Sunday, December 5, 2010

રાહુ અપાવે છે પ્રસિદ્ધિ

રાજકારણ માટે તો રાહુ અનુકૂળ હોય તે અત્યંત ફાયદો કરાવે છે.

રાહુને બધા ક્રૂર ગ્રહ સમજે છે, રાહુનું નામ આવતા જ ગભરાઇ જાય છે, રાહુની મહાદશા લાગવાથી એવું માને છે કે હવે બધુ સમાપ્ત થઇ ગયું. પણ હકીકત કંઇ અલગ જ છે. રાહુ અને તેની મહાદશા દરેક સમયે નુકસાનદાયક નથી હોતી. આપણા જ દેશના અનેક લોકો રાહુની મહાદશાને લીધે નામચીન બન્યા છે. રાહુ ગરીબને રાજા બનાવવાની ક્ષમતા પણ રાખે છે. રાહુની મહાદશામાં વિદેશ જવાથી મોટો ફાયદો થાય છે. અહીં વિદેશનો અર્થ વર્તમાન નિવાસની દૂર જઇને કાર્ય કરવું છે.

રાહુ ચતુર્થ, દશમ, એકાદશ કે નવમ સ્થાનમાં પોતાના મિત્ર શનિ-શુક્રની રાશિ મકર, કુંભ, વૃષભ કે તુલા રાશિમાં સ્થિત હોય તો અપ્રતિમ સફળતા અપાવે છે. આ જ રાહુ જો મિથુન રાશિમાં હોય તો તેને ઉચ્ચનો ગણવામાં આવે છે. રાહુ એક છાયાગ્રહ છે. તે કોઇ પણ રાશિનો સ્વામી નથી. પણ તે જેને અનુકૂળ આવી જાય તેને આકાશની ઊંચાઇ પર લઇ જાય છે. અટલબિહારી વાજપાઇ, મનમોહનસિંહ રાહુની મહાદશામાં જ પ્રધાનમંત્રી બન્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ રાહુની મહાદશામાં કેપ્ટન બન્યા અને સફળતા મેળવી. આવા તો અનેક ઉદાહરણો જોવા મળે છે. રાજકારણ માટે તો રાહુ અનુકૂળ હોય તે અત્યંત ફાયદો કરાવે છે. જેને વિદેશ જઇને કાર્ય કરવાની ઇચ્છા હોય તેમને પણ રાહુ મદદ કરે છે. રાહુની મહાદશામાં જાતક વિદેશમાં બહુ સફળ થાય છે.

રાહુ શાંતિ માટે શું કરવું ?

- શનિવારના દિવસે પોતે વાપરેલું ગરમવસ્ત્ર કોઇ ગરીબને દાન કરવું.
- અમાસના દિવસે રાતના બાર વાગે પીપળાના વૃક્ષ આગળ દીવો પ્રગટાવવો.
- કાળા કૂતરાને રોટલી ખવડાવવી.
- શનિવારના દિવસે અડદની દાળ ખાવી.
- શિવજી પર જળ, ધંતૂરાનું બીજ ચડાવવું અને સોમવારનું વ્રત કરવું.

No comments:

Post a Comment