Tuesday, December 28, 2010

કેવા હોય છે કઠણ હથેળી ધરાવનારા?

હસ્તજ્યોતિષ અનુસાર અને હથેળીની ત્વચાના રંગ અને તેની લાલિમાની આકૃતિને ધ્યાનમાં રાખીને કોઈ પણ વ્યક્તિનો સ્વભાવ જાણી શકાય છે. જ્યોતિષમાં કઠોર અને અધિક સખત ત્વચા ધરાવનારાનો હાથ કેવો છે જાણીએ...

જે લોકોની હથેળીની ત્વચા સુકી અને કઠણ હોય છે તે લોકો અસ્થિર સ્વભાવના હોય છે. તેમને જે પણ સલાહ આપવામાં આવે છે તેઓ એ જ પ્રકારે કામ કરનારા હોય છે. એટલે કે બીજાની વાતોમાં બહુ જલ્દી નથી આવતા. જેમના હાથ ખૂબ વધારે કઠણ હોય છે તે લોકો બુદ્ધિ વગરના હોય છે. બીજાને દુખી જોઈને પોતે આનંદનો અનુભવ કરે છે. મોટા ભાગે તેમના હાથ અપરાધી હોય છે. તે વ્યક્તિઓનું જીવન સુકું અને કઠોર હોય છે અને પ્રેમના ક્ષેત્રમાં તેઓ કઠોર હોય છે.

જેમના હાથ થોડા ઓછા કઠણ હોય છે તે લોકો કાર્યને સૌથી વધારે મહત્વ આપે છે. મુશ્કેલીઓમાં તેઓ નિરાશ નથી થતા, તેઓ હાર માન્યા વિના સતત પોતાના કાર્ય કરે છે. તેઓ વધારે લાગણીશીલ નથી હોતા, મોટા ભાગે તેઓ દરેક કાર્યમાં સંપૂર્ણ પ્રોફેશનલ હોય છે પરંતુ આ પ્રકારના વ્યક્તિનું અવલોકન કરતા પહેલા ઉંમરનું વિશેષ ધ્યાન રાખવું પડે કેમકે ઉંમરની સાથે તેમનો સ્વભાવ થોડા બદલાઈ જાય છે. સામાન્ય રીતે કઠણ હાથ ધરાવનારા લોકો બુદ્ધિજીવી અને પરિશ્રમી હોય છે તેઓ પોતાનું જીવન મહેનત કરીને જીવે છે. મહેનત વધારે કરવાથી પરિણામ હંમેશા ઓછું મળે છે.

No comments:

Post a Comment