મનુષ્યનું અડધું જીવન ઉંઘવામાં પસાર થઈ જાય છે.દરેક મનુષ્યની ઉંઘવાની રીત અલગ અલગ હોય છે.તમારી ઉંઘવાની રીત તમારા કાર્યો, મનની વાતો, આદતો અને તમારા વ્યક્તિત્વનો અરીસો છે.સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે શરીર લક્ષણ-વિજ્ઞાન અંતર્ગત તમને તમારી સુવાની ટેવ પરથી તમારા વ્યક્તિત્વ વિશે વિસ્તૃત માહિતી મળી શકે છે.
પગને ચુસ્તવાળીને સુઈ જવું- જો તમે ઉંઘતી વખતે તમારા પગને જકડીને તથા શરીરને પુરેપુરું ઓઢીને સુઈ જાઓ છો તો નિશ્ચિત છે કે તમારું જીવન સંઘર્ષપૂર્ણ હશે.
શરીર કોકડું વાળીને સુવું - તેનો અર્થ છે કે તમે ડરપોક છો.અસુરક્ષાની ભાવના તમારા મનને ડરાવી રહી છે.તમને કોઈ અજાણ્યા ડરનો અનુભવ થતો હોવો જોઈએ અને એ ડર વિશે તમે કોઈને જણાવવા માંગતા નથી.
સીધા સુવું- જો તમે ફક્ત સીધા સુવો છો તો તમે આત્મવિશ્વાસથી સભર છો. ફક્ત આત્મવિશ્વાસુ જ નહીં તમારું વ્યક્તિત્વ પણ આકર્ષક છે. તમે સમસ્યાઓનું સમાધાન તરત જ કરી લો છો.
પેટ પર સુવું- તમે કોઈ અજાણ્યા ભયનો ભોગ બન્યા છો.તમે કોઈ પણ પ્રકારનો ખતરો ઉઠાવવા તૈયાર નથી. તમે તમારી ભૂલોને સારી રીતે જાણો છો પરંતુ કહેતા ડરો છો. નિશ્ચિત તમારું જીવન સુખી છે.
પગ પર પગ ચઢાવીને સુવું- તમે સંતુષ્ટ, સહનશીલ અને તૃપ્ત છો. બીજા લોકોની ખુશી એ જ તમારી ખુશી છે.તમારા મનમાં હંમેશા બીજા માટે પ્રેમ આદર છે અને એ સુખી જીવનની નિશાની છે.
પડખું ફેરવીને સુવો- તમે ખૂબ સમજૂતી કરનારા વ્યક્તિ છો. સ્વચ્છ-સુંદર રહો છો અને સારું ભોજન કરવું તમને ખૂબ ગમે છે. સંશોધન કરવું એ તમારો શોખ છે. તમારું જીવન આદર્શ છે. તમારી ઉન્નતિનું સૂચક છે.
સુતા પહેલા પગ હલાવવા- સુતા સમયે પગ હલાવવા સારા લક્ષણો નથી. તેનો અર્થ છે તમે ચિંતીત છો. તમે પોતાનાથી વધારે પરિવારજનો માટે વિચારો છો.
No comments:
Post a Comment