લગ્નની ઉંમર નજીક પહોંચતા જ દરેક વ્યક્તિ પોતાના જીવનસાથી વિશે સપના જોવે છે. લગ્નના ઉંબરે પહોંચેલી દરેક વ્યક્તિ માટે આ એક ખૂબ મોટો પ્રશ્ન છે. તેને મનમાં થાય છે કે તેનો લાઈફ પાર્ટનર કેવો હશે?
જો તમે પણ આ વિશે વિચારો છો તો અમે તમને જણાવીએ કે આ કંઈ બહુ મોટું કામ નથી. જન્મકુંડળી જોઈને જાણી શકાય છે કે કેવી હશે તમારી જીવન સંગિની?
- જો સપ્તમ ભાવ પર ગુરુ કે શુક્રની દ્રષ્ટિ હોય તો પત્ની શ્રેષ્ઠ ગુણોવાળી હશે..
- સપ્તમ ભાવમાં જો ચંદ્ર હોય તો તેના પર કોઈ પાપ ગ્રહની દ્રષ્ટિ ના પડી રહી હોય તો સુંદરજીવન સંગિની મળે છે.
- સપ્તમ ભાવમાં બૃહસ્તપતિ , શુક્ર, ચંદ્ર તેમનામાંથી કોઈ પણ ગ્રહ હોય તો પત્ની શ્રેષ્ઠ અને ગુણી હોય છે.
- સપ્તમમાં શુક્ર શુભ રાશિમાં હોય તો શુભ ગ્રહની સાથે તે સુંદર આંખોવાળી હોય છે.
- સપ્તમમાં બુધ હોય તો પત્ની શ્યામવર્ણી હોય છે.
- સપ્તમ ભાવમાં જો સૂર્ય હોય તો વ્યક્તિ ઘઉંવર્ણી હોય છે.
- સપ્તમ ભાવમાં સૂર્ય, મંગળ, બુધ અને શનિની દ્રષ્ટિ હોય તો તે કુરુપ હોવાથી પત્ની વિદ્વાન અને ગુણવતી હોય છે.
- બળવાન બુધ સપ્તમમાં હોય તો પત્ની ભણેલી અને સાધારણ સુંદર મળે છે.
No comments:
Post a Comment