Wednesday, December 15, 2010

ગુરુનો પર્વત અને તેનું ફળાધીશ(Nakshatra)

હથેળીમાં ભાવિ

જો ગુરુનો પર્વત સપ્રમાણ ઉઠાવદાર હોય તો તેનાથી વિપરીત અસરોને ઉશ્કેરે છે. ગુરુના પર્વત પર સ્વતંત્ર ચોકડીનું નિશાન સુખી લગ્નજીવન બતાવે છે. ગુરુની અસર આપણા શરીરમાં ખાસ કરીને લોહીના ભ્રમણ પર હોય છે. તેની મુખ્ય અસર લીવર પર છે. જેના હાથમાં ગુરુનો પર્વત અતિશય વિકસિત હોય તેણે ખાવા-પીવામાં ઘણું નિયમિત રહેવું જોઈએ

હથેળીમાં દરેક આંગળીના મૂળમાં જે ઉપસેલો ભાગ છે તેને પર્વત અથવા ગ્રહ કહે છે. ચાર આંગળીઓમાં પ્રથમ આંગળી ગુરુની આંગળી ગુરુની છે. તેની નીચે જે ઉપસેલો ભાગ દેખાય છે તેને ગુરુનો પર્વત કહે છે. ઘણી વાર આપણા હાથમાં પર્વતો પોતાના સ્થાનમાંથી ભ્રષ્ટ થયેલા એટલે કે બીજા પર્વત પર ઝૂકેલા જોવામાં આવે છે જ્યારે તે પ્રમાણે જોવામાં આવે ત્યારે પર્વત બીજા પર્વત તરફ ઝબકેલો હોય છે. તેનો પ્રભાવ વધારે તેમજ જે પર્વત દબાય છે તેનો પ્રભાવ ઘણો ઓછો હોય છે.

ગુરુ પર્વતના ગુણ

ધાર્મિક વિચારો, ઊંચી રહેણી-કરણી, ધર્મગુરુ, પંડિત, નેતાગીરીના ઉત્તમ ગુણો જોવા મળે છે.

જો ગુરુનો પર્વત સપ્રમાણ ઉઠાવદાર હોય તો તેનાથી વિપરીત અસરોને ઉશ્કેરે છે. ગુરુના પર્વત પર સ્વતંત્ર ચોકડીનું નિશાન સુખી લગ્નજીવન બતાવે છે. ગુરુની અસર આપણા શરીરમાં ખાસ કરીને લોહીના ભ્રમણ પર હોય છે. તેની મુખ્ય અસર લીવર પર છે. જેના હાથમાં ગુરુનો પર્વત અતિશય વિકસિત હોય તેણે ખાવા-પીવામાં ઘણું નિયમિત રહેવું જોઈએ, કારણ કે આવા માણસોની રહેણી-કરણી અને ખાન-પાનમાં ઘણી અનિયમિતતા જોવા મળે છે. આ સિવાય પણ ગુરુનો પર્વત અતિશય ઉપસેલો હોય તો તે માણસ અહંકારી બની જાય છે. તેમજ તેને બીજા પર સત્તા ચલાવવી બહુ ગમે છે. ખોટા ઘમંડમાં આવા જાતકો ખર્ચાળ બની ઘણી વખતે ગણા મોટા હદ બહારના ખર્ચા કરી નાખે છે અને પરિણામે ખૂબ જ દેવાદાર બને છે.

ગુરુના પર્વતનો અભાવ અને શનિનો પર્વત વધારે ઊંચો હોય તો આવા જાતકો સમાજથી અતળા રહે છે. તેમજ તેઓ પોતાના ઘમંડમાં પરિવારનો પણ તિરસ્કાર કરે છે. મોટે ભાગે તેઓ લાગણીસભર હોય છે. જો ગુરુનો પર્વત અંદર દબાઈ ગયેલો હોય તો માણસો સ્વાર્થ, અધર્મી તેમજ દુરાચારી હોય છે.

ગુરુ અને ચંદ્રના પર્વતો ઘણા જ ઉઠાવદાર હોય તો આવા જાતકો વિચારો ઘણા અદ્ભુત કરશે, પરંતુ અમલમાં કંઈ જ મૂકી શકતા નથી.

સમાન અને સારો ઉઠાવદાર ગુરુનો પર્વત હોય તો સમાજમાં સારો હોદ્દો ભોગવે છે. ખાસ કરીને પ્રમુખ કે સાચા ધર્મગુરુ બની શકે છે.

ગુરુના પર્વત પર એક જ સીધી રેખા ઘણા જ સારા ભાવિની નિશાની છે. આવા માણસોની ઘણી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ગુરુના પર્વત ઉપર ખૂબ જ રેખાઓ હોય તો સારું ફળ આપે છે. પરંતુ આવા માણસોને પરિવાર સાથે બનતું નથી.

જો ગુરુના પર્વતની બાજુ પર તારાનું ચિહ્ન હોય તો અગ્નિથી ભય રહે છે. તેના પર નાની ચોકડીનું નિશાન હોય તો તેવા માણસોને માથા પર વાગવાની સંભાવનાઓ રહે છે. મધ્ય ભાગમાં સ્પષ્ટ ચોકડી સુખી લગ્નજીવનની નિશાની છે.

ગુરુના પર્વત પર ટાપુનું ચિહ્ન હોય તો આવા માણસો ઝઘડાખોર સ્વભાવના હોય છે અને તેનાથી પોતાની આબરૂ ગુમાવે છે. ત્રિકોણનું ચિહ્ન હોય તો આવા માણસો રાજદ્વારી નેતા તરીકે આગળ આવે છે. તેમજ આગેવાનીની દોર પણ પોતાના હાથમાં ઝીલે છે.

Share This

No comments:

Post a Comment