Thursday, December 2, 2010

સફળતા એ લોકોને કદમ ચૂમે છે જે..

Previous Articles

* સફળતા માટે આવશ્યક છે ઉત્તમ સ્વાસ્થ્ય
* મોટું જોખમ, મોટી સફળતા...


જ્યારે આપણે હથેળીને જોઈએ છીએ ત્યારે ક્યાંક ક્યાંક તેમાં ખાડા કે ઉપસેલા ભાગ જોવા મળે છે. આ ઉપસેલા ભાગનું સ્થાન ગ્રહની વિશેષ જગ્યાને દર્શાવે છે. તેને પર્વતના નામથી ઓળખવામાં આવે છે. અનેક વાર હથેળીમાં ગ્રહ ક્ષેત્ર પર સારો પર્વત જોવા મળે છે. લાગે છે કે કેટલાક પર્વત વધારે વિકસિત થયા હોય છે. પરંતુ વ્યવહારમાં તે જોવાથી તેના ગુણ તેમાં દેખાતા નથી કેમકે એ પર્વ પર અનેકવાર એવા ચિન્હો જોવા મળે છે કે જે તેનો પ્રભાવ ઓછો કરી દે છે. હાથની પહેલી અને બીજી આંગળી વચ્ચેનું ક્ષેત્ર ગુરુ કહેવામાં આવે છે.


- જો ગુરુ પર્વત વિકસિત હોય અને જોવામાં સુંદર હોય તો તે વ્યક્તિ સ્વાભિમાની પ્રવૃત્તિ ધરાવનારો અને સાથે જ મહત્વકાઁક્ષી હોય છે. તે એ જ કાર્ય પસંદ કરે છે જેના પર તેનો અધિકાર હોય. તે રાજનિતી અને સાહિત્યના ક્ષેત્રમાં રસ ધરાવે છે. રમત-ગમત, વ્યવસાય અને નોકરીના ક્ષેત્રમાં જે તેને મળ્યું હોય તેમાં તે પ્રભુત્વ રાખે છે.


- ગુરુ જો વધારે વિકસિત હોય તો વ્યક્તિ અહંકારી, આડંબર પ્રિય તથા ખોટી શાન દર્શાવે છે. ખૂબ ચર્ચા કરનારો હોય છે. તેનામાં ઈર્ષ્યા ભાવના જન્મ લે છે. બીજાને નીચા દેખાવવાનું તે ક્યારેય ચૂકતો નથી.


- જો ગુરુ પર્વત શંખાકાર હોય તો એ સાથે જ તેનો શનિ ઉચ્ચનો હોય તો મંગળ પણ સારો હોય અને તે વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં ખૂબ સફળતા પામે છે. ગુરુ ક્ષેત્ર પર્વતની સાથે શુક્ર ક્ષેત્ર પણ વિકસિત હોય તો વ્યક્તિ એક સફળ પ્રેમી બને છે અને તેનું લગ્નજીવન સુખી થાય છે.


- ગુરુ પર્વત વિકસિત હોય તો પ્રવચન, ભાષણ આપવાની ક્ષમતા સારી હોય છે. તે સમાજસેવી, પરોપકારી, ધાર્મિકતા, આત્મસન્માન અને ઉચ્ચ પદ પામવાની અભિલાષા ધરાવે છે. રાજનેતા બની શકે છે. તે એક સારી સલાહ આપવાને પોતાનો ધર્મ સમજે છે. તેના કાર્યની પ્રશંસા પણ થાય છે. તે ખૂબ સારો ધનીક હોય છે અને મહિલા વર્ગ તેનાથી ખૂબ સારો સહયોગ પ્રાપ્ત કરી શકે છે. સફળતા તેના કદમ ચૂમે છે.


- જો ગુરુ પર્વત દબાયેલો હોય તો ગુરુ પર્વતથી સંબંધિત મૌલિક ગુણોનો વિકાસ નથી થઈ શકતો. વ્યક્તિ ધર્મ પ્રતિ રસ ન કેળવીને અવિશ્વાસ રાખે છે. સાથે જ શુક્ર પણ અતિવિકસિત હોય તો વ્યક્તિમાં અનેક પ્રકારની ખોટી આદતો કેળવાય છે.


- ગુરુ પર્વત વિકસિત હોવાની સાથે સાથે આંગળીઓ પણ તેજ હોય તો તે વ્યક્તિ અદ્ભભૂત ચીજો તરફ વધુ આકર્ષિત થાય છે.



- ગુરુ પર્વત વિકસિત ન હોય અને ચપટો હોય તો વ્યક્તિ શંકી મિજાજી બને છે. કેવળ સ્વયંનો સ્વાર્થ સિદ્ધ કરે છે અને તેનામાં કામવાસના ખૂબ વધારે હોય છે.

No comments:

Post a Comment