સ્ત્રીઓની કુંડળીમાં આ સ્થાન તેના સાસરીના સંબંધોની સાથે અનેક સંબંધો દર્શાવે છે.
જન્માક્ષરમાં માતા અને સુખનું એક જ સ્થાન છે, ચતુર્થ ભાવ. આ સ્થાન માતૃસુખ અને સાંસારિક સુખ સાથે જોડાયેલું છે. અર્થાત્ જેને માતાનું સુખ મળ્યું હોય તે જ સંસારમાં અન્ય સુખોનો ભોગ પામે છે. જે લગ્નકુંડળીનો ચતુર્થ ભાવ ખરાબ હોય છે તે જાતક માતૃસુખ અને સાંસારિક સુખથી વંચિત રહે છે. જન્માક્ષરમાં ચતુર્થ ભાવમાં મિત્રગત સ્વરાશિ કે સ્વયંની રાશિમાં ગુરુ, બુધ, ચંદ્ર, શુક્ર વગેરે સૌમ્ય ગ્રહ હોય તો જાતક માતાના સુખની સાથે અન્ય સુખ પણ મેળવે છે.
તે જ રીતે જો ચતુર્થ ભાવ શુભ ગ્રહોથી યુક્ત હોય તો માતા અને અન્ય સુખોની પ્રાપ્તિ થાય છે. સ્ત્રીઓની કુંડળીમાં આ સ્થાન તેના સાસરીના સંબંધોની સાથે અનેક સંબંધો દર્શાવે છે. સ્ત્રી કુંડળીમાં ચતુર્થ ભાવ સારો હોય તો તેને માતા-પિતાના ઘરે અને સાસરીમાં માન-સન્માન મળે છે. તે જ સ્થાન પર અશુભ ગ્રહોનો પ્રભાવ હોય તો વિપરિત અસર પડે છે.
ચતુર્થ ભાવમાં સૂર્ય શુભ હોય તો જાતકની માતા ઉચ્ચ પદવાળી અને ખરાબ વર્તન ધરાવતી મહિલા હોય છે. ગુરુ જો શુભ હોય તો માતા ધાર્મિક સ્વભાવની, શુક્ર હોય તો તેજસ્વીની, બુધ હોય તો બુદ્ધિમાન, ચંદ્ર હોય તો અતિ દયાળુ, મંગળ શુભ હોય તો ભૂમિસ્વામી, પોષણ કરવાવાળી, શનિ હોય તો ધર્મપરાયણ, રાહુ હોય તો રાજનિતિજ્ઞ, કેતુ હોય તો સાત્વિક હોય છે. ગ્રહો વિપરિત હોય તો તેની અસર વિપરિત થાય છે.
No comments:
Post a Comment