Wednesday, December 15, 2010

કયા ભાવમાં કેવું ફળ આપે છે રાહુ?

Previous Articles

* કાર્ય નહીં, પરિણામનો વિચાર કરે છે વિચલિત
* ગોપનીયતા અપાવશે સર્વોચ્ચ સફળતા


આવા જાતકો ભાવનાશીલ હોય છે. હંમેશા અન્યનું સારુ વિચારશે. ઉંમરના 34માં વર્ષે સફળતા મળશે. હંમેશા બીમારી રહેશે.

કેતુ એક છાયાગ્રહ છે, પરંતુ જન્માક્ષરમાં તે જે ભાવમાં હોય છે તે સ્થાનને અત્યંત પ્રભાવિત કરે છે. ખાસકરીને જ્યારે કેતુની મહાદશા હોય ત્યારે તેનો પ્રભાવ વિશેષ રુપમાં પડે છે. તેની મહાદશા પૂર્ણ રીતે ખરાબ પણ નથી હોતી. તે સારી-નરસી બંને પ્રકારની અસર દર્શાવે છે. આવો જોઇએ કેતુ કયા ભાવમાં કેવી અસર કરે છે.

પ્રથમ ભાવ- વેપાર કે સેવા સંતોષજનક થાય છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં સફળતા મળે છે. કૌટુંબિક જીવન તણાવગ્રસ્ત રહે છે. માથાનો દુખાવો, પતિ, બાળકોનો જન્મ તેમજ સ્વાસ્થ્યને લઇને ચિંતા રહે છે.

દ્વિતિય ભાવ- યાત્રા લાભકારી હોય છે. અલગ-અલગ રુપમાં ઘણું બધું એકત્રિત કરેલું હોવા છતાં તે બચાવી શકાતું નથી. વૃદ્ધાવસ્થામાં સંતાનોની મદદ નથી મળતી.

તૃતીય ભાવ- સાસરી પક્ષ તરફથી, ભાઇઓ તરફથી કે મિત્રો તરફથી લાભ મળે છે. 46 વર્ષની ઉંમર બાદ ધન પર પ્રભાવ પડે છે. લાંબુ આયુષ્ય મળે છે.

ચોથો ભાવ- ભગવાનનું સન્માન કરનાર તેમજ આધ્યાત્મ અને વડીલોને ખુશી આપનારા હોય છે. અનેક બીમારીઓ ધારણ કરનારા હોય છે.

પાંચમો ભાવ- આર્થિક રુપે સક્ષમ હોય છે. વિવાદિત નથી હોતા. એકજ સમયે બે પત્નીઓ રાખે છે. 45 વર્ષની ઉંમર બાદ તેમની ઉપર ખરાબ પ્રભવ પડે છે.

છઠ્ઠો ભાવ- આ પ્રકારના જાતકો જીવનમાં સારા-નરસા બંને પ્રકારના સંજોગોનો સામનો કરે છે. માતાનો પ્રેમ મેળવે છે, હસમુખ હોય છે. વિદેશોમાં ભ્રમણ કરે છે. તેમના અનેક દુશ્મનો હોય છે.

સપ્તમ ભાવ- આપનો દુશ્મન હંમેશા આપનાથી ડરેલો રહેશે. 35 વર્ષની ઉંમર બાદ માન-સન્માન, ધન ભેગું થશે. ગર્વ, વાદ-વિવાદ, અભદ્ર ભાષા વગેરે મુશ્કેલીનું કારણ બનશે.

અષ્ટમ ભાવ- આ ભાવમાં કેતુ સારો છે. આવા જાતકો ભાવનાશીલ હોય છે. હંમેશા અન્યનું સારુ વિચારશે. ઉંમરના 34માં વર્ષે સફળતા મળશે. હંમેશા બીમારી રહેશે.

નવમો ભાવ- આ પ્રકારના લોકો બહાદુર અને યોગ્ય હોય છે. તેમની સંપત્તિ ઝડપથી વધે છે.

દસમો ભાવ- આવી વ્યક્તિઓ પ્રસિદ્ધ હોઇ શકે છે. તેમની પત્ની સુંદર હોય છે. પોતાના ભાઇઓને હંમેશા મદદ કરતા રહે છે.

એકાદશ ભાવ- હંમેશા ભવિષ્ય વિશે વિચારવું પડશે. પર્યાપ્ત ધન રહેશે. મન કાયર પણ શરીર શક્તિશાળી હોય છે.

બારમો ભાવ- આગળ વધતા રહે છે. પરંતુ વારંવાર વ્યવસાય કે નોકરીનું સ્થાન બદલતા રહેવાથી લાભ ઓછો થાય છે.

No comments:

Post a Comment