આઠમા ભાવમાં જો ગુરુ ઉચ્ચનો, સ્વરાશિ કે મિત્ર રાશિમાં હોય તો જાતક અનેક વખત વિદેશ જાય છે.
વર્તમાન સમયમાં ઘણાખરા લોકોનો મોટો સવાલ હોય છે કે પોતે વિદેશ જઇ શકશે કે નહીં! જન્માક્ષર આ સવાલનો જવાબ તેના દસમા ભાવમાં આપે છે. જો આપના યોગ વિદેશ જવાના હોય તો આપના જન્માક્ષરમાં દસમા ભાવમાં રાહુની સ્થિતિ મજબૂત હોય છે. આઠમા ભાવમાં જો ગુરુ ઉચ્ચનો, સ્વરાશિ કે મિત્ર રાશિમાં હોય તો જાતક અનેક વખત વિદેશ જાય છે. અને જો દસમા ભાવમાં રાહુ હોય કે આઠમા ભાવમાં ગુરુ હોય તો તે વિદેશમાંથી આવક મેળવે છે અને અનેક દેશોની યાત્રા ખેડે છે. વિદેશયાત્રાની સાથે તેને માન-સન્માન, સૌભાગ્યવતી સ્ત્રી વગેરે પ્રાપ્ત થાય છે. વિદેશ જવા માટે શું ઉપાયો કરશો?
- દરરોજ રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો.
- જો રાહુની મહાદશા હોય તો વિદેશમાંથી વધારે લાભ થાય છે, માટે ગોમેદ ધારણ કરો.
- આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરો.
- વિષ્ણુસહસ્ત્ર નામનો જાપ કરો.
No comments:
Post a Comment