Tuesday, December 28, 2010

જો મંગળ-રેખા લગ્નરેખાને સ્પર્શી લે તો....

Previous Articles

* ગરીબોના હાથમાં નથી હોતી સૂર્ય રેખા
* ગુરુવારના વ્રતથી દૂર થાય છે લગ્ન સંબંધિત દોષો


કહેવાય છે કે હાથમાં દેખાનારી રેખામાં વ્યક્તિનું ભવિષ્ય સંતાયેલું છે. હાથમાં હદ્યરેખા, મસ્તિષ્ક રેખા, જીવન રેખા અને ભાગ્ય રેખા જોવા મળે છે. આ ઉપરાંત કેટલીક રેખાઓ સહાયક રેખા છે. જે કોઈ પણ વ્યક્તિના જીવનમાં પ્રભાવ પાડે છે. એવી જ એક રેખા છે મંગળ રેખા..

- મંગળ રેખા હથેળીમાં નિમ્મ મંગળ એટલે કે અંગૂઠાની પાસે ધરાવનારા ક્ષેત્રથી નીકળતી હોય તો તે શુક્ર તરફ આગળ વધે છે. એવી જ એક રેખા એક થી વધારે અધિક હોય છે. તે દરેક રેખાઓ પાતળી, મોટી, ઉંડી અને નબળી હોઈ શકે છે. તેને મંગળ રેખા કહેવામાં આવે છે.

- તેમાં બે ભેદ છે. એક તો એવી રેખાઓ જે જીવન રેખાઓની સાથે આગળ વધે છે. એટલા માટે તેમને જીવન રેખાની સહાયક રેખા પણ કહેવામાં આવે છે. બીજી એ સીધી રીતે આગળ વધે છે.

- જેના હાથમાં એવી રેખાઓ હોય છે તે વ્યક્તિ ખૂબ પ્રભાવશાળી હોય છે. તેમના મગજ ખૂબ તેજ હોય છે. તેમાં વિશેષ સ્વરુપથી વિચારવાની અને સમજવાની શક્તિ હોય છે. જીવનમાં તેઓ જે નિર્ણય લે છે તે એક જ વાર લે છે. તેઓ અંત સુધી તે નિર્ણયને નિભાવે છે. એવા લોકો સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર હોય છે. આ પ્રકારે વ્યક્તિ જીવનમાં અનેક ઉદ્દેશ્ય લઈને આગળ વધે છે. પરંતુ તેઓ લક્ષ્ય પ્રાપ્ત નથી કરી શકતા. તેમને વધારે ગુસ્સો નથી આવતો.



- બીજા પ્રકારની મંગળ રેખા જે જીવન રેખાને છોડીને સીધી જ આગળ વધે છે. આ રેખાઓ શુક્ર પર્વત પર પહોંચે છે. એવી વ્યક્તિ ખૂબ બેજવાબદાર હોય છે. તેમનો સ્વભાવ થોડો ચિડીયો હોય છે. આવેશમાં આવીને તેઓ બધું જ કરવા તૈયાર હોય છે.

- જો મંગળ રેખામાંથી કેટલીક રેખાઓ આગળ નીકળીને ઉપર તરફ વધે તો તેમના જીવનમાં ખૂબ વધારે સારું થાય છે. તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવાના તેઓ હંમેશા પ્રયત્નો કરતા હોય છે.

- જો રેખા ભાગ્ય રેખા સાથે મળીને આગળ વધે તો વ્યક્તિનો ખૂબ ઝડપથી ભાગ્યોદય થાય છે.

- જો મંગળ રેખા હ્દય રેખાથી મળે તો તે વ્યક્તિ જરુરિયાતથી વધારે ભાવુક હોય છે.

- જો મંગળ રેખા, ભાગ્યરેખા અને સૂર્યરેખાને કાપે તો તેમનું જીવન જરુરિયાતથી વધારે મુશ્કેલીઓ અનુભવે છે.

- જો મંગળ રેખા પ્રબળ, પુષ્ટ હથેળીમાં ઘસાયેલી હોય તો બેવડી હોય તો તે વ્યક્તિ નિશ્ચિત સ્વરુપે હથિયારો અને ડાકુ હોય છે.

- મંગળ રેખા વિવાહ રેખાને સ્પર્શી લે તે તેનું ગૃહસ્થ જીવન નષ્ટ થઈ જાય છે.

No comments:

Post a Comment