હથેળીમાં ઈન્ડેક્સ આંગળીની નીચેનું ક્ષેત્ર ગુરુ પર્વત કહેવામાં આવે છે. જ્યોતિષ અનુસાર ગુરુ એ ગ્રહ છે જે હાથમાં સારો હોય તો કુંડળીમાં ગુરુ ઉચ્ચનો કહેવાય છે. તે વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરે છે. આજે આપણે વાત કરીશું એ પર્વત પર ઉપસ્થિત ચિન્હોની, તો જાણીએ ગુરુ પર્વત પર મળનારા ચિન્હોનું ફળ..
દીપ- જો ગુરુ પર્વત પર દ્વીપનું ચિન્હ હોય તો તે વ્યક્તિ હંમેશા ઉદાસ અને એકલાપણું અનુભવે છે. તે પોતાના નિર્ણયો ક્યારેય યોગ્ય રીતે નથી લઈ શકતો કેમકે તેનામાં આત્મવિશ્વાસની ખામી હોય છે.
ક્રોસ- જો ગુરુ પર્વત પર ક્રોસનું ચિન્હ હોય તો વ્યક્તિ સમજદાર હોય છે. એવા વ્યક્તિને ગુણવાન પત્ની મળે છે.તેમનું દામ્પત્ય જીવન સુખમય હોય છે. તેમનું સાસરું વિશેષ રુપથી ધનીક હોય છે.
બિન્દુ- બિંદુ ચાર રંગના હોય છે, સફેદ, લાલ, પીળો અને કાળો. કાળો રંગ હોય તે બિંદુઓ તલ પણ કહેવામાં આવે છે. સફેદ બિંદુ હંમેશા સારા અને ઉન્નત ફળ આપનારા માનવામાં આવે છે. લાલ રંગના બિંદુ બિમારી સુચક તથા પીળા રંગના બિંદુ રક્ત ન્યૂનતા દર્શાવે છે. કાળા રંગના બિંદુ લક્ષ્મીકારક માનવામાં આવે છે. પરંતુ સ્થાન વિશેષ માટે તેના અલગ અલગ ફળ દર્શાવવામાં આવ્યા છે. તે શુભ પણ કહેવામાં આવે છે અને અશુભ પણ કહેવામાં આવે છે.
વૃત્ત- ગુરુ પર્વત પર વૃત હોય તો એવું વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરે છે. એવા વ્યક્તિને સાસરામાંથી ખૂબ સહયોય મળે છે.
વર્ગ- ગુરુ પર્વત પર વર્ગ ખૂબ સારો માનવામાં આવે છે. એવા વ્યક્તિ સફળ પ્રશાસક હોય છે. તેઓ હંમેશા જીવમાં આગળ વધે છે.
જાળ- ગુરુ પર્વત પર જાળ અશુભ માનવામાં આવે છે. જો ગુરુ પર્વત પર જાળ હોય તો તે વ્યક્તિ ગુસ્સાવાળો હોય છે. તેમાં દયા ભાવના નથી હોતી. સ્વાર્થી અને ઘમંડી હોય છે.
નક્ષત્ર અને તારા - ગુરુ પર્વત પર જો નક્ષત્રનું ચિન્હ હોય તો તે વ્યક્તિ મિલનસાર અને વ્યવહારિક હોય છે. જીવનમાં ઉચ્ચઅધિકારી બને છે. તેમાં લોકો સાથે કામ નીકાળવાની ખૂબ સારી કળા હોય છે.
No comments:
Post a Comment