Wednesday, December 15, 2010

પતિ-પત્નીના લગ્નેતર સંબંધો ત્યારે ઉદ્દભવે છે જ્યારે...

પતિ-પત્નીનો સંબંધ માત્ર વિશ્વાસ પર ટકેલો હોય છે. તે એક એવો સંબંધ છે. જેમાં ઉભી થતી જરા અમથી શંકા પણ સંબંધો પર પૂર્ણ વિરામ મુકવા માટે પુરતી છે. કોઇ એકની બેવફાઇથી બન્નેના જીવન બરબાદ થઇ શકે છે.

ક્યારેક પતિ-પત્ની બન્નેના જ અન્ય લોકો સાથે લગ્નેતર સંબંધો હોય છે. જેની જાણ જીવનસાથીને હોતી નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઇ વિશેષજ્ઞ જ્યોતિષી કુંડળીનો અભ્યાસ કરીને જાણી શકે છે કે જીવનસાથીના કોઇની સાથે લગ્નેતર સંબંધો છે અથવા તો ભૂતકાળમા હતા. આ બાબતોનો અભ્યાસ કોઇ પ્રશિક્ષિત વિશેષજ્ઞ જ્યોતિષી પાસે જ કરાવવો જોઇએ.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જન્મ પત્રિકાનો સાતમું સ્થાન જીવનસાથી અંગે માહિતી પ્રદાન કરે છે.

- સાતમા સ્થાનમાં રાહુની સ્થિતિ હોય તો સાથી દગો કરનાર હોય છે. અથવા તો ભૂતકાળમાં તેના કોઇની સાથે સંબંધ રહ્યા હશે. કે પછી લગ્ન બાદ તેના લગ્નેતર સંબંધો બની શકે છે.
- સાતમું સ્થાનમાં મંગળ હોય તો પતિ-પત્ની બન્નેના ઘણા લગ્નેતર સંબંધો હોય છે.

- મહિલાઓની કુંડળીમાં ચરિત્ર ત્રિશાંશ કુંડળી જોઇને કરવામાં આવે છે. તેથી લગ્ન પૂર્વે જ કુંડળી મેળાપ કરવો યોગ્ય રહે છે.

- સાતમા સ્થાન પર સૂર્ય હોય તો છૂટાછેડાનો યોગ બને છે. છૂટેછેડાનું કારણ લગ્નેતર સંબંધો હોઇ શકે છે.

- જો શનિ સાતમા સ્થાન પર હોય તો પતિ-પત્ની વચ્ચે વિવાદોથી ભરેલી સ્થિતિનું નિર્માણ થાય છે.

તેનાથી બચવાનો ઉપાય

-સાતમા સ્થાનમાં રહેલા ક્રૂર ગ્રહનો ઉપચાર કરાવવો.

- પાર્વતી માતાની પુજા કરવી.

-જો તમારા ઘરમાં કપાયેલા ઝાડવા હોય તો તેનો નિકાલ કરવો.

- કેળાનું ઝાડ હોય તો કાંપી નાંખવું.

- શિવલિંગ પર દરરોજ જળ ચઢાવવું.

- દરરોજ હનુમાન ચાલિસાનો પાઠ કરવો.

- શ્રી ગણેશને દુર્વા અર્પણ કરવા.

No comments:

Post a Comment