શું તમે જાણો છો કે તમારો તલ પણ તમારું ભવિષ્ય દર્શાવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આપણા શરીરના તલ ભવિષ્યમાં થનારી મહત્વની ભૂમિકા વિશે આપણને સૌને જાગ્રત કરે છે.
- જો તમારા નાક પર તલ હોય તો તમે હંમેશા યાત્રા કરી શકશો.
- ગરદન પર તલ હશે તો તમે આરામ કરી શકશો.
- સીધા હાથ પર તલ હશે તો તમે સમાજમાં સારુ માન સન્માન પ્રાપ્ત કરી શકશો.
- ડાબા હાથ પર તલ હશે તો તમને વિવાહ બાદ પુત્ર પ્રાપ્તિ થશે.
- ડાબી છાતી પર તલ હશે તો તમને સારો પ્રેમી મળશે.
- જમણી છાતી પર તલ હશે તો તમારું વૈવાહિક જીવન કષ્ટોથી ભરપુર હશે તમે લડવા -ઝઘડવામાં વ્યસ્ત રહેશો.
- કોઈ યુવતીના દિલ પર તલ હશે તો તમે તમારા જીવન સાથી કે પ્રેમીને ખૂબ પ્રેમ કરશો અને એવી યુવતીઓ તમારા ભાગ્યમાં ચાર ચાંદ લગાવી દેશે.
ધ્યાનમાં રહે કે ડાબી બાજુ તલ ધરાવનારી યુવતીઓ પુરુષ માટે શુભદાયી નીવડે છે.
No comments:
Post a Comment