Wednesday, December 15, 2010

અનુરાધા નક્ષત્રના જાતકો કેવા હોય છે?

નક્ષત્ર-ગગન

અનુરાધા નક્ષત્રના સ્વામી શનિ છે, જે રાશિ સ્વામી મંગળનો શત્રુ છે. આ શનિના નક્ષત્રમાં જન્મેલો જાતક ઉગ્ર સ્વભાવનો અને સ્પષ્ટવક્તા હોય છે. તે જીવનમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરીને આગળ વધે છે. તેમને સ્થાયીત્વ ઘણી મુશ્કેલીથી મળે છે. જન્મકુંડળીમાં જો નક્ષત્ર સ્વામી શનિની સ્થિતિ યોગ્ય રહેશે તો તે પોતાના પ્રયત્નોથી ઉત્તમ લાભ મેળવનાર હોય છે.

મંગળ ઉચ્ચ અથવા સ્વરાશિનો હોય તો તે જ નક્ષત્ર સ્વામી સ્વરાશિ કે ઉચ્ચ અથવા મિત્ર રાશિનો હોય તથા મંગળથી દૃષ્ટિ સંબંધ ન હોય તો આવો જાતક પોતાની યોગ્યતાના બળે ઉન્નતિ કરે છે.

* મેષ લગ્નના લોકો માટે રાશિ આઠમા ઘરમાં હશે જ્યારે નક્ષત્ર સ્વામી કર્મેશ તથા અગિયારમા ઘરમાં હોવાથી મુશ્કેલીઓ પછી સફળતા મળે છે. મંગળ જો દશમા ઘરમાં હોય અથવા નવમા ધર્મસ્થાનમાં મિત્ર રાશિનો હોય સ્વરાશિનો હોય અથવા પાંચમા ઘરમાં સૂર્યની રાશિ સિંહમાં હોય તથા શનિની સ્થિતિ મંગળથી રહિત અને દૃષ્ટિ સંબંધથી રહિત થઈને કર્મ દશમાં ઘરમાં અથવા ચોથા ઘરમાં હોય તો શુભ ફળ મળશે. આવો જાતક પોલીસ અથવા સેનામાં ઉચ્ચપદે આસીન થઈ શકે છે.

* વૃષભ લગ્નમાં નક્ષત્ર સ્વામી શનિની સ્થિતિ દસમા ઘરમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આવો જાતક લોખંડ વગેરેના ધંધામાં ખૂબ જ પ્રગતિ કરે છે. શનિ મકર, તુલા, વૃષભનો ઉત્તમ ફળદાયી રહેશે. જ્યારે મંગળ સ્થિતિ મકરમાં ઠીક રહેશે. નક્ષત્ર સ્વામીથી કોઈ પણ લગ્નમાં મંગળ અથવા દૃષ્ટિ સંબંધ ન હોવો જોઈએ.

* મિથુન લગ્નમાં નક્ષત્ર સ્વામી માંગલિક હોવા છતાં પણ મંગળદોષ લાગતો નથી.

* કર્ક લગ્નમાં શનિની સ્થિતિ ત્રીજા, સાતમા, અગિયારમા ઘરમાં ઠીક રહેશે, જ્યારે પાંચમા, સાતમા, નવમા, ઘરમાં શુભ પરિણામ આપશે.

* સિંહ લગ્નમાં નક્ષત્ર સ્વામી શનિ, છઠ્ઠા, દસમા ઘરમાં મંગળ. નવમા, પાંચમા, ચોથા ઘરમાં શુભ ફળદાયી રહેશે.

* કન્યા લગ્નમાં શનિ પાંચમા, નવમા ઘરમાં ઠીક રહેશે જ્યારે રાશિ સ્વામી મંગળ ચોથા, સાતમા, પાંચમા, અગિયારમા ઘરમાં શુભ રહેશે.

* તુલા લગ્નમાં શનિની સ્થિતિ ઠીક રહેશે, બાકીના ઘરમાં સ્થિતિ અનુસાર પરિણામ મળશે. મંગળ આ લગ્નમાં અકારક રહેશે. મકરનો મંગળ કેટલાંક સારા પરિણામ આપશે. પરંતુ નોકરીમાં મુશ્કેલીઓ ઊભી કરશે.

* વૃશ્ચિક લગ્નમાં શનિ ત્રીજા ઘરમાં, સાતમા ઘરમાં તથા મંગળ લગ્ન, પાંચમા, દશમા, અગિયારમા ઘરમાં શુભ રહેશે.

* ધન લગ્નમાં ચોથા, પાંચમા, નવમા ઘરમાં મંગળ તથા નક્ષત્ર સ્વામી શનિ બીજા, સાતમા, દશમા ઘરમાં ઠીક ફળ

આપનાર હશે.

* મકર લગ્નમાં નક્ષત્ર સ્વામી શનિ લગ્ન, બીજા, દશમા, છઠ્ઠા તથા રાશિ સ્વામી મંગળ મકરનો મેષનો શુભ ફળદાયી રહેશે.

* કુંભ લગ્નમાં નક્ષત્ર સ્વામી શનિ લગ્ન, બારમા, ચોથા ઘરમાં તથા રાશિ સ્વામી મંગળ દસમા, બારમા, ત્રીજા, સાતમા ઘરમાં ઠીક રહેશે.

* મીન લગ્નમાં નક્ષત્ર સ્વામી શનિ છઠ્ઠા, ચોથા, ત્રીજા ઘરમાં ઠીક રહેશે, જ્યારે રાશિ સ્વામી મંગળ લગ્ન, નવમા ઘરમાં શુભ ફળદાયી રહેશે. રાશિ સ્વામી તથા મિત્ર સ્વામીની ક્યાંય પણ દૃષ્ટિ સંબંધ ઠીક નહીં રહે. આવી સ્થિતિમાં મંગળને અથવા શનિને સ્થિતિ અનુસાર દબાવો યોગ્ય રહેશે.

Share This

No comments:

Post a Comment