્ષદ્રષ્ટા જ્યોતિષીઓ અને ઋષિઓ ભૃગુ-ચ્યવન-યવન-ગર્ગ- કશ્યપ-પારાશર-બૃહસ્પતિ-વિશષ્ઠ હોય કે પછી અત્રિ-મનુ અગર બ્રહ્નાંડના સર્જક બ્રહ્ના હોય તેમનાં વચન અને વાણીમાં પૂર્વ જન્મના કર્મની વાતો પ્રમુખ સ્થાને હોય છે. સચિનની કુંડળી તમે ધ્યાનથી જોજો, પાંચમા સંચિત કર્મસ્થાનનો માલિક ગ્રહ શનિ આ જીવનના ભાગ્યસ્થાન (નવમે) શુક્રની મિત્ર રાશિમાં છે. આ બાબત જ દર્શાવે છે કે વર્તમાન જન્મની સફળતાઓ અને સિદ્ધિઓ પાછળ તેના પૂર્વ જન્મની કમાલ છે.

ભવિષ્યની વાત કરીએ તો નવેમ્બર-૨૦૧૧ બાદ સચિનની કુંડળીના સૂર્ય અને ભાગ્ય સ્થાન સામે ગોચરના તુલાના શનિનું ભ્રમણ આવશે જે ક્યારેક ક્યારેક સચિન માટે શારીરિક તકલીફોનું નિર્માણ કરશે, પરંતુ તુલાના શનિના ગોચર ભ્રમણ દરમિયાન જ અથૉત્ નવેમ્બર-૧૧થી ૩૦ માસની અંદર સચિન અવિસ્મરણીય ક્રિકેટ રેકોર્ડનું ભાથું લઇ નિવૃત્ત થશે. છેલ્લે વાત સચિનની પ્રમાણિકતાની, જ્યારે સચિન પર બોલ ટેમ્પર કરવાનું આરોપનામું હતું ત્યારે આપણા ફોર્મર યુનિયન મિનસ્ટિર એનકેપી સાલેવે સચિન માટે બોલેલા.. સચિન કેન નોટ ચીટ. હી ઇઝ ટુ ક્રિકેટ વોટ મહાત્મા ગાંધીજી વોઝ ટુ પોલિટિકસ. ઇટ ઇઝ ક્લિયર ડિસક્રિમિનેશન... અંતમાં આપણે સૌ સચિનની સિદ્ધિઓ માટે પ્રાર્થીએ કે બેસ્ટ લક ફોર વર્લ્ડ કપ

No comments:

Post a Comment